તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:'ધ લંચ બોક્સ'ની કાસ્ટિંગ ડિરેક્ટર સહરનું હાર્ટ અટેકને કારણે અવસાન, કિડની ફેલ થતાં હોસ્પિટલમાં એડમિટ હતી

મુંબઈ6 દિવસ પહેલા
  • સહર છેલ્લાં એક અઠવાડિયાથી લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતી

કાસ્ટિંગ ડિરેક્ટર સહર અલી લતીફનું સોમવાર, 7 જૂનના રોજ મુંબઈમાં અવસાન થયું છે. 'ધ લંચ બોક્સ' તથા 'દુર્ગામતી' સહિત અનેક ફિલ્મમાં કાસ્ટિંગ કરનાર સહરની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન હાર્ટ અટેક આવતા અવસાન થયું હતું. સહનના મોતના સમાચાર સામે આવતા જ અનેક સેલેબ્સ તથા ડિરેક્ટરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઈન્ફેક્શનને કારણે સહરની બંને કિડની ફેલ થઈ હતી
'મસ્કા'ની ડિરેક્ટર ઉધવાણીએ કહ્યું હતું, 'સહરને આઠ દિવસ પહેલાં કિડની ફેલ થવાને કારણે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ઈન્ફેક્શનને કારણે બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેને એન્ટિબાયોટિક્સ દવા આપવામાં આવતી હતી અને તે રિકવર થતી હતી. જોકે, સારવાર દરમિયાન તેને હાર્ટ અટેક આવી ગયો અને તેનું અવસાન થયું.' ઉલ્લેખનીય છે કે 'મસ્કા'માં સહરે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

સેલેબ્સે શોક વ્યક્ત કર્યો
રાજકુમાર રાવ, હુમા કુરૈશી, અનુરાગ કશ્યપ, હર્ષવર્ધન કપૂર, સાન્ય મલ્હોત્રા, નોરા ફતેહી, મસાબા ગુપ્તા, માનવી ગગરુ, શિબાની દાંડેકર, રોહિત સર્રાફ, મિલાલી પારકર, નિમ્રત કૌર, મુકેશ છાબરા સહિતના સેલેબ્સે સો.મીડિયામાં સહરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સહરે 'મિલિયન ડોલર આર્મ', 'ધ બેસ્ટ એક્ઝોટિક મેરીગોલ્ડ હોટલ', 'દુર્ગામતી', 'શકુંતલા દેવી', 'મોનસૂન શૂટઆઉટ' 'ધ લંચ બોક્સ' સહિતની ફિલ્મ તથા વેબ સિરીઝમાં કામ કર્યું હતું.