એક્ટ્રેસ સાગરિકા શોના સુમને મુંબઈ પોલીસ તથા તપાસ એજન્સીને વિનંતી કરી છે કે તેઓ પોર્ન સ્ટાર્સને પીડિત ના સમજે. તેમની ધરપકડ કરીને તેમને ઉચિત સજા આપવામાં આવે. સાગરિકાએ દાવો થોડાં દિવસ પહેલાં જ કોલકાતાથી ધરપકડ કરાયેલી પોર્ન સ્ટાર નંદિતા દત્તા ઉર્ફએ નૈન્સી ભાભી મહિને 30-35 લાખ રૂપિયાની કમાણી કરે છે. પોર્ન સંબંધીત સામગ્રી જેવી કે પ્રાઇવેટ ઓનલાઇન શો, પોર્ન ક્લિપ્સ તથા સ્ટ્રીમિંગમાંથી નંદિતાની કમાણી વર્ષે 5 કરોડ રૂપિયા છે.
પોર્ન સ્ટાર્સ લાખોમાં કમાણી કરે છે
વધુમાં સાગરિકાએ કહ્યું હતું કે જ્યારથી ડિજિટલ પ્લેટફોર્મ લોકપ્રિય થયું છે ત્યારથી પોર્ન સ્ટાર્સે 2-3 વર્ષમાં અનેક પોર્ન ફિલ્મ શૂટ કરી છે. એક બાજું લોકો કોરોનાની પહેલી તથા બીજી લહેરમાં ઓક્સિજન માટે તડપતા હતા ત્યારે આ પોર્ન સ્ટાર્સ મહિને 15-25 લાખ રૂપિયાની કમાણી કરતા હતા. ટીના નંદી તથા સોનિયા મહેશ્વરી જેવી પોર્ન સ્ટાર્સ 60થી 90 હજાર રૂપિયા ચાર્જ કરે છે. છ કલાકની પોર્ન ક્લિપ બનાવીને આપે છે. અન્ય પોર્ન સ્ટાર્સે મુંબઈમાં લૉકડાઉન હતું ત્યારે 1.5થી 5 લાખની કમાણી કરી હતી. કેટલાંક પોર્ન સ્ટાર્સે પોર્ન શૂટ, લાઇવ સ્ટ્રીમિંગ, પ્રાઇવેટ ઓનલાઇન સેક્સ શો વગેરે કરીને મહિને 15 લાખથી 25 લાખની કમાણી કરે છે. આ બિઝનેસ એટલા માટે વધ્યો છે, કારણે કે 199થી 2000 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં લોકો સરળતાથી પોર્ન જોઈ શકે છે. આ પોર્ન ઇન્ડસ્ટ્રી ડ્રગ જેવી છે. આ ક્રોનિક સાયકોલોજિકલ એડિક્શન છે, આથી પોર્ન સ્ટાર્સને ક્યારેય પીડિત માનવા જોઈએ નહીં.
રાજ કુંદ્રા પર આ આરોપો મૂક્યા હતા
થોડાં સમય પહેલાં સાગરિકા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે દાવો કર્યો હતો કે લૉકડાઉન દરમિયાન રાજ કુંદ્રાની કંપની તરફથી તેને એક વેબ સિરીઝની ઑફર કરવામાં આવી હતી અને તેની પાસે ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું.
સાગરિકાએ કહ્યું હતું, 'આ વાત લૉકડાઉન દરમિયાનની છે. તેની પાસે એક કનેક્ટેડ કોલ આવ્યો હતો. આ ફોન ઉમેશ કામતનો હતો. તેણે એવું કહ્યું હતું કે તે એક સિરીઝ બનાવે છે અને આ કંપનીના માલિક રાજ કુંદ્રા છે. તેમની સાથે કામ કરવાથી મને બહુ જ મોટો હાઇક મળશે. વધુમાં આ સિરીઝ લવ સ્ટોરી પર આધારિત છે. મેં ઓફર સ્વીકારી લીધી હતી. વીડિયો કોલ પર ઓડિશન લેવાની વાત હતી. ઓડિશન દરમિયાન મારી પાસે ન્યૂડ ઓડિશનની માગણી કરવામાં આવી હતી.'
ગેહના વશિષ્ઠ સહિત અનેક લોકોની ધરપકડ
મુંબઈ પોલીસની પ્રોપર્ટી સેલે મોડલ તથા એક્ટ્રેસ ગેહના વશિષ્ઠની પોર્ન વીડિયો બનાવવા તથા સાઇટ પર અપલોડ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. ગેહના બાદ પ્રોડ્યૂસર-ડિરેક્ટર યાસ્મીન ખાન, શાન બેનર્જી ઉર્ફે દીપાંકર ખસનવીસ, ડિરેક્ટર તનવીર હાશ્મી તથા ઉમેશ કામતની ધરપકડ કરવામાં આવી હતી. 19મી જુલાઈએ રાજ કુંદ્રા તથા તેના સાથી રાયન થોરપેની ધરપકડ કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.