19 દિવસ બાદ પિતા-પુત્રનું જેલમાં મિલન:શાહરુખ-આર્યન વચ્ચે હતી કાચની દીવાલ, ભાવુક SRKએ જેલના અધિકારીઓને પૂછ્યું- 'દીકરાને ઘરનું ભોજન આપી શકું?'

મુંબઈએક મહિનો પહેલાલેખક: નિશાત શમ્સી
  • આર્યન ખાનના જ્યૂડિશિયલ કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવાયા
  • જેલમાંથી બહાર આવતી વખતે શાહરુખે હાથ જોડ્યા

બુધવાર, 20 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં બંધ દીકરા આર્યન ખાનને મળવા શાહરુખ ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં આવ્યો હતો. પિતા તથા પુત્ર વચ્ચે અંદાજે 18 મિનિટ વાતચીત ચાલી હતી. ઉલ્લેખનીય છે કે બુધવાર, 20 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર સરકારે જેલના કેદીઓ તથા પરિવારને મળવાની મંજૂરી આપી હતી. કોરોનાને કારણે પરિવારજનો કેદીઓને મળી શકતા નહોતા. સરકારે પરવાનગી આપતા જ શાહરુખ તરત જ દીકરાને મળવા ગયો હતો. આજે આર્યન ખાનના જ્યુડિશિયલ કસ્ટડી પૂરા થતા હતા. કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડી વધારીને 30 એકોટબર કર્યા છે. એટલે કે આર્યન ખાને વધુ 8 દિવસ જેલમાં જ રહેવું પડશે. બોમ્બે હાઇકોર્ટ જામીન અરજી પરની સુનાવણી 26 ઓક્ટોબરે કરશે.

શાહરુખ-આર્યનની વચ્ચે કાચની દીવાલ
આર્યન ખાન તથા શાહરુખ મુલાકાત જેલમાં બનેલી એક કેબિનમાં થઈ હતી. આ કેબિનની વચ્ચે એક કાચની દીવાલ હતી. એકબાજુ આર્યન હતો અને બીજી બાજુ શાહરુખ ખાન હતો. શાહરુખ તથા આર્યને ઇન્ટરકોમની મદદથી એકબીજા સાથે વાત કરી હતી. બંને વચ્ચે 16-18 મિનિટ સુધી વાતચીત થઈ હતી. પિતાને જોતાં જ આર્યન એકદમ ભાંગી પડ્યો હતો અને રડતો રહ્યો હતો.

આર્યને કહ્યું, 'I am sorry'
મુલાકાત દરમિયાન આર્યન રડી પડ્યો હતો. શાહરુખ પણ બોલતાં બોલતાં ભાવુક થયો હતો, પરંતુ તેણે પોતાના ચશ્માં ઉતાર્યા નહોતાં. સૂત્રોના મતે, દીકરાને રડતો જોઈને શાહરુખના આંસુ સરી પડ્યા હતા. શાહરુખે દીકરાના હાલચાલ પૂછ્યા હતા અને થોડીવાર શાંતિથી દીકરાને જોતો હતો. વાતચીતમાં આર્યને અનેકવાર 'I am sorry' કહ્યું હતું. જવાબમાં શાહરુખે કહ્યું હતું, 'I trust u..'

શાહરુખે દીકરાને ભોજન આપવાની વાત કરી
શાહરુખે જેલ સ્ટાફને સવાલ કર્યો હતો કે તે દીકરાને કંઈક ભોજન આપી શકે છે, પરંતુ અધિકારીઓએ ના પાડી દીધી હતી. ત્યાર બાદ થોડીવાર રોકાયો હતો અને શાહરુખ જતો રહ્યો હતો. શાહરુખે જેલના અધિકારીઓને દીકરાનું ખાસ ધ્યાન રાખવાની વિનંતી કરી હતી.

મેનેજરે ઔપચારિકતા પૂરી કરી
જેલની અંદર શાહરુખ પોતાના બે બોડીગાર્ડ તથા બે મહિલા સ્ટાફને લઈ ગયો હતો. જેલમાં ગયા બાદ તેમણે એક જેલ અધિકારીને વાત કરી હતી અને પછી તેઓ મુલાકાત કક્ષમાં ગયા હતા. મુલાકાત પહેલાંની તમામ ઔપચારિકતા શાહરુખની મેનેજર પૂજા દદલાણીએ પૂરી કરી હતી.

ભીડને કારણે જેલરને વિનંતી કરી
દીકરાને મળ્યા બાદ શાહરુખ જેલની બહાર આવ્યો ત્યારે તેની સાથે જેલના કેટલાક સુરક્ષાકર્મીઓ હતા. મીડિયા તથા ભીડને જોઈને એક્ટરના સ્ટાફે જેલરને સુરક્ષાકર્મીઓને પોતાની સાથે મોકલવાની અપીલ કરી હતી.

સ્ટાફ પણ સાથે હતો
શાહરુખની સાથે તેનો સ્ટાફ પણ જોવા મળ્યો હતો. જોકે આર્યનને માત્ર શાહરુખ જ મળ્યો હતો. જેલનાં સૂત્રોના મતે, પિતાને જોતાં જ આર્યન એકદમ ભાંગી પડ્યો હતો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. 2 ઓક્ટોબર બાદથી આ પહેલી વાર બન્યું હતું કે આર્યનને પરિવારનો કોઈ સભ્ય મળ્યો હોય.

શાહરુખના ચહેરા પર ઉદાસી હતી
શાહરુખ ખાન જ્યારે આર્થર રોડ જેલ આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્પષ્ટ રીતે ઉદાસી જોઈ શકાતી હતી. તેની ચાલ પણ લથડાતી હતી.

જેલમાં દીકરાને મળવા પહોંચેલો શાહરુખ તસવીરોમાં....

જેલમાંથી બહાર આવ્યા બાદ હાથ જોડ્યા
શાહરુખ જ્યારે દીકરાને મળીને જેલમાંથી બહાર આવ્યો ત્યારે ત્યાં બેઠેલી મહિલા તથા અન્ય લોકોને હાથ જોડીને પ્રમાણ કર્યા હતા.

પહેલી જ વાર જોવા મળ્યો
2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ક્રૂઝમાંથી આર્યન ખાનની ધરપકડ કરી હતી. ત્યાર બાદ 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. 8 ઓક્ટોબરે બપોરે આર્યન ખાન આર્થર રોડ જેલમાં આવ્યો હતો. અહીં તે કોઈની સાથે વાતચીત કરતો નથી અને સૂમસામ જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...