પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરે બોલિવૂડ ફિલ્મ 'હિંદી મીડિયમ'માં કામ કર્યું હતું. હાલમાં સો.મીડિયામાં સબાનો 2015નો એક વીડિયો વાઇરલ થયો છે. સબા પાકિસ્તાની ટીવી શોમાં સામેલ થઈ હતી. આ શોમાં સબાએ બોલિવૂડ એક્ટર્સ અંગે વિવાદિત વાતો કરી હતી.
શોના એપિસોડમાં સબાને બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર, રિતેશ દેશમુખ, હૃતિક રોશન, ઈમરાન હાશ્મી, સલમાન ખાનની તસવીરો બતાવવામાં આવી હતી. આ તસવીર બતાવ્યા બાદ સબાને પૂછવામાં આવ્યું હતું કે તે કયા કારણોસર આ સ્ટાર સાથે ફિલ્મ કરશે નહીં.
ઈમરાન હાશ્મી સાથે કામ કરીને માઉથ કેન્સરનો ભોગ બનવું નથી
શોના હોસ્ટે સબાને બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીની તસવીર બતાવી હતી. સબાએ તરત જ ના પાડી દીધી હતી. કારણ આપતા સબાએ કહ્યું હતું કે તેન માઉથ કેન્સરનો ડર લાગે છે. આથી તે ઈમરાન સાથે કામ કરશે નહીં. રણબીરની તસવીર જોયા બાદ સબાએ કહ્યું હતું કે તેણે સાંભળ્યું છે કે તેનું ચક્કર દીપિકા પાદુકોણ સાથે છે અને તેથી જ તે કામ કરવા માગશે નહીં.
સલ્લુભાઈથી ડર લાગે છે
સબાએ સલમાનની તસવીર જોયા બાદ કહ્યું હતું, 'અલ્લાહ માફ કરે, પરંતુ સલ્લુભાઈથી ડર લાગે છે. કોરિયોગ્રાફર્સની વાત તો સાંભળતા જ નથી અને પોતાના જ ડાન્સ સ્ટેપ બનાવે છે. બહુ જ છીછરો છે. જોકે, આ વીડિયો વાઇરલ થતાં સલમાનના ચાહકોએ સબાને ટ્રોલ કરી હતી. ટ્રોલિંગ બાદ સબાએ ચોખવટ પણ કરી હતી.
વિવાદ વધતા સ્પષ્ટતા કરી
સબાએ પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું હતું, 'મેં શોમાં માત્ર ને માત્ર ફન માટે આ બધી વાતો કરી નથી. સલમાન ખાન બહુ જ મોટો સ્ટાર છે અને રિયલ લાઇફમાં ઘણો જ હમ્બલ છે.'
ઈરફાન ખાન સાથે કામ કરીને લોકપ્રિય થઈ હતી
સબા કમરે ભારતમાં 'હિંદી મીડિયમ'ને કારણે લોકપ્રિય છે. આ ફિલ્મમાં ઈરફાન ખાન લીડ હીરો હતા. તેણે કહ્યું હતું કે તે નસીબદાર છે કે તેને ઈરફાન ખાન સાથે કામ કરવાની તક મળી. આ ઉપરાંત તેણે 'મંટો', 'લાહોર સે આગે' તથા 'મૂમલ રાનો' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.
2021માં ધરપકડ વૉરંટ ઇશ્યૂ થયું હતું
સબા કમર વિવાદમાં પણ આવી ચૂકી છે. 2020માં લાહોર પોલીસે સબા કમર તથા બિલાલ સઈદ વિરુદ્ધ લાહોરની મસ્જિદ વઝીર ખાનને અપવિત્ર કરવાનારા કેસમાં પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 295 હેઠળ કેસ કર્યો છે. બંને આર્ટિસ્ટે ડાન્સ વીડિયો બનાવીને ઐતિહાસિક મસ્જિદની પવિત્રતાને ભંગ કરી હતી. 2021માં સ્થાનિક કોર્ટે સબા વિરુદ્ધ ધરપકડ વૉરંટ ઇશ્યૂ કર્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.