વૉર ઇફેક્ટ:એમી અવોર્ડ્સ 2022 તથા કાન ફિલ્મ ફેસ્ટિવલે રશિયન ફિલ્મને ડિસ્ક્વૉલિફાઇ કરી

લોસ એન્જલસ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુક્રેન તથા રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધની અસર રશિયન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર પણ પડી છે. ડિઝની તથા નેટફ્લિક્સ બાદ હવે 'ધ નેશનલ એકેડમી ઓફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ' એમી અવોર્ડ્સ 2022એ પણ રશિયાનો બોયકોટ કર્યો છે. સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'અમે એમી અવોર્ડ્સ 2022ના નોમિનેશન લિસ્ટમાંથી રશિયન ગર્વમેન્ટના ફંડથી બનેલી ફિલ્મને સામેલ નહીં કરીએ.'

પોસ્ટ શૅર કરીને માહિતી આપી
એમી અવોર્ડ્સે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, 'રશિયન સરકાર સાથે જોડાયેલા અથવા તેમના ફંડથી ચાલતી કોઈ પણ સંસ્થાની સાથે કોઈ બિઝનેસ કરી શકે નહીં. આથી જ એમી અવોર્ડ્સ 2022ની સ્પર્ધા માટે સબમિટ કરવામાં આવેલી તમામ એન્ટ્રીને ડિસ્ક્વૉલિફાઇ કરવામાં આવી છે.'

કાન ફિલ્મ ફેસ્ટિવલે પણ બોયકોટ કર્યો
એમી અવોર્ડ્સ ઉપરાંત કાન ફિલ્મ ફેસ્ટિવલે રશિયાનો બોયકોટ કર્યો હતો. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું, 'અમે મે 2022માં યોજાનારા અવોર્ડમાં રશિયન રકાર તથા તેની સાથે જોડાયેલા કોઈ પણ ડેલિગેશનનું સ્વાગત કરીશું નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે ત્યાં સુધી તેમને સામેલ નહીં કરીએ જ્યાં સુધી તેઓ યુદ્ધ પૂરું ના કરે અને યુક્રેનને મનાવી લેતા નથી.'

જે આર્ટિસ્ટ હિંસા, અત્યાચાર તથા ખોટી બાબતમાં અવાજ ઉઠાવે છે તે તમાની સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલ રહ્યું છે.

સૌથી પહેલાં ડિઝ્નીએ નિર્ણય લીધો હતો
હોલિવૂડ સ્ટૂડિયો ડિઝ્નીએ પોતાની ફિલ્મ 'ટર્નિંગ રેડ'ને રશિયામાં રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વોર્નર બ્રધર્સે પોતાની ફિલ્મ 'ધ બેટમેન'ને પણ રશિયામાં વીડિયો રિલીઝ ના કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...