તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નની અફવા:પહેલી પત્ની રામલતા સાથેના ડિવોર્સના 9 વર્ષ બાદ પ્રભુદેવા બીજા લગ્ન કરશે, ભત્રીજી બનશે પ્રભુની દુલ્હન

5 મહિનો પહેલા

47 વર્ષીય ડાન્સર- કોરિયોગ્રાફર-એક્ટર અને ડિરેક્ટર પ્રભુ દેવા લગ્ન કરવા જઈ રહ્યા છે, તે પણ બીજી વખત અને તેની ભત્રીજી સાથે. સાંભળવામાં થોડું અટપટું છે પણ ખબર વાઇરલ છે. શરમાળ સ્વાભાવ અને વિવાદોથી દૂર રહેનારા પ્રભુના બીજા લગ્નની ચર્ચા ચાલી રહી છે. જોકે, હજુ સુધી પ્રભુદેવા કે તેની ટીમ તરફથી આ વાતનું ખંડન કે કન્ફર્મેશન કઈ જ આવ્યું નથી.

ઈ-ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પ્રભુ દેવા તેની ભત્રીજી 'શોભા'ને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની સાથે લગ્ન કરી રહ્યા છે. હવે આ વાત કેટલી સાચી છે તે તો પ્રભુના ઓફિશિયલ સ્ટેટમેન્ટ પછી જ ખબર પડશે.

આપવીતી:વિજય રાઝે કહ્યું, 'મારી 23 વર્ષની કરિયર દાવ પર છે, રોજી-રોટી પર અસર પડી તો શું હું વિક્ટિમ નથી?

એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે લગ્ન તૂટ્યા
પ્રભુદેવાની પ્રોફેશનલ લાઈફ જેટલી સરસ અને સુકૂનવાળી દેખાય છે, તેટલી જ અપ્સ ડાઉન્સ વાળી તેમની પર્સનલ લાઈફ છે. પ્રભુદેવાએ 1995માં રામલતા સાથે લગ્ન કર્યાં હતાં. રામલતા મુસ્લિમ હતા અને ક્લાસિકલ ડાન્સર હતા. લગ્ન બાદ રામલતાએ હિન્દૂ ધર્મ અપનાવ્યો. બંનેના ત્રણ બાળકો થયા જેમાં મોટા દીકરા વિશાલનું કેન્સરને કારણે 2008માં મૃત્યુ થઇ ગયું.

નયનતારા સાથે પ્રભુ લિવ ઇનમાં રહ્યા
પ્રભુદેવાની સાઉથ એક્ટ્રેસ નયનતારાને ડેટ કરવાની ખબર પણ ખૂબ ફેલાઈ હતી. પ્રભુએ તમિળ ફિલ્મ 'વિલ્લુ'માં નયનતારાને કોરિયોગ્રાફ કરી હતી. આ દરમ્યાન બંને રિલેશનમાં આવ્યા. પરંતુ શરૂઆતમાં બંનેએ રિલેશન ન તો સ્વીકાર્યા ન તો નકાર્યા. 2010માં પ્રભુએ નયનતારા સાથેના રિલેશનની વાત માની અને લગ્ન કરવાની વાત સામે રાખી.

ડિવોર્સને 9 વર્ષ થયા
નયનતારા અને પ્રભુના રિલેશનની આ વાત રામલતાને ખબર પડી. પ્રભુએ ડિવોર્સ માટે નોટિસ મોકલી દીધી હતી પણ રામલતાએ તેને ડિવોર્સ આપવાની ના પાડી દીધી. ત્યારબાદ કોર્ટ કચેરી અને હંગામા બાદ 2011માં રામલતાએ 16 વર્ષનું લગ્નજીવન પૂરું કર્યું. 2012માં નયનતારાએ પણ પ્રભુ સાથે બ્રેકઅપ કરી લીધું.

પ્રભુદેવાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
પ્રભુ હાલ સલમાન ખાન, દિશા પટની અને રણદીપ હૂડા સ્ટારર ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ડિરેક્ટ કરી રહ્યા છે. આ સિવાય સાઉથની ઘણી ફિલ્મોમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે. એક્ટર તરીકે 'પોન મનિકવેલ' તેમની 50મી ફિલ્મ છે. આ ફિલ્મથી તે પહેલીવાર પોલીસના રોલમાં દેખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો