તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RRRનો સપાટો:'બાહુબલી 2'ને પછાડી ફિલ્મે રિલીઝ પહેલાં જ 900 કરોડનો બિઝનેસ કર્યો, અજય દેવગન દમદાર લુકમાં જોવા મળ્યો

મુંબઈ12 દિવસ પહેલા

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ 'RRR'ના નોર્થ ઈન્ડિયન રાઈટ્સ રેકોર્ડ બ્રેક કિંમત પર વેચાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજમૌલિની આ ફિલ્મને નોર્થ ઈન્ડિયન થિયેટ્રિકલ રાઈટ્સ પેન ઈન્ડિયાએ 140 કરોડમાં ખરીદ્યા છે. આ ડીલની સાથે 'RRR'નો ટોટલ પ્રી રિલીઝ બિઝનેસ અંદાજે 900 કરોડ રૂપિયા થયો છે.

'RRR'એ 'બાહુબલી 2'ને પછાડી
'RRR' પ્રી રિલીઝના બિઝનેસમાં 'બાહુબલી'ને પછાડીને ટોચ પર આવી ગઈ છે. રાજમૌલિની જ 'બાહુબલિ 2'એ રિલીઝ પહેલાં અંદાજે 500 કરોડ રૂપિયાનો ઓલ ટાઈમ રેકોર્ડ બિઝનેસ કર્યો હતો. વિશ્વભરમાં 'RRR'ના થિયેટ્રિકલ રાઈટ્સ ટોટલ 570 કરોડ રૂપિયામાં વેચાયા છે. ફિલ્મના ઈલેક્ટ્રોનિક, સેટેલાઈટ તથા ડિજિટલ રાઈટ્સ થઈને 890 કરોડ રૂપિયા થાય છે.

13 ઓક્ટબરે રિલીઝ થશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પેન ઈન્ડિયાના જયંતીલાલ ગડાએ ફિલ્મના તમામ ભાષાઓ (તેલુગુ, તમિળ, હિંદુ, મલયાલમ તથા કન્નડ)ના નોર્થ ઈન્ડિયન થિયેટ્રિકલ, ઈલેક્ટ્રોનિક, સેટેલાઈટ તથા ડિજિટલ રાઈટ્સ પણ ખરીદ્યા છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં જુનિયર NTR, રામચરણ તેજા, અજય દેવગન તથા આલિયા ભટ્ટ છે.

'RRR' કમાણીમાં રેકોર્ડ તોડશે?
હવે જોવાનું એ છે કે 'RRR' બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે. મેકર્સને આશા છે કે આ ફિલ્મ ઈન્ડિયન સિનેમાના ઈતિહાસમાં 'બાહુબલી 2'ના તમામ રેકોર્ડ તોડશે. ઉલ્લેખનીય છે કે 1810 કરોડના બોક્સ ઓફિસ કલેક્શનની સાથે 'બાહુબલી 2' ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.

'RRR'નું પ્રી રિલીઝ બિઝનેસ

  • આંધ્ર પ્રદેશઃ 165 કરોડ રૂપિયા
  • નોર્થ ઈન્ડિયનઃ 140 કરોડ રૂપિયા
  • નિઝામઃ 75 કરોડ રૂપિયા
  • તમિળનાડુઃ 48 કરોડ રૂપિયા
  • કર્ણાટકઃ 45 કરોડ રૂપિયા
  • કેરળઃ 15 કરોડ રૂપિયા
  • ઓવરસીઝઃ 70 કરોડ રૂપિયા
  • (A) ટોટલ થિયેટ્રિકલ રાઈટ્સઃ 570 કરોડ રૂપિયા
  • (B) ડિજિટલ રાઈટ્સ (તમામ ભાષા): 170 કરોડ રૂપિયા
  • (C) સેટેલાઈટ રાઈટ્સ (તમામ ભાષા): 130 કરોડ રૂપિયા
  • (D) મ્યૂઝિક રાઈટ્સ (તમામ ભાષા): 20 કરોડ રૂપિયા
  • ટોટલ રેવન્યૂ (A + B + C + D): 890 કરોડ રૂપિયા

અજયના જન્મદિવસ પર ફર્સ્ટ લુક શૅર કર્યો
રાજમૌલિએ અજય દેવગનના જન્મદિવસ પર એક્ટરનો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. ડિરેક્ટરે સો.મીડિયામાં મોશન પોસ્ટર શૅર કરીને અજયને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું, 'લોડ એમ શૂટ. તે પોતાના લોકોને સશક્ત બનાવીને તાકત મેળવે છે.' વીડિયોમાં શાલ ઓઢીને અજય દેવગન એક યુદ્ધના મેદાનમાં લોકોથી ઘેરાયેલો છે. બેકગ્રાઉન્ડમાં 'લોડ એમ શૂટ' શબ્દ સંભળાય છે. વીડિયોના અંતે અજય શાલ હટાવીને સામે આવે છે.

5 હજારથી વધુ સ્ક્રીનમાં રિલીઝ થશે
દશેરા પર રિલીઝ થનારી આ ફિલ્મ ભારતમાં 5 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે. દર્શકો તથા મેકર્સને આશા છે કે ત્યાં સુધીમાં કોરોના પર કાબૂ આવી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો