બિગ બોસ 16 ફેમ શાલીન ભનોટની પૂર્વ પત્ની દલજીત કૌરે 18 માર્ચે તેના NRI બોયફ્રેન્ડ નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં પહેલા દલજીત તેના પુત્ર જેડેનનો હાથ પકડીને બ્રાઈડલ કપલમાં એન્ટ્રી લેતી જોવા મળે છે, ત્યારબાદ કપલ એકબીજાને હાર પહેરાવતા જોવા મળે છે. ત્યાર પછી નિખિલ પણ તેને આલિંગન આપે છે. આ દરમિયાન બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. વીડિયો સામે આવતા જ ફેન્સે કપલને અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું હતું.
દલજીત કૌરનો બ્રાઇડલ લૂક
લુકની જો વાત કરીએ તો દલજીત એકદમ સિમ્પલ લાગી રહી હતી. તેણે સફેદ ચણિયાચોળી સાથે લાલ દુપટ્ટો પહેર્યો છે.
નિખિલ પણ સફેદ આઉટફિટમાં જલવો વિખેરી રહ્યો હતો
નિખિલ પણ સફેદ ટ્રેડિશનલ આઉટફિટમાં ડેશિંગ દેખાઈ રહ્યો હતો અને લોકોની નજરો પણ તેના પરથી હટી રહી નહોતી. લગ્નનાં આ ફોટોઝ જોઈને તમને પણ અંદાજો આવી જશે.
સોશિયલ મીડિયા પર સંગીત રાત્રિની ફોટોઝ શેર કરી
લગ્નનાં એક દિવસ પહેલા એટલે કે 17 માર્ચે દલજીતે તેની સંગીત રાત્રિનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દરેક લોકો ગ્રીન આઉટફિટમાં જોવા મળ્યા હતા. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.
દલજીત-નિખિલની લવ સ્ટોરી
દલજીત અને નિખિલ બંનેના આ બીજા લગ્ન છે. દલજીતના લગ્ન પહેલા ટીવી એક્ટર શાલીન ભનોટ સાથે થયા હતા. જેનથી તેમને એક પુત્ર જેડેન છે. તે જ સમયે, નિખિલ પણ પહેલેથી જ પરિણીત હતો, અને તે બે પુત્રીઓ, એરિયાના અને અનિકાનો પિતા છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને ગયા વર્ષે દુબઈમાં એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હવે લગ્ન બાદ તે પુત્ર સાથે આફ્રિકા શિફ્ટ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.