તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલ્ડ ડ્રિંક પર હોટ વિવાદ:રોનાલ્ડોએ કોકની બોટલ હટાવીને મેસેજ આપ્યો, ઇન્ડિયન સ્ટાર્સ કોલા જ નહીં, ગુટખા બ્રાન્ડ્સમાંથી મસમોટી રકમની કમાણી કરે છે

મુંબઈ3 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
  • વિરાટ કોહલીએ થોડાં વર્ષ પહેલાં સોફ્ટ ડ્રિંકની જાહેરાત કરવાની ના પાડી હતી

યુરો 2020ની પ્રેસ-કૉન્ફરસમાં ફૂટબોલર ક્રિસ્ટિનો રોનાલ્ડોએ કોકા કોલાની માત્ર બે બોટલ હટાવી, ત્યાર બાદ એની માર્કેટ વેલ્યુ કડડભૂસ થઈ ગઈ હતી. કંપનીને 29 હજાર કરોડ રૂપિયાની નુકસાન થયું. કોકો કોલા 1974થી FIFAની સ્પોન્સર કંપની છે છતાંય રોનાલ્ડોએ જે હિંમત બતાવી એ ભારતમાં થવાની શક્યતા બહુ જ ઓછી છે.

ભારતના સ્ટાર્સ મોટા ભાગે પેપ્સી, કોકા કોલા અને ત્યાં સુધી કે ગુટખા બ્રાન્ડને પણ એન્ડોર્સ કરે છે. આ બ્રાન્ડ્સમાંથી તેમને એટલા પૈસા મળે છે કે ભાગ્ય જ કોઈ સ્ટાર આ રકમ ઠુકરાવી શકે. ઇન્ડિયન સ્ટાર્સ માત્ર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને ના પાડે, એવું ભાગ્યે જ બને છે.

એડ માટે શાહરુખ-અજય એક થયા
અજય તથા શાહરુખે ક્યારેય સાથે ફિલ્મ કરી નથી. માનવામાં આવે છે કે બંનેના સંબંધો કંઈ ખાસ રહ્યા નથી, આથી જ ફિલ્મમેકર બંનેને સાથે એક ફિલ્મમાં લાવી શક્યા નહીં. જોકે માર્ચ 2021માં વિમલા ગુટખા બ્રાન્ડ માટે બંનેએ સાથે કામ કર્યું. આ ડીલની વેલ્યુ ભાગ્યે જ કોઈ કહી શકે છે. ત્રણ મહિના પહેલાં જ્યારે આ જાહેરાત આવી તો સો.મીડિયામાં #NoMySRK ટ્રેન્ડ થયું હતું. કેટલાક ફૅન્સે તર્ક આપ્યો હતો કે શાહુરખ વિમલ ઈલાયચીની એડ કરે છે, ગુટખાની નહીં. જોકે સો.મીડિયામાં યુઝર્સે લખ્યું હતું કે શાહરુખ-અજય જેવા સ્ટાર્સ વિમલ બ્રાન્ડને એન્ડોર્સ કરે છે તો ઈલાયચીની સાથે સાથે ગુટખાનો પણ પ્રચાર થઈ જ જાય છે.

આમિરે કોલા તથા સનીએ પાન મસાલાની જાહેરાત કરવાની બંધ કરી
આમિરની ટીમે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે આમિર ખાન હાલમાં કોઈ કોલા બ્રાન્ડને એન્ડોર્સ કરતો નથી. વર્ષો પહેલાં તેણે આ બ્રાન્ડને એન્ડોર્સ કરી હતી. સની લિયોની મહક પાન મસાલા બ્રાન્ડને એન્ડોર્સ કરતી હતી. પાંચ વર્ષ પહેલાં પાન મસાલા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, એવી અપીલ સરકારે કરી હતી. ત્યાર બાદ સનીએ પાન મસાલાની એડ કરવાનું બંધ કરી દીધું છે.

જ્યારે ભાજપે આમિરને આડેહાથ લીધો હતો
કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી ભાજપે આ પહેલાં કોકા કોલા તથા પેપ્સીની એડ બંધ કરવાની માગણી કરી હતી. 2006માં ભાજપમાં વિપક્ષમાં હતો ત્યારે આ ડિમાન્ડ કરવામાં આવી હતી. આમિર ખાને નર્મદા યોજના વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું હતું. એ સમયે સત્તામાં ભાજપ સરકાર હતી. ગુજરાતમાં 'ફના' ફિલ્મ રિલીઝ થવા દીધી નહોતી. આ સાથે જ અનેક જગ્યા પર કોકા કોલાની બોટલ, એડ બેનર તથા બીજી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.

વિરાટે કહ્યું હતું, જે હું નહીં પીતો હોઉં એ લોકોને પીવા માટે નહીં કહું
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પહેલાં પેપ્સીને એન્ડોર્સ કરતો હતો, જોકે ચાર વર્ષ પહેલાં તેણે કોન્ટ્રેક્ટ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી. એ સમયે વિરાટે કહ્યું હતું કે તે સોફ્ટ ડ્રિંક પીતો નથી અને માત્ર પૈસા માટે બીજાને સોફ્ટ ડ્રિંક પીવાનું કહી શકે નહીં.

સૌથી પહેલા ગોપીચંદે કોલા બ્રાન્ડ છોડી હતી
બેડમિન્ટન લિજેન્ડ પી ગોપીચંદે કોલા બ્રાન્ડને એન્ડોર્સ કરવાની ના પાડી દીધી હતી. ગોપીચંદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 1997થી તેણે કોલા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. ગોપીચંદે કહ્યું હતું કે તેના પરિવાર તથા મિત્રોને ખ્યાલ છે કે તેણે કોલા બ્રાન્ડ એન્ડોર્સ કરવાની ના પાડી દીધી હતી. તમે આને પર્સનલ એથિક્સ કહી શકો છો.

કોકા કોલા કંપની પ્રીટિ ઝિંટાની પંજાબ કિગ્સની પાર્ટનર
ભારતની કોઈ સ્પોર્ટ્સ સેલિબ્રિટી સીધી રીતે કોઈ કોલા બ્રાન્ડ એન્ડોર્સ કરતી નથી, પરંતુ પ્રીટિની પંજાબ કિંગ્સનું કવરેજ પાર્ટનર કોકા કોલા છે, આથી જ કોકા કોલાની એડમાં પંજાબ કિગ્સના ખેલાડીઓ જોવા મળે છે.

પીવી સિંધુ તથા ધોની આ કંપનીના સ્પોર્ટ્સ ડ્રિક એન્ડોર્સ કરે છે
ભારતમાં કોઈ સ્પોર્ટ્સ પર્સન સોફ્ટ ડ્રિંક્સને એન્ડોર્સ કરતા નથી, પરંતુ પીવી સિંધુ પેપ્સી કંપનીનું ગેટ રેડ ડ્રિંકને એન્ડોર્સ કરે છે. કંપનીના દાવા પ્રમાણે આ સ્પોર્ટ્સ ડ્રિંક છે. આ જ રીતે મહેન્દ્ર સિંહ ધોની કોકા કોલાની કંપનીનું સ્પોર્ટ્સ ડ્રિંક પૉવરેડ એન્ડોર્સ કરે છે.

એડ ગુરુ પ્રહલાદ કક્કર.
એડ ગુરુ પ્રહલાદ કક્કર.

અહીં બ્રાન્ડથી સ્ટારડમ મપાય છે
એડ ગુરુ પ્રહલાદ કક્કરે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અહીં કેટલીક બ્રાન્ડ સાથે સ્ટારડમ મપાય છે, જેમ કે જો પેપ્સીની એડ મળી ગઈ તો તે મોટો સ્ટાર છે. અહીં આ એડ શરમની નહીં, પરંતુ અચીવમેન્ટની વાત છે.

રેડિફ્યુઝનના મેનેજિંગ ડિરેક્ટર તથા હ્યુમન બ્રાન્ડના એક્સપર્ટ ડૉ. સંદીપ ગોયલ.
રેડિફ્યુઝનના મેનેજિંગ ડિરેક્ટર તથા હ્યુમન બ્રાન્ડના એક્સપર્ટ ડૉ. સંદીપ ગોયલ.

એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 5-7 કરોડ રૂપિયા મળે છે
ડૉ. સંદીપ ગોયલે કહ્યું હતું કે અહીં સેલેબ્સ પૈસામાં વિશ્વાસ રાખે છે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ ગેમમાં પૈસા જ સર્વસ્વ છે. સેલેબ્સ બહુ ઓછા સમય માટે લોકપ્રિય હોય છે અને આ દરમિયાન જેટલી સ્ટાર વેલ્યુ હોય એને એન્કેશ કરાવવા માગે છે.

બિગ સ્ટાર્સને એક એન્ડોર્સમેન્ટ માટે 5-7 કરોડ રૂપિયા મળે છે. થોડા દિવસમાં એડ શૂટ કરીને આટલા પૈસા મળવા મોટી વાત છે. બહુ ઓછા સ્ટાર્સ આ ઑફરને ના પાડી શકે છે. અહીં પૈસા વધુ મળે છે, વિઝિબિલિટી વધે છે. હાલમાં ફેરનેસ ક્રીમ વિરુદ્ધ એક માહોલ છે અને હવે સ્ટાર્સ આ પ્રકારની જાહેરાત ટાળે છે.઼

બ્રાન્ડ એક્સપર્ટ તથી હરીશ બિજુર કન્સલ્ટ્સના ફાઉન્ડર હરીશ બિજુર
બ્રાન્ડ એક્સપર્ટ તથી હરીશ બિજુર કન્સલ્ટ્સના ફાઉન્ડર હરીશ બિજુર

સ્ટાર્સ નહીં બોલે તો લોકો બોલશે
બ્રાન્ડ એક્સપર્ટ તથા હરીશ બિજુલ કન્સલ્ટ્સના ફાઉન્ડર હરીશ બિજુરે કહ્યું હતું કે રોનાલ્ડો પછી ભારતના સ્ટાર્સે પણ પબ્લિક હેલ્થના મુદ્દાના ધ્યાનમાં રાખીને સ્ડેન્ડ લેવું પડશે. જો તેઓ નહીં બોલે તો જનતાનું દબાણ વધશે. સો.મીડિયામાં લોકો બોલશે. હવે ઈન્ટરનેશનલ સ્તરે પ્રો માર્કેટ નહીં, પ્રો કન્ઝ્યુમર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક સેલેબ્સ માને છે અને કહે છે કે જે જનતા માટે સારું નથી, તે છોડી દેવું જોઈએ અથવા કરવું જોઈએ નહીં. તે બ્રાન્ડ નહીં, પરંતુ ચાહકના હિત અંગે વિચારે છે.

40 લાખથી 12 કરોડમાં એક જાહેરાત બને છે
હરીશ બિજુરે કહ્યું હતું કે કોલા એડ્સ માટે બજેટ 40 લાખથી લઈ 12 કરોડ સુધીનું હોય છે. કયો અને કેટલા સ્ટાર કામ કરે છે એ વાત બજેટને નક્કી કરે છે.

દેશના મોટા ભાગના સ્ટાર્સ મૌન
શું આપણા સ્ટાર્સ કોલા કે સ્વાસ્થ્ય માટે હાનિકારક પ્રોડક્ટ્સની બ્રાન્ડ એન્ડોર્સ કરવાનું ચાલુ રાખશે? આ સવાલ જ્યારે દિવ્ય ભાસ્કરે સલમાન ખાન, ટાઈગર શ્રોફ, ઋતિક રોશન, શાહરુખ ખાન તથા અજય દેવગનની ટીમને પૂછ્યો તો આ લખાય છે ત્યાં સુધી તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.