તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક્ટ્રેસ સુષ્મિતા સેનના બોયફ્રેન્ડ રોહમન શોલે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન જણાવ્યું કે કઈ રીતે સુષ્મિતાએ તેના વિચાર બદલી દીધા છે કે તે લાઈફમાં શું કરવા ઈચ્છે છે. જ્યારે રોહમનને લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે જ્યારે પણ લગ્ન કરશે ત્યારે તેના ફેન્સને જણાવી દેશે. રોહમન શોલ અને સુષ્મિતા સેન ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તે સુષ્મિતાની દીકરીઓનો ઘણો ક્લોઝ છે અને એક સાથે બધા ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. રોહમન સુષ્મિતાની દીકરીઓના જીવનમાં એક પિતાની ભૂમિકા નિભાવે છે.
રોહમને પોતાનાં લગ્ન પર વાત કરી
સુષ્મિતા સાથે પોતાનાં લગ્નની વાત કરતા તેણે કહ્યું, 'સુષ્મિતા, તેની દીકરીઓ અને હું પહેલેથી જ એક પરિવાર છીએ. ક્યારેક- ક્યારેક હું બાળકો માટે પિતાની જેમ હોઉં છું, તો ક્યારેક-ક્યારેક તેમના માટે એક મિત્ર જેવો થઇ જાવ છું અને ક્યારેક- ક્યારેક અમે ઝઘડીએ છીએ. અમે એક નોર્મલ ફેમિલીની જેમ જ રહીએ છીએ અને અમે તે ઘણું એન્જોય કરીએ છીએ. માટે અમે આ પ્રકારના સવાલ પર ધ્યાન નથી આપતા કે લગ્ન ક્યારે કરવાના છો. જ્યારે લગ્ન થશે ત્યારે અમે છુપાવશું નહીં. અત્યારે તો અમે સુષ્મિતાની વેબ સિરીઝની સક્સેસને એન્જોય કરી રહ્યા છીએ અને આગળ વિચારીશું કે શું થાય છે.'
ફેમસ હોવું રોહમનના વિશ લિસ્ટમાં નથી
રોહમન કહે છે, 'મારા જીવનમાં સુષ્મિતાને મળ્યા બાદ બધું બદલી ગયું. બહારના લોકો તરીકે આપણે સ્ટાર્સના જીવન વિશે ધારણા બાંધીએ છીએ. પણ જ્યારે તમે તેની સાથે રહો છો તો તમે ફીલ કરો છો કે તે ઘણું હાર્ડ વર્ક કરે છે. પર્સનલી જે વસ્તુએ મને બદલી નાખ્યો તે છે કે મેં વસ્તુને ગંભીરતાથી લેવાની શરૂ કરી દીધી અને લાઈફની કદર કરવાની શરૂ કરી દીધી. જ્યારે મેં મોડલિંગ શરૂ કર્યું હતું તો હું એક સ્ટાર બનવા ઈચ્છતો હતો પણ હવે મારા અલગ પ્લાન છે. હું બિઝનેસ કરવા ઈચ્છું છું પણ હાલ માટે હું મોડલિંગ કરવા ઈચ્છું છું કારણકે તેનાથી મને ખુશી મળે છે અને ફેમસ થવું મારા વિશ લિસ્ટમાં નથી રહ્યું.'
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.