તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટરવ્યૂ:રોહિત શેટ્ટી ‘સર્કસ’ પછી ‘ગોલમાલ 5’નું શૂટિંગ શરુ કરશે, ટીમ સાથે ફિલ્મનાં પ્રી-પ્રોડક્શન પર જલ્દી કામ ચાલુ કરશે

4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
તુષાર કપૂરની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ડાયરેક્ટ OTT પર રિલીઝ થઈ હતી
  • પ્રાઈમરી કાસ્ટમાં લાસ્ટ પાર્ટના કલાકારોને જ રિપીટ કરવામાં આવશે
  • આ ફિલ્મની જાહેરાત 2019માં થઈ હતી, પણ કોરોનાને લીધે ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ નથી થયું

ડિરેક્ટર રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે. આ એક હેવી VFX ફિલ્મ છે. ટ્રેડ સર્કલનું કહેવું છે કે રોહિત હવે ‘ગોલમાલ 5’નું શૂટિંગ કરશે. પોતાની ટીમની સાથે તે પ્રી-પ્રોડક્શન પર જલ્દી કામ કરશે. ગોલમાલ 5માં એક્શન ડોઝ વધારે હશે. પ્રાઈમરી કાસ્ટમાં લાસ્ટ પાર્ટના કલાકારોને જ રિપીટ કરવામાં આવશે. જો કે, આ વિશે રોહિત શેટ્ટી તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત દરમિયાન ફિલ્મનાં દરેક પાર્ટમાં હાજર તુષાર કપૂરે ‘ગોલમાલ 5’ વિશે અમુક વાતો શેર કરી છે.

લોકડાઉનને લીધે ફિલ્મ ડિલે થયું
તુષારે હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે. તુષારે કહ્યું, કોરોના ટાઈમે બધું ગડબડ કર્યું. આ ફિલ્મની જાહેરાત 2019માં થઈ હતી. આ વર્ષે તો ફિલ્મ રિલીઝ કરવાનો પ્લાન હતો. લોકડાઉનને લીધે ડિલે થયું. પણ મને વિશ્વાસ છે કે એક દિવસે તો ફિલ્મ રિલીઝ થશે જ. ફિલ્મનું શૂટિંગ ક્યારે ચાલુ થશે અને ક્યારે પૂરું થશે તે વિશે કઈ ખબર નથી. લોકડાઉન પછી કંટાળેલા લોકોને ગોલમાલનીસ સિરીઝ જોવાની મજા પડશે. હાલ બધા સ્ટ્રેસમાં છે. કોરોના મહામારી પૂરી થયા પછી દર્શકોને ખુશ કરતો માહોલ આ ફ્રેન્ચાઈઝીથી મળશે.

વધુમાં તુષારે કહ્યું, ‘ગોલમાલ 5’માં અજય દેવગન પ્રોડ્યુસર છે. જો કે, પ્રોડ્યુસર તરીકે અમારી ક્યારેય વાત થઈ નથી. અમે એકબીજા સાથે બોક્સ ઓફિસ કલેક્શનની ડિસ્કશન કરીએ છીએ કે તે ફિલ્મનો ફ્રાઈડે કેવો રહ્યો, ફિલ્મનું પ્રમોશન કેવું હતું, વગેરે, વગરે.

‘મારીચ’ OTT પર રિલીઝ થશે
તુષાર કપૂરની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ડાયરેક્ટ OTT પર રિલીઝ થઈ હતી. આ વર્ષે પ્રોડ્યુસર તરીકે તે વધુ એક ફિલ્મ થિયેટરને બદલે OTT પર રિલીઝ કરવાનો છે. તે ફિલ્મનું નામ ‘મારીચ’ છે. આ એક મર્ડર મિસ્ટ્રી છે. તેનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. તેમાં નસીરૂદ્દીન શાહ પણ છે. કમર્શિયલ ફિલ્મ હોવા છતાં ડાર્ક છે. OTT પર ક્રાઈમ થ્રિલર લોકોને ગમે છે. ‘લક્ષ્મી બોમ્બ’ પછી હાલ અક્ષય કુમાર કે બીજા કોઈ સાથે વાત થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...