ડ્રગ્સ સાથે જોડાયેલ રિયાની ચેટ સામે આવી:રિયા અને સુશાંતના ઘરે કામ કરનારા લોકો વચ્ચે ડ્રગ્સને લઈને વાતચીત થઇ હતી, એક્ટ્રેસે સેમ્યુઅલ મિરાન્ડાને 'ડૂબી' લાવવા માટે કહ્યું હતું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • EDએ જપ્ત કરેલા રિયાના ફોનની ડિલીટ ચેટને રિકવર કરીને કેસમાં ડ્રગ્સ એન્ગલનો ખુલાસો કર્યો હતો
  • ત્યારબાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રિયા સહિત 5 લોકો પર NDPS એક્ટ હેઠળ કેસ ફાઈલ કર્યો

સુશાંત સિંહના ડેથ કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. EDની તપાસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ વિભાગે પણ તપાસ શરૂ કરી દીધી છે. આ દરમ્યાન રિયાની અન્ય વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટ રિયાએ બનાવેલા એક વોટ્સએપ ગ્રુપની છે. તેમાં સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પીઠાણી, આયુષ શર્મા, આનંદી અને દીપેશ સાવંત પણ મેમ્બર છે.

આ બધા સ્ટફ (ડ્રગ્સ) અને સિગરેટ રોલ કરવાની વાત કરી રહ્યા હતા. તેનાથી ખબર પડે છે કે તેના તાર ડ્રગ્સ સાથે જોડાયેલા હતા. આ ચેટમાં વોટરસ્ટોન રિઝોર્ટની પણ વાત થઇ રહી છે. તેમાં ડ્રગ્સનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. આ ગ્રુપ ચેટ જુલાઈ 2019ની છે.

સામે આવેલી ચેટ્સમાં સુશાંતના ઘરે થનારી પાર્ટીના પ્લાનિંગ સાથે કયા અને કેટલા ડ્રગ્સ લેવા છે તેના પર વાત થઇ રહી હતી. તેમાં એવું પણ લખ્યું હતું કે સુશાંતને શું દેવાનું છે. જોકે, તેમાં સુશાંત ક્યાંયપણ વાત કરતો દેખાયો ન હતો. આ પહેલાં રિયાએ અમુક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે તેણે લાઈફમાં ક્યારેય ડ્રગ્સ નથી લીધા અને તે કોઈપણ ટેસ્ટ કરાવવા તૈયાર છે.

પહેલી ચેટ: તેમાં સિદ્ધાર્થ પીઠાણી, આયુષ શર્મા અને આનંદી છે. તેમાં ડ્રગ્સને લઈને ઘણી લાંબી ચર્ચા કરવામાં આવી રહી છે. રિયાએ લખ્યું, ડૂબી જોઈએ. સુશ માટે ડૂબી મોકલો. સિદ્ધાર્થ પીઠાણીએ કહ્યું, મિરાન્ડા અહીંયા છે. ડૂબી એક પ્રકારની ગાંજાની સિગરેટ હોય છે.

તેમાં ડ્રગ્સ અને વોટરસ્ટોન રિઝોર્ટ બાબતે વાત થઇ રહી છે.
તેમાં ડ્રગ્સ અને વોટરસ્ટોન રિઝોર્ટ બાબતે વાત થઇ રહી છે.

આ ચેટમાં અન્ય એક વ્યક્તિએ લખ્યું છે, વોટરસ્ટોનનું જે દિવસનું બુકિંગ કર્યું હતું તે કેન્સલ થઇ ગયું છે. રિયા તે વ્યક્તિને કહે છે કે લિફ્ટનો દરવાજો લોક કરી દેજે. આ ચેટમાં રિયાનો ભાઈ શોવિક પણ છે.

બીજી ચેટ: આ સેમ્યુઅલ મિરાન્ડાની ચેટ છે. તેમાં એક વ્યક્તિ કહે છે, અશોકને કોલ કરો. તેના જવાબમાં મિરાન્ડા કહે છે, સ્ટફ માટે ને? તેના જવાબમાં કોઈ પૂછે છે, આપણી પાસે હવે નથી જેના પર મિરાન્ડા કહે છે, ઓકે ઠીક. સામેથી કોઈ સિદ્ધાર્થને કહે છે, માત્ર એક ડૂબી બચી છે. આગળ સિદ્ધાર્થ કહે છે, અશોક કોના હવાલે કહી રહ્યો છે કે તે મેનેજ કરી દેશે. આ બાબતે સામે વાળો માણસ કહે છે કે મેં તેને આજે લાવવા માટે કહ્યું છે. ત્યારબાદ સિધાર્થ અશોકને કોલ કરવાની વાત કરે છે.

આમાં ડ્રગ્સ પૂરા થઇ ગયા હોવાની વાત કરવામાં આવી રહી છે
આમાં ડ્રગ્સ પૂરા થઇ ગયા હોવાની વાત કરવામાં આવી રહી છે

ત્રીજી ચેટ: સેમ્યુઅલ મિરાન્ડા આ ગ્રુપમાં ડ્રગનો ફોટો શેર કરે છે.

સેમ્યુઅલ મિરાન્ડાએ શેર કરેલ ફોટો
સેમ્યુઅલ મિરાન્ડાએ શેર કરેલ ફોટો

સુશાંતની બહેને પણ ચેટના ફોટો શેર કર્યા
આ ચેટને સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટર પર શેર કરી છે. તેણે ચેટના સ્ક્રીનશોટ શેર કરી લખ્યું કે, આ શું ચાલી રહ્યું હતું? સુશાંત સિંહ રાજપૂતના ગુનેગારોને અરેસ્ટ કરો.

અન્ય સમાચારો પણ છે...