મેમરીઝ:ઓનસ્ક્રીન રોમેન્સનું મેજિક ફેલાવનાર રિશી કપૂરે 50 વર્ષના ફિલ્મી કરિયરમાં 92 રોમેન્ટિક ફિલ્મ્સ કરી હતી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોબી ફિલ્મ - રિશી કપૂર (20 વર્ષ), ડિમ્પલ કાપડિયા (17 વર્ષ) - Divya Bhaskar
બોબી ફિલ્મ - રિશી કપૂર (20 વર્ષ), ડિમ્પલ કાપડિયા (17 વર્ષ)

રિશી કપૂરનું 67 વર્ષની વયે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. 2018માં તેમને કેન્સર થયું હતું. ઈલાજ માટે અમેરિકા 11 મહિના રહ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યા હતા. ભારત પરત ફર્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં ફરી એક્ટિંગ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે તેમની કમબેક ફિલ્મ શર્માજી નમકીનના અમુક સીન્સ ફેબ્રુઆરીમાં શૂટ કર્યા હતા. શૂટીંગ દિલ્હીમાં થયું હતું. આ સિવાય તેઓ દીપિકા પાદુકોણ સાથે હોલિવૂડ ફિલ્મ ધ ઇન્ટર્નની રિમેકમાં પણ કામ કરવાના હતા પણ તે પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.  

ધ બોડી - લાસ્ટ ફિલ્મ 
ઇમરાન હાશ્મી અને શોભિતા ધૂલિપાલા સ્ટારર ધ બોડી ફિલ્મ રિશી કપૂરની લાસ્ટ ફિલ્મ સાબિત થઇ. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં રિશીએ એસપી જયરાજ રાવલનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય 2019માં તેમની એક ફિલ્મ જુઠા કહીં કા પણ રિલીઝ થઇ હતી જેમાં તેમણે કુમાર પાંડે નામના વ્યક્તિનો રોલ પ્લે કર્યો હતો.

ધ બોડી ફિલ્મ
ધ બોડી ફિલ્મ

121 ફિલ્મોમાં કામ કર્યું 
50 વર્ષના ફિલ્મી કરિયરમાં રિશીએ અંદાજે 121 ફિલ્મોમાં કામ કર્યું. 1970ની મેરા નામ જોકર ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું જેના માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો. લીડ એક્ટર તરીકે ડેબ્યુ ફિલ્મ બોબી (1973) હતી જેમાં તેઓ ડિમ્પલ કાપડિયા સાથે કાસ્ટ થયા હતા. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટર અવોર્ડ (1974) મળ્યો હતો. રિશી કપૂરની ઇમેજ એક રોમેન્ટિક હીરો તરીકેની હતી. લોકોને તેમનો આ અંદાજ ઘણો ગમ્યો પણ હતો. આ જ કારણે 1973થી 2000 વચ્ચે રિશીએ 92 રોમેન્ટિક ફિલ્મ્સમાં કામ કર્યું જેમાં 36 ફિલ્મ્સ સુપરહિટ રહી. તેમાં કર્ઝ, દીવાના, ચાંદની, સાગર, અમર અકબર એન્થની, હમ કિસીસે કમ નહીં, પ્રેમ રોગ, હીના જેવી ફિલ્મ્સ હતી.  

મેરા નામ જોકર ફિલ્મ
મેરા નામ જોકર ફિલ્મ

નીતુ સાથે 12 ફિલ્મ્સ કરી 
રિશી કપૂર અને નીતુ સિંહની જોડી લોકો ઘણી પસંદ કરતા હતા. બંનેએ લગભગ 12 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. તેમાં ખેલ ખેલ મેં (1975), કભી કભી (1976), અમર અકબર એન્થની (1977), દુનિયા મેરી જેબ મેં (1979) અને પતિ પત્ની ઔર વો (1978- ગેસ્ટ અપિઅરન્સ) ફિલ્મ્સ હિટ રહી હતી. જ્યારે ઝહરીલા ઇન્સાન (1974), ઝિંદા દિલ (1975), દૂસરા આદમી (1977), અનજાને મેં (1978), જુઠા કહીં કા (1979), ધન દૌલત (1980), દો દૂની ચાર (2010), બેશરમ (2013) ફ્લોપ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...