તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોપ સ્ટાર રિહાના ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે રિહાના ખેડૂત આંદોલનને કારણે નહીં, પરંતુ પોતાની ટોપલેસ તસવીરને કારણે ચર્ચામાં છે. રિહાનાએ ટોપલેસ થઈને ગળામાં ભગવાન ગણેશનું પેન્ડેન્ટ પહેર્યું છે. આ કારણે રિહાના ટ્રોલર્સના નિશાને આવી છે. ભાજપ નેતા રામ કદમે પણ રિહાનાની આ હરકત પર આક્રોશ વ્યક્ત કર્યો છે.
લોન્જરી બ્રાન્ડ માટે શૂટ કરાવ્યું
રિહાનાએ લોન્જરી બ્રાન્ડ માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. ટોપલેસ થઈને રિહાનાએ જ્વેલરી પહેરી છે. ગળામાં ભગવાન ગણેશનું પેન્ડેન્ટ લટકે છે. રિહાનાએ પર્પલ રંગનું બોટમ પહેર્યું છે.
રિહાનાની ટોપલેસ પોસ્ટ પર વિશ્વ હિંદુ પરિષદે ટ્વિટર-ફેસબુકના CEO વિરુદ્ધ ફરિયાદ કરી
વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ન્યૂઝ એજન્સી 'IANS' સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'હિંદુ વિરોધી ગતિવિધિઓ માટે ટ્વિટર-ફેસબુક જેવા સો.મીડિયા એક માધ્યમ બની ગયું છે. હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડનાર ટ્વિટર તથા ફેસબુક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ જ કારણે અમે આ બંને માધ્યમના CEO વિરુદ્ધ દિલ્હી તથા મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી છે. IT મિનિસ્ટ્રીને પણ કાર્યવાહી કરવાની અપીલ કરી છે. રિહાનાની પોસ્ટ હટાવાવની માગણી ટ્વિટર સમક્ષ કરવામાં આવી છે.'
વધુમાં તેમણે કહ્યું હતું, 'ભારતમાં કમાણી કરનાર ટ્વિટર તથા ફેસબુક જેવા પ્લેટફોર્મ જો હિંદુ વિરોધી ગતિ વિધિઓ બંધ નહીં કરે તો સંગઠન બહિષ્કારનું અભિયાન ચલાવશે. ભારત એ દેશોમાં સામેલ છે, જ્યાં સૌથી વધારે યુઝર્સ છે.'
શું કહ્યું રામ કદમે?
ભાજપ પ્રવક્તા રામ કદમે સો.મીડિયામાં પોસ્ટ કરીને રિહાનાની તસવીર પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે પોસ્ટમાં કહ્યું હતું, 'રિહાનાએ જે રીતે આપણાં હિંદુ દેવતા ભગવાન ગણેશની મજાક ઉડાવી છે, તે ઘણી જ ખરાબ છે. આ સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ અંગે રિહાનાને કંઈ પણ ખબર નથી અને તેના પ્રત્યે કોઈ સન્માન નથી. આશા છે કે હવે તો રાહુલ ગાંધી તથા અન્ય કોંગ્રેસ લીડર્સ તેની મદદ લેવાનું બંધ કરશે.' અન્ય એક પોસ્ટમાં રામ કદમે કહ્યું હતું, 'ષડયંત્ર હેઠળ રિહાનાએ નગ્ન અવસ્થામાં ભગવાન ગણેશજીનું પેન્ડેન્ટ પહેરીને દેવતાઓનું અપમાન કર્યું છે. શું હજી પણ કોંગ્રેસ રિહાનાનું સમર્થન કરશે કે વિરોધ?'
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે શું કહ્યું?
રિહાનાની તસવીર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું, 'મેં જોઈ નથી પરંતુ ભારતમાં સનાતન ધર્મ બહુ જ સહિષ્ણુ છે. બહુ જ ધૈર્યવાન છે. જેનો ખોટો ફાયદો ફિલ્મ બનાવનાર, એડ બનાવનારા, ટુકડે ટુકડે ગેંગવાળા જે મનમાં આવે તે આપણાં દેવી દેવતાઓ પર કટાક્ષ કરે છે. જોકે, ક્યારેક બીજા ધર્મનું કોઈ ચિત્ર કે સ્કેચ બનાવવામાં આવે તો આખી દુનિયામાં ખળભળાટ મચી જાય છે. આ આપણી ધીરજની પરીક્ષા છે. આ આપણી ધીરજ છે, પરંતુ કહેવાય છે કે ને કે અતિ સર્વત્ર વર્જિત. હવે ધીરજની પરીક્ષા લેવી જોઈએ નહીં, કારણ કે અતિ સર્વત્ર વર્જિત (અતિરેક હંમેશાં નુકસાનદાયક હોય છે)'
સો.મીડિયામાં ટ્રોલ થઈ
રિહાના ટોપલેસ તસવીર તથા ગણેશજીના પેન્ડેન્ટને કારણે સો.મીડિયામાં ટ્રોલ થઈ છે. યુઝર્સ રિહાનાને બેફામ ગાળો આપી રહ્યાં છે. એક યુઝરે કહ્યું હતું, 'તારે આવું કરવું જોઈતું નહોતું.' તો અન્ય એક યુઝરે લખ્યું હતું, 'હું પણ એક મુસ્લિમ છું, પરંતુ તો પણ કહીશ કે તારે આવું કરવું જોઈએ નહીં.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'રિહાના સુંદરતા માટે અમારા ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરો. ચેનના અંતે ગણેશની મૂર્તિ. (આ હિંદુઓ માટે પ્રવિત્ર આકૃતિ છે)' બીજા એકે કહ્યું હતું, 'આ ઘણું જ અપમાનજનક છે. અમારો ધર્મ તારી સુંદરતા માટે નથી.' અન્યે કમેન્ટ કરી હતી, 'ગણેશજીને આ રીતે પહેરવા ઘણું જ અપમાનજનક છે. મારા પહેલાં આરાધ્ય તથા દર વર્ષે ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરનારા કરોડો લોકોની આસ્થા. રિરી તે મને તથા અન્ય લોકોને નિરાશ કર્યા છે.'
રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં પોસ્ટ કરી હતી
રિહાનાએ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન કરતી પોસ્ટ શૅર કરી હતી. રિહાનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આપણે આ અંગે કેમ વાત કરતા નથી?' રિહાનાએ આ પોસ્ટ સાથે એક લિંક શૅર કરી હતી. આ ન્યૂઝમાં પોલીસ સાથે અથડામણ થયા બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરી હોવાનો ઉલ્લેખ હતો. રિહાના પછી ઘણાં ઈન્ટરનેશનલ સેલેબ્સે ખેડૂત આંદોલન મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ ભારતીય સેલેબ્સે ખેડૂત આંદોલન ભારતની આંતરિક બાબત હોવાનું કહ્યું હતું. કંગનાએ રિહાનાને મૂર્ખ કહી હતી.
આ પહેલાં રિહાનાએ પોતાના વર્ચ્યુઅલ રનવે શો 'સેવેઝ એક્સ ફેન્ટી'માં પોતાનું લોન્જરી કલેક્શન બતાવતા સમયે મ્યૂઝિક પ્રોડ્યૂસર કૂકૂ ક્લોએના ગીત 'ડૂમ'નો ઉપયોગ કર્યો હતો, જેમાં મુસ્લિમની હદીસ એટલે કે એ વાતો હતી, જેના માધ્યમથી પેગમ્બર સાહેબે ઈસ્લામી સંસ્કૃતિના રીત રિવાજ તથા નિયમો જણાવ્યા હાત. અનેક સો.મીડિયા યુઝર્સે વિરોધ કર્યો હતો. અંતે, રિહાનાએ આ મુદ્દે માફી માગી હતી.
એક પોસ્ટ અને 18 કરોડની કમાણીનો દાવો
ધ પ્રિન્ટના અહેવાલ પ્રમાણે, સ્કાઇરોકેટ નામની એક PR ફર્મે પોપ સ્ટાર રિહાનાને ખેડૂત આંદોલનના સમર્થનમાં પોસ્ટ કરવા માટે અઢી મિલિયન ડોલરની રકમ આપી હતી. ભારતીય ચલણ પ્રમાણે 18 કરોડ રૂપિયા થાય છે, એટલે કે ખેડૂતના સમર્થનમાં માત્ર એક પોસ્ટ કરવાના રિહાનાને 18 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. સૂત્રોએ ધ પ્રિન્ટને એ પણ જણાવ્યું હતું કે પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને આપવામાં આવેલી ટૂલકિટ તેને સ્પૂન ફીડિંગ કરવા માટે આપવામાં આવી હતી અને આવું દેશમાં મોટા પાયે અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું હતું. PR કંપનીઓમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરનારા ધાલીવાલ, મરીના પેટરસન, કેનેડામાં વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશનનાં ડિરેક્ટર અનીતા લાલ અને કેનેડિયન સાંસદ જગમીતસિંહ જેવી વ્યક્તિઓ આમાં સામેલ છે.
કોણ છે રિહાના?
રિહાનાનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના બારબાડોસના સેન્ટ માઈકલમાં થયો. તેનું સાચું નામ રોબિન રિહાના ફેન્ટી છે. રિહાના પોતાના પહેલા આલ્બમ મ્યુઝિક ઓફ ધન સન અને અ ગર્લ લાઈક મીએ વર્ષ 2005માં રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે તે માત્ર 17 વર્ષની જ હતી. રિહાના નાનપણથી જ મેડોના, બોબ મારલે અને જેનેટ જેક્શન જેવા સ્ટાર્સની મોટી ફેન હતી. માત્ર 12 વર્ષના કરિયરમાં રિહાનાને 8 ગ્રેમી અવૉર્ડ અને 14 બિલબોર્ડ મ્યુઝિક અવૉર્ડ્સ મળ્યા છે. 2019માં ફોર્બ્સે રિહાનાને સૌથી પૈસાદાર મ્યૂઝિશિયન ગણાવી હતી. ફોર્બ્સ મુજબ રિહાનાની કુલ સંપત્તિ 600 મિલિયન ડોલર એટલે કે લગભગ 4400 કરોડ રૂપિયા છે. રિહાનાએ માર્ચ 2020માં કોવિડ-19થી બચવા માટે 50 લાખ ડોલર એટલે કે લગભગ 36 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ ઉપરાંત તેમની સંસ્થાએ પણ ઘણી મદદ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.