તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેમરી:દિવાળી પર રિધ્ધિમા કપૂરને પિતા રિશી કપૂરની યાદ આવી, દિવાળી સેલિબ્રેશનના જુના ફોટો શેર કરી લખ્યું- 'મિસ યુ પાપા'

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

લેજન્ડ એક્ટર રિશી કપૂર 31 એપ્રિલે દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. એક્ટરની દીકરી રિધ્ધિમા કપૂર તેમની ઘણી ક્લોઝ હતી જેને કારણે તે ઘણીવાર પિતાના અમુક યાદગાર ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દિવાળીના ખાસ અવસર પર જ્યાં આખો દેશ સેલિબ્રેશન કરી રહ્યો છે ત્યાં દીકરીને પિતાની ગેરહાજરી સતાવી રહી છે.

રિદ્ધિમા કપૂર સાહની પિતાના મૃત્યુ બાદ માતા નીતુ કપૂર અને ભાઈ રણબીર કપૂર સાથે મુંબઈમાં હતી. દિવાળીના થોડા દિવસ પહેલાં જ તે તેના ઘર દિલ્હી પરત ફરી છે. આ વર્ષે દિવાળી પર પિતા નથી એટલે તેણે ગયા વર્ષના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે. તેણે લખ્યું છે કે, 'ગયા વર્ષની યાદ. દિવાળી 2019. મિસ યુ પાપા.

તેની સ્ટોરીના ફોટોમાં રિશી કપૂર અને નીતુ કપૂર દીકરી સાથે પોઝ આપી રહ્યા છે. આ સિવાય રિધ્ધિમાએ નાના રિશીના ખોળામાં બેઠેલી તેની દીકરી સમારાનો ફોટો પણ શેર કર્યો છે. આ સાથે તેણે તૂટેલા દિલનું ઈમોજી પણ મૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો