તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇનસાઇડ સ્ટોરી:મેડમ ચીફ મિનિસ્ટર, 20 વાર થયું લુક ટ્રાયલ, વાળ કપાવતી તો લગ્નમાં 'તેરે નામ'ની રાધે લાગતી રિચા ચઢ્ઢા માટે વિગ પહેરી

15 દિવસ પહેલા

રિચા ચઢ્ઢાની ફિલ્મ 'મેડમ ચીફ મિનિસ્ટર'નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. ત્યારબાદથી જ રિચાનો લુક ઘણો ચર્ચામાં છે. ફિલ્મમાં તેના માટે અલગ પ્રકારનો લુક ડિઝાઇન કરવામાં આવ્યો હતો. મશરૂમ કટવાળા આ લુકને ફાઇનલ કરતા પહેલાં ડિરેક્ટર સુભાષ કપૂરે રિચા પર અંદાજે 20 અલગ- અલગ લુક ટ્રાય કર્યા. તે રિચાના વાળ કટ કરાવવા ઇચ્છતા ન હતા પણ ફિલ્મ ફાઇનલ થયાના એક અઠવાડિયા પછી જ રિચા- અલીની લગ્નની ડેટ ફિક્સ થઇ ગઈ હતી.

ડિરેક્ટરે વિગની સલાહ આપી
ત્યારબાદ રિચાને લાગ્યું કે જો તે તેના વાળ કપાવી લેતી તો લગ્ન દરમ્યાન તે મશરૂમ કટમાં નજર આવશે. અથવા તો હેર સ્ટાઇલ સલમાન ખાનની ફિલ્મ 'તેરે નામ'ની રાધે જેવી લાગતી. પોતાના લગ્નમાં તો તે એવી દેખાવા ઇચ્છતી ન હતી. ત્યારબાદ ડિરેક્ટરે રિચાને વિગ પહેરવાનો આઈડિયા આપ્યો. આ રીતે તેનો લુક ફાઇનલ થયો.

પરંતુ લગ્ન અને ફિલ્મની રિલીઝ ટળી ગઈ
જોકે આ સ્ટોરી ત્યારની છે જ્યારે એપ્રિલ 2020માં રિચા- અલીના લગ્ન થવાના હતા. કોરોના વાઇરસને કારણે માર્ચ 2020થી દેશભરમાં લોકડાઉન લાગી ગયું હતું. આવામાં ન તો લગ્ન થયા ન ફિલ્મ રિલીઝ થઇ. વર્ષ વીતી ગયું છે અને લોકડાઉન ખતમ થયા બાદ જીવન પાટે આવી ગયું છે. રિચાની આ ફિલ્મ પણ 22 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

આવી છે ફિલ્મની સ્ટોરી
આ ફિલ્મ એક એવી છોકરીની સ્ટોરી છે જે દલિત સમાજથી છે અને સંઘર્ષો બાદ મુખ્યમંત્રી બને છે. મેડમ ચીફ મિનિસ્ટર એક એવી છોકરી છે જે ન કોઈ સામે નમે છે અને કોઈ બીજાના દબાણમાં વિશ્વાસ નથી રાખતી. પણ પોતાના કામના દમ પર તે સત્તાના સૌથી ઊંચા શિખર પર પહોંચે છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા સિવાય માનવ કૌલ અને સૌરભ શુક્લા પણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser