ગલવાન પોસ્ટને કારણે રિચા ચઢ્ઢાની મુશ્કેલી વધી:યુઝર્સે 'ફુકરે 3'નો બોયકૉટ કરવાની માગણી કરી, કહ્યું- શરમ કર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિચા ચઢ્ઢાએ ઇન્ડિયન આર્મી અંગે નિવેદન આપ્યું હતું અને તેને કારણે તે વિવાદમાં છે. રિચાની આ પોસ્ટને કારણે ટ્રોલ કરવામાં આવી છે. આ દરમિયાન સો.મીડિયામાં 'બોયકૉટ ફુકરે 3' ટ્રેન્ડ થયું છે. રિચાએ વિવાદ બાદ માફી માગી લીધી હતી.

'ફુકરે 3' પર ચાહકોનો ગુસ્સો
રિચાએ માફી માગ્યા બાદ પણ સો.મીડિયામાં 'બોયકૉટ ફુકરે 3'નો ટ્રેડ શરૂ થયો છે. એક યુઝરે કહ્યું હતું, 'ફુકરે 3'ની રાહ જોઉં છું અને ફ્લોપ એક્ટ્રેસનો બોયકૉટ કરી શકું. આપણી આર્મીને પણ માન આપતી નથી.' અન્ય એકે કહ્યું હતું, 'આપણી ઇન્ડિયન આર્મી સામે તમારા જેવા લોકો કંઈ પણ નથી. તમારા જેવા લોકો પૈસા માટે કંઈ પણ કરી શકે છે. તમારી પર શરમ કરો.' ત્રીજા એકે કહ્યું હતું, 'બોયકૉટ ચાલુ રહેશે, હવે 'ફુકરે 3.' ઇન્ડિયન આર્મીનું અપમાન કરવા બદલ સજા મળવી જોઈએ. બોલિવૂડ આપણું કલ્ચર ભૂલ ગયું છું. બોયકૉટ જરૂરી છે.'

રિચાની આ પોસ્ટ અંગે વિવાદ થયો હતો
ઇન્ડિયા આર્મીના લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું, 'સરકાર આદેશ આપે તો અમે પાકિસ્તાન હસ્તક કાશ્મીર (PoK)ને પરત લેવા તૈયાર છીએ.' આ પોસ્ટ પર રિપ્લાય આપતા બોલિવૂડ એક્ટ્રેસ રિચાએ વિવાદિત જવાબ આપતા કહ્યું હતું, 'Galwan Says hi.' રિચા આ જવાબથી સો.મીડિયામાં ટ્રોલ થઈ હતી.

FWICE એ રિચાએ પર કાર્યવાહીની માગણી કરી
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી છે કે તે રિચા કેસમાં યોગ્ય કાર્યવાહી કરે. FWICEએ કહ્યું હતું કે રિચાની આ પોસ્ટ બેજવાબદાર હતી. તેઓ રિચાને બિનશરતી માફી માગવાની અપીલ કરે છે અને ઈચ્છે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સામે આવીને રિચાના આ વર્તન વિરુદ્ધ એક્શન લે. આટુલં જ નહીં ફિલ્મમેકર અશોક પંડિતે રિચા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી છે.

સેલેબ્સ તથા રાજકારણીઓએ રિચાનો વિરોધ કર્યો
રિચાની આ પોસ્ટ અંગે અનેક બોલિવૂડ સેલેબ્સે વિરોધ નોંધાવ્યો હતો. એક્ટર અક્ષય કુમારે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ જોઈને ઘણું જ દુઃખ થયું. આપણે ક્યારેય દેશની સેના પ્રત્યે આ રીતની વાતો કરવી જોઈએ નહીં. તે છે તો આપણે છીએ.'

અનુપમ ખેરે કહ્યું હતું, 'દેશ વિશે ખરાબ વાતો કરીને કેટલાક લોકોની વચ્ચે લોકપ્રિય થવાનો પ્રયાસ કરવો કાયર તથા નાના લોકોનું કામ છે. સેનાના સન્માનને દાવ પર લગાવવું એ શરમજનક છે.'

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું, 'મને આ વાત સાંભળીને સહેજ પણ નવાઈ લાગી નથી. તે વાસ્તવમાં ભારત વિરોધી ફિલ કરે છે. દિલની વાત મોં પર આવી જ જાય છે.' સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું, 'જેમણે દેશની સેવામાં પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આ રીતના નિવેદનો આવા પરિવારને ઠેસ પહોંચાડે છે. આ નિવેદન આપ્યા બાદ સમજી વિચારીને માફી માગવાનો ઢોંગ કરવામાં આવે છે. આ ઢોંગ બંધ થાય તો સારું.'

કેકે મેનને કહ્યું હતું, 'આપણી સેનાના લોકો આપણી સુરક્ષા માટે જીવ આપી દેતા હોય છે. આપણે તેમના પ્રત્યે નિષ્ઠા તથા દિલમાં પ્રેમ તો રાખી શકીએ. જય હિંદ. વંદે માતરમ.'

પ્રકાશ રાજે કહ્યું હતું, 'અક્ષય કુમાર તારા પાસેથી આવી અપેક્ષા નહોતી. રિચા ચઢ્ઢા તારા કરતાં અમારા દેશની વધુ છે.' અન્ય એક પોસ્ટમાં પ્રકાશે કહ્યું હતું, 'હા, અમે રિચાની સાથે છીએ. અમને ખ્યાલ છે કે તારા કહેવાનો અર્થ શું હતો.'