અલી-રિચાના પ્રી વેડિંગ ફંક્શન:વરરાજા ને દુલ્હન એકબીજામાં ખોવાયેલાં જોવા મળ્યાં, કોકટેલ પાર્ટીમાં ધમાકેદાર ડાન્સ કર્યો

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ સ્ટાર કપલ અલી ફઝલ તથા રિચા ચઢ્ઢા ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં લગ્ન કરવાનાં છે. તેમનાં પ્રી વેડિંગ ફંક્શન દિલ્હીમાં થયાં હતાં, જેમાં મેંદી-સંગીત તથા કોકેટલ પાર્ટી સામેલ હતી. હવે તેઓ લખનઉ ગયાં છે. ત્રણ ઓક્ટોબરના રોજ તેઓ મુંબઈ પરત ફરશે. અહીંયાં લગ્ન તથા ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે.

કોકટેલ પાર્ટીમાં 300થી વધુ મહેમાનો આવ્યા
અલી તથા રિચાની કોકટેલ પાર્ટીમાં 300થી વધુ મહેમાનો આવ્યા હતા. પાર્ટીમાં દિલ્હીનું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ જેમ કે વિવિધ ચાટ, દહીં ભલ્લે તથા અન્ય વાનગીઓ હતી. પાર્ટીમાં રિચાએ કસ્ટમ મેડ સાડી પહેરી હતી. આ સાડીમાં તેઓ ક્યારે મળ્યાં અને કઈ કઈ ફિલ્મમાં સાથે કામ કર્યું તે વાત લખવામાં આવી હતી. રિચાએ બિકાનેરી જ્વેલરની જ્વેલરી પહેરી હતી. અલી શેરવાનીમાં હતો.

પાર્ટીમાં ડાન્સ કર્યો
અલીએ પાર્ટીમાં બહેનની સાથે 'સુબહ હોને ના દે...' ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. રિચાએ પોતાની મેંદીમાં R તથા Aને મિક્સ કરીને ખાસ ડિઝાઇન બનાવી હતી.

રિચા-અલીની લવ સ્ટોરી
રિચા તથા અલી 2012માં 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન મળ્યાં હતાં. હવે બંને 'ફુકરે 3'માં સાથે જોવા મળશે. સાત વર્ષના ડેટિંગ બાદ અલીએ રિચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંને 2020માં લગ્ન કરવાનાં હતાં, પરંતુ કોરોનાને કારણે આ શક્ય બન્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...