તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત સુસાઈડ કેસ:ED રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધી રહી છે, ભાઈ શોવિકની બે કલાક સુધી પૂછપરછ કરી, સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિને પણ બોલાવી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ED રિયા ચક્રવર્તીની મુંબઈ સ્થિત ઓફિસમાં પૂછપરછ કરે છે. રિયા પોતાના ભાઈ શોવિક ચક્રવર્તી તથા પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીની સાથે સવારે 11.30 વાગે EDની ઓફિસ આવી હતી. શોવિકની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલાં રિયાએ ED પૂછપરછ ના કરે તેવી અપીલ કરી હતી. જોકે, EDએ આ અપીલ ઠુકરાવી દીધી હતી. રિયા પર સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા પોતાની કંપનીમાં રોકાણ કર્યું હોવાનો આક્ષેપ છે. ED સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની આવતીકાલે (આઠ ઓગસ્ટ) પૂછપરછ કરશે.

EDએ અપીલ ઠુકરાવી
EDએ રિયાને વ્હોટ્સએપ પર સમન પાઠવ્યું હતું. એક્ટ્રેસે EDને ઈમેલથી જવાબ આપ્યો હતો. રિયાએ ઈમેલમાં એમ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી ED પૂછપરછ ના કરે. જોકે, EDએ રિયાની અપીલ ઠુકરાવી દીધી છે. હવે રિયાએ આજે ED સમક્ષ હાજર થવું પડશે.

ED રિયાને આ સવાલો પૂછી શકે છે
1. તમારા પરિવારના લોકોનો વ્યવસાય શું છે? તમારી તથા તમારા પરિવારની સોર્સ ઓફ ઈનકમ શું છે, આવક કેટલી છે?
2. તમે કેટલી કંપનીઓમાં ડિરેક્ટર છો અને તમારા પરિવારનો આ કંપનીઓમાં કોઈ ભાગ છે?
3. તમારી કંપનીઓનું ટર્ન ઓવર તથા ફિલ્મની કમાણી કેટલી છે?
4. બેંક ખાતાની ડિટેલ્સ તથા બેંક ખાતામાં કેટલા રૂપિયા છે?
5. તમારા નામ પર કેટલી સંપત્તિ છે? આ સંપત્તિ ક્યાં છે અને આ સંપત્તિ સુશાંત સિંહ રાજપૂતના પૈસાથી લેવામાં આવી હતી?
6. તમે સુશાંતની તમામ આર્થિક બાબતોનું દેખરેખ રાખતા હતા કે તેમાંથી કેટલાંક પૈસા મેનેજ કરતા હતા? કોઈ ફાઈનાન્શિયલ ફર્મ કે CAની મદદ લેવામાં આવી હતી?
7. તમે કયા હકથી સુશાંતના ખાતાઓને ઓપરેટ કરતાં હતાં? સુશાંતે લેખિત કે મૌખિક રીતે તમને ખાતા ઓપરેટ કરવાની મંજૂરી આપી હતી?

સુશાંતની બહેનની ટ્વીટ

BMCએ વિનય તિવારીને મુક્ત કર્યા
સુશાંત સુસાઈડ કેસમાં મુંબઈ ગયેલા પટનાના SP વિનય તિવારીને BMCએ ક્વૉરન્ટીનમાંથી મુક્ત કર્યા છે. તેઓ આજે (સાત ઓગસ્ટ) પટના જઈ શકે છે. BMCએ રવિવાર (બીજી ઓગસ્ટ)ના રોજ વિનય તિવારીને જોગેશ્વરીના એક ગેસ્ટ હાઉસમાં ક્વૉરન્ટીન કર્યા હતા. તેમના હાથ પર ક્વૉરન્ટીનનો સ્ટેમ્પ મારવામાં આવ્યો હતો. BMCએ કહ્યું હતું કે લૉકડાઉનના નિયમોનું પાલન કરીને હવે વિનય તિવારી લોકોની પૂછપરછ કરી શકે છે. જોકે, હવે આ કેસની તપાસ CBI કરવાની હોવાથી વિનય તિવારી કોઈ પણ વ્યક્તિની પૂછપરછ કરશે નહીં.

ED આજે સુશાંતની મેનેજરને પણ બોલાવી
EDએ સુશાંત સિંહ રાજપૂતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીને સમન્સ પાઠવ્યું હતું. તેને આજે એટલે કે સાત ઓગસ્ટના રોજ ED સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાનું હતું.

CBIએ કેસ ફાઈલ કર્યો
CBIએ સુશાંત કેસમાં ટોટલ સાત લોકો વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે, જેમાં રિયા ચક્રવર્તીના પેરેન્ટ્સ, ભાઈ સામેલ છે. આ ઉપરાંત બિઝનેસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, પર્સનલ મેનેજર શ્રુતિ મોદી તથા અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...