તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રગ્સ કેસ:રિયા ફરી એકવાર ભાઈ શોવિક સાથે NCB ઓફિસની બહાર જોવા મળી, ગયા વર્ષે જામીન મળ્યાં હતાં

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિયા ચક્રવર્તી તથા તેનો ભાઈ શોવિક સોમવાર, 5 એપ્રિલના રોજ ફરી એકવાર નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સામે આવેલા ડ્રગ્સ એન્ગલમાં રિયા તથા શોવિકનું નામ સામે આવ્યું હતું. પછી ડ્રગ્સ કેસમાં NCBની પૂછપરછ બાદ ગયા વર્ષે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. રિયાને એક મહિને તથા શોવિકને ત્રણ મહિના બાદ જામીન મળ્યાં હતાં.

દર મહિને NCBની ઓફિસ હાજરી પૂરવા આવે છે

વાઈરલ તસવીરમાં રિયા ચક્રવર્તી સિમ્પલ સલવાર સૂટમાં જોવા મળે છે. તો શૌવિક જીન્સ તથા ટી શર્ટમાં છે. બંનેએ માસ્ક પહેર્યો છે. રિયા તથા શૌવિકે દર મહિનાના પહેલા સોમવારે NCBની ઓફિસમાં હાજરી પૂરાવાની હોય છે.

રિયા 'ચેહરે'માં અમિતાભ-ઈમરાન સાથે જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો રિયા અપકમિંગ ફિલ્મ 'ચેહરે'માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મી છે. આ ફિલ્મ 9 એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે, કોરોના કેસ વધતા ફિલ્મ રિલીઝ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો