રિયાનો ખુલાસો:'હા, સુશાંત નિયમિત રીતે ગાંજો લેતો હતો, મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો'

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBI કરી રહી છે. CBI રિયાની પૂછપરછ કરે તે પહેલાં એક્ટ્રેસ ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપીને ચર્ચામાં આવી હતી. રિયાએ NDTV તથા આજ તકને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં રિયાએ દાવો કર્યો છે કે સુશાંત ગાંજો લેતો હતો.

સુશાંત ગાંજો લેતો હતોઃ રિયા
રિયાએ NDTVને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, મેં મારા જીવનમાં ક્યારેય ડ્રગ્સ લીધું નથી. સુશાંત સિંહ રાજપૂત ગાંજો લેતો હતો અને મેં તેને રોકવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. હું બ્લડ ટેસ્ટ માટે પણ તૈયાર છું. મેં મારા જીવનમાં ક્યારેય ડ્રગ ડીલર સાથે વાત કરી નથી. અત્યારે હું જે પણ કહીશ તેને ખોટું જ સમજવામાં આવશે.

'કેદારનાથ' સમયે સુશાંત ડ્રગ્સ લેતો હતો
રિયાએ આજ તકને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, દુર્ભાગ્યથી કોઈના અવસાન બાદ આપણે તેના દોષ અંગે વાત કરવી પડી છે. જોકે, મારી પાસે હાલમાં કોઈ વિકલ્પ નથી. હા, સુશાંત ગાંજાનો નશો કરતો હતો. તે નિયમિત રીતે લેતો હતો. મને મળ્યો તે પહેલેથી તે પીતો હતો. 'કેદારનાથ'નું શૂટિંગ શરૂ થયું ત્યારે તે વધુ માત્રામાં લેતો હતો અને તે પહેલેથી તેણે ગાંજો પીવાનું શરૂ કર્યું હતું. હું તેને કંટ્રોલ કરવાનો ઘણો જ પ્રયાસ કરતી હતી પરંતુ તે પોતાની રીતે જીવન જીવવા માગતો હતો. તેને જે કરવું હોય તે જ તે કરતો હતો. તેને કોઈ રોકી શકતું નહીં. તેને ધુમ્રપાન કરવું હોય તો તે કરીને જ રહેતો. હું તેને માત્ર આ એક જ બાબતમાં રોકવાનો પ્રયાસ કરતી હતી.

ગૌરવ-રિયાની ત્રણ ચેટ સામે આવી હતી
પહેલી ચેટઃ 8 માર્ચ, 2017ના રોજની ગૌરવ તથા રિયાની ચેટ સામે આવી હતી. આ ચેટમાં રિયાએ કહ્યું હતું, જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મેં તેનો વધુ ઉપયોગ કર્યો નથી.

બીજી ચેટઃ રિયાએ ગૌરવને પૂછ્યું હતું, તારી પાસે MD છે? અહીંયા MDનો અર્થ મેથિલી ડાઈઓક્સી મેથામફેટામાઈન માનવામાં આવે છે. આ એક પ્રકારનું ડ્રગ્સ છે.

ત્રીજી ચેટઃ આઠ માર્ચ, 2017ના રોજ કરવામાં આવેલી વાતચીતમાં રિયાએ ગૌરવને કહ્યું હતું, જો હું ઝડપથી નશો ચઢે તેવા ડ્રગ્સની વાત કરું તો મેં વધુ ઉપયોગ કર્યો નથી. એકવાર MDMA લીધું હતું.

જપ્ત કરેલા મોબાઈલ ફોનની તપાસમાં ખુલાસો થયો
10 ઓગસ્ટે EDએ રિયા તથા તેના પરિવારના ચાર મોબાઈલ જપ્ત કર્યા હતા, આમાંથી બે ફોન રિયાના તથા એક-એક તેના પિતા-ભાઈનો છે. બે આઈપેડ તથા એક લેપટોપ પણ EDએ લીધું હતું. આ તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવ્યો છે કે આ તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલનો ખુલાસો થયો હતો. EDએ ડ્રગ્સ એંગલના મૂળ સુધી જવા માટે તમામ દસ્તાવેજો તથા પુરાવા CBI તથા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...