ખુલાસો:રિયાનો દાવો, સુશાંતે પરિવાર સમક્ષ આજીજી કરીને મદદ માગી હતી પરંતુ કોઈએ તેની મદદ કરી નહોતી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિયાના મતે, સુશાંતના પિતા સાથે સારા સંબંધો નહોતા, હું મળી તે પહેલાં પાંચ વર્ષ સુધી તે પિતાને મળ્યો નહોતો

સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમયી મોત કેસમાં તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી શંકાના ઘેરામાં છે. CBIએ પૂછપરછ માટે રિયાને બોલાવી છે. આ પહેલા રિયા મીડિયા હાઉસમાં આપેલા ઈન્ટરવ્યૂને કારણે ચર્ચામાં છે. ઈન્ડિયા ટુડેને આપેલા આ ઈન્ટરવ્યૂમાં રિયાએ પોતાના પર લાગેલા ગંભીર આક્ષેપો પર વાત કરી હતી. સુશાંતના પરિવારે રિયા પર આક્ષેપ મૂક્યો હતો કે તેના આવ્યા પછી સુશાંત પરિવારથી દૂર થઈ ગયો હતો.

સુશાંત મારા કારણે પરિવારથી દૂર થયો નહોતો
રિયા પર આક્ષેપ હતો કે તેણે સુશાંતને પરિવારથી દૂર કર્યો હતો. આ આક્ષેપો પર રિયાએ કહ્યું હતું, હું શા માટે સુશાંતને અટકાવું? સુશાંત 8થી 12 જૂન સુધી તેની બહેન મીતુ સાથે હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં તે પોતાની મોટી બહેન તથા જીજાજી ઓ પી સિંહને મળ્યો હતો. ત્રણેય સાથે જમવા પણ ગયા હતા અને આની તસવીર પબ્લિક ડોમેનમાં પણ છે. આ પહેલા જાન્યુઆરીમાં તે બહેનને મળવા ચંદીગઢ ગયો હતો પરંતુ બે જ દિવસમાં પાછો આવી ગયો હતો. કદાચ તેને ત્યાં ઠીક લાગ્યું નહોતું. તે ત્યાંથી જાતે પરત ફર્યો હતો. મને પણ ખ્યાલ નહોતો કે તે પાછો આવી ગયો છે.

બહેન મીતુ, પ્રિયંકા, રાની, શ્વેતા તથા પિતા કે કે સિંહની સાથે સુશાંત
બહેન મીતુ, પ્રિયંકા, રાની, શ્વેતા તથા પિતા કે કે સિંહની સાથે સુશાંત

રિયાએ ઈન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે એકવાર નશામાં સુશાંતની બહેન પ્રિયંકાએ તેની સાથે ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કર્યો હતો. સુશાંતના પરિવાર સાથે પહેલેથી જ સારા સંબંધો નહોતા. જ્યારે પણ સુશાંતના પરિવારમાંથી કોઈ મળવા આવતું ત્યારે બોલાચાલી થતી અને પછી તેઓ જતા રહેતા હતા.

પાંચ વર્ષ સુધી સુશાંત પિતાને મળ્યો નહોતો
રિયાએ કહ્યું હતું, જ્યારે હું અને સુશાંત વોટરસ્ટોન રિસોર્ટમાં રોકાયા હતા ત્યારે તેની બે બહેનો પણ ત્યાં આવી હતી. હું બંને બહેનોએ મીતુ તથા પ્રિયંકાને પગે લાગી હતી, કારણ કે સુશાંતની મેન્ટલ હેલ્થ ઠીક નહોતી. હું ઈચ્છતી હતી કે તેને પરિવારનો સપોર્ટ મળે. સુશાંત રડતો હતો અને બે મહિનાથી પરિવારને મળવા માટે કરગરતો હતો કે તેઓ તેને આવીને મળે પરંતુ તેની બહેનો આવી અને રોકાયા વગર અને મદદ કર્યા વગર ત્યાંથી જતી રહી હતી.

પિતા કે કે સિંહ સાથે સુશાંત
પિતા કે કે સિંહ સાથે સુશાંત

રિયાએ આગળ કહ્યું હતું કે સુશાંતે તેને કહ્યું હતું કે પિતા સાથે પણ તેના સંબંધો સારા નથી, કારણ કે પિતાએ તેને નાની ઉંમરમાં જ તરછોડી દીધો હતો. તેને આ વાતનું ઘણું જ ખોટું લાગ્યું હતું. મને મળ્યો તેના પાંચ વર્ષ સુધી સુશાંત પોતાના પિતાને મળ્યો નહોતો. સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો અને તેની માતા પણ ડિપ્રેશનનો ભોગ બની હતી. આ જ કારણે તેમનું અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...