તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેખાએ મીડિયા ટ્રાયલનો સામનો કર્યો હતો:રિયા ચક્રવર્તીની મીડિયા ટ્રાયલની તુલના રેખા સાથે થઈ, પતિના સુસાઈડ સમયે રેખાને નેશનલ વેમ્પ બનાવી દીધી હતી, ડાકણ કહેવામાં આવી હતી

મુંબઈ7 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતની મોત કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ચાલી રહી છે. રિયાની આ મીડિયા ટ્રાયલે બોલિવૂડના જૂના કિસ્સાની યાદ અપાવી છે. આ કિસ્સો એક્ટ્રેસ રેખા સાથે જોડાયેલો છે. 1990માં રેખાના પતિ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી હતી અને તે સમયે રેખાએ પણ આજની જેમ જ મીડિયા ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો. રેખાને નેશનલ વેમ્પ (રાષ્ટ્રીય ખલનાયિકા) કહેવામાં આવી હતી.

સિંગર ચિન્મયી શ્રીપદાએ હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં રેખાની બાયોગ્રાફી 'રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી બાય યાસીર ઉસ્માન'માં લખેલી કેટલીક વાતો શૅર કરી હતી.

આ બાયોગ્રાફીમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લેતા રેખાને તેના સાસરિયાએ ડાકણ કહી હતી અને આ સાથે જ બોલિવૂડની કેટલીક હસ્તીઓએ રેખાનું અપમાન કરવાની એક તક છોડી નહોતી.

બુકમાં શું લખવામાં આવ્યું છે?

 • 2 ઓક્ટોબર, 1990માં રેખાના પતિ મુકેશે આત્મહત્યા કરી હતી. મુકેશે પત્ની રેખાના દુપટ્ટાથી ગળેફાંસો ખાધો હતો. મુકેશના ભાઈ અનિલે કહ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ દિવસે મુકેશ ખુશ લાગતો હતો પરંતુ ખ્યાલ નહોતો કે તે આવું પગલું ભરી લેશે. રેખાને લગ્ન બાદ મુકેશ ડિપ્રેશનમાં હોવાની વાત જાણ થઈ હતી.
 • મુકેશના મોત પછી આરોપ-પ્રત્યારોપની રમત શરૂ થઈ હતી. આખા દેશમાં વિચ હંટ ચલાવવામાં આવ્યું હતું. લોકો રેખાને નફરતથી જોવા લાગ્યા હતા અને તેને પતિને મારનારી ડાકણ કહેવામાં આવી હતી.
 • મુકેશની માતાએ મીડિયામાં કહ્યું હતું, 'તે ડાકણ મારા દીકરાને ખાઈ ગઈ. ભગવાન તેને ક્યારેય માફ કરશે નહીં.' તો મુકેશના ભાઈ અનિલે કહ્યું હતું, 'મારો ભાઈ રેખાના પ્રેમમાં ગળાડૂબ હતો. તે પોતાના પ્રેમ માટે કંઈ પણ કરી શકતો હતો. તેની સાથે રેખા જે કરતી હતી, તે વાત સહન કરી શક્યો નહીં અને હવે તે શું ઈચ્છે છે? શું તેની નજર અમારી સંપત્તિ પર છે?'
 • સુભાષ ઘાઈએ કહ્યું હતું, 'રેખાએ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચહેરાને કાળો કરી દીધો. આ કાળો ડાઘ સરળતાથી ધોવાશે નહીં. મને લાગે છે કે આ ઘટના બાદ કોઈ પણ સારો પરિવાર કોઈ પણ એક્ટ્રેસને પોતાના પરિવારની વહુ બનાવતા પહેલા ચારવાર વિચારશે. હવે રેખાની કરિયર પૂરી જ સમજો. કોઈ પણ સમજદાર ડિરેક્ટર રેખાને પોતાની ફિલ્મમાં લેશે નહીં, કારણ કે દર્શકો હવે રેખાને 'ભારતની નારી' તથા 'ન્યાયની દેવી' તરીકે સ્વીકારી શકશે નહીં.'
 • અનુપમ ખેરે કહ્યું હતું, 'રેખા હવે એક રાષ્ટ્રીય ખલનાયિકા બની ગઈ છે. મને ખબર નથી કે તે જ્યારે મારી સામે આવશે તો હું કેવી રીતે રિએક્ટ કરીશ.'
 • મીડિયામાં મુકેશ અગ્રવાલની આત્મહત્યા અંગે ભડકાઉ હેડલાઈનની સાથે ફીચર બનાવવામાં આવ્યા હતા. હેડલાઈનમાં 'ધ બ્લેક વિડો, 'ધ ટ્રૂથ બિહાઈન્ડ મુકેશ સુસાઈડ' જેવા ટાઈટલ આપવામાં આવ્યા હતા.

1990-2020: 30 વર્ષ. એવો જ કેસ, એવું જ રિએક્શન. આ અવિશ્વસનીય છે કે રેખા આનાથી કેવી રીતે બચી હશે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો