સુશાંતના ચાહકોની નફરત ઓછી થશે?:રિયા ચક્રવર્તી એક્ટર સાકિબ સલીમ સાથે જોવા મળી, યુઝર્સે કહ્યું- 'અગલા બકરા, મરેગા બેટા તુ ભી'

મુંબઈ8 મહિનો પહેલા

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી રિયા ચક્રવર્તી વિવાદોમાં રહી છે. જોકે, હવે તે ધીમે ધીમે નોર્મલ લાઈફમાં પરત આવવાનો પ્રયાસ કરે છે. જોકે, SSRના ચાહકોના મનમાં રિયા પ્રત્યે જે નફરતની આગ છે, તે શાંત થવાનું નામ લેતી નથી. રિયા જ્યારે પણ જાહેરમાં દેખાય છે, ત્યારે હેટર્સ તેને ખરું-ખોટું સંભળાવે છે. હાલમાં જ હુમા કુરૈશીનો ભાઈ સાકિબ સલીમ અલીબાગમાં જન્મદિવસ સેલિબ્રેટ કરીને ગેટ વે ઓફ મુંબઈ આગળ જોવા મળ્યો હતો. સાકિબની સાથે રિયા પણ હતી.

સો.મીડિયા યુઝર્સે આવી કમેન્ટ્ કરી

એક યુઝરે સાકિબ તરફ ઈશારો કરતાં કહ્યું હતું, 'દૂર રહે, નહીંતર તારું પણ પત્તું કાપી નાખશે.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'અગલા બકરા, મરેગા બેટા તુ ભી.' અન્યે કહ્યું હતું, 'આગામી નંબર છે. શુભેચ્છા.' અન્ય એકે કહ્યું હતું, 'આશા છે કે તેને લાંબુ જીવન મળે.'

'ગીતાંજલિ' વાંચતી તસવીર શૅર કરી

રિયાએ 11 એપ્રિલે આ તસવીર શૅર કરી હતી
રિયાએ 11 એપ્રિલે આ તસવીર શૅર કરી હતી

રિયાએ હાલમાં જ ગીતાંજલિ વાંચતી હોય તેવી તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે રવિન્દ્રનાથ ટાગરોના વિચારો શૅર કર્યાં હતાં. રિયાએ કહ્યું હતું, 'સવાલ તથા રડવું. ઓહ ક્યાં? હજાર ધારાઓના આંસુઓમાં પીગળી ગઈ અને પૂરના આશ્વાસનની સાથે જળપ્રલયથી દુનિયાને બચાવવાની છે. હું છું. રવિન્દ્રનાથ ટાગોર, ગીતાંજલિ.' જામીન પર છૂટ્યા બાદથી લઈ અત્યાર સુધી રિયાની સો.મીડિયામાં આ ત્રીજી પોસ્ટ છે. આ પહેલાં તેણે વુમન્સ ડે પર માતાની સાથેની એક તસવીર શૅર કરી હતી, ત્યારબાદ તેણે ફ્રેન્ડ સાથેની એક તસવીર શૅર કરી હતી.

8 માર્ચના રોજ રિયાએ શૅર કરેલી તસવીર
8 માર્ચના રોજ રિયાએ શૅર કરેલી તસવીર
28 માર્ચે રિયાએ શૅર કરેલી તસવીરમાં પ્રેમની વાત કહી હતી
28 માર્ચે રિયાએ શૅર કરેલી તસવીરમાં પ્રેમની વાત કહી હતી

ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો. દોઢ મહિના બાદ તેના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ FIR ફાઈલ કરી હતી. આ ઉપરાંત 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ CBIને આપ્યો હતો. ત્યારબાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો, જેમાં રિયા 30 દિવસ સુધી જેલમાં રહી હતી. હાલમાં રિયા જામીન પર છે.