સ્પોટેડ:રિયા ચક્રવર્તી ભાઈ સાથે જીમમાં જોવા મળી, પહેલાં સુશાંત સિંહ રાજપૂત સાથે આ જ જીમમાં જતી હતી

મુંબઈ10 મહિનો પહેલા
ડાબી બાજુ, હાલમાં જ રિયા જીમની બહાર જોવા મળી, જમણી બાજુ, એ જ જીમની બહાર સુશાંત સિંહ રાજપૂત સાથે (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ડાબી બાજુ, હાલમાં જ રિયા જીમની બહાર જોવા મળી, જમણી બાજુ, એ જ જીમની બહાર સુશાંત સિંહ રાજપૂત સાથે (ફાઈલ તસવીર)

રિયા ચક્રવર્તી પોતાના ભાઈ શોવિક સાથે મુંબઈના ખાર વિસ્તારમાં જીમની બહાર જોવા મળી હતી. રિયા આ જીમમાં સુશાંત સિંહ રાજપૂત સાથે આવતી હતી. રિયાએ જીમની બહાર ઊભેલા મીડિયા પર્સનની અવગણના કરી હતી.

જીમ આઉટફિટમાં રિયા-શોવિક

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી તસવીરો તથા વીડિયોમાં જોવા મળે છે કે રિયા તથા શોવિક જીમમાંથી બહાર આવે છે અને પોતાની કાર તરફ ચાલતા જોવા મળ્યા હતા. શોવિકે ફોટોગ્રાફર્સને જોઈને થમ્બ્સ અપ કર્યો હતો. જ્યારે રિયાએ એવું કહ્યું હતું, 'એક્સક્યૂઝ મી.' રિયા તથા શોવિક બંને જીમ આઉટફિટમાં હતાં.

ગયા મહિને રિયા ફૂલ ખરીદતી જોવા મળી હતી

20 જાન્યુઆરીના રોજ રિયા ચક્રવર્તી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી. અહીંયા રિયા ફૂલોની દુકાનમાં ફૂલો ખરીદવા આવી હતી. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયામાં રિયાનો વીડિયો શૅર કર્યો હતો. રિયા કારમાંથી ઊતરે છે અને ફૂલોની દુકાને જાય છે. આ સમયે ફોટોગ્રાફર્સ તેનો ફોટો ક્લિક કરતા હોય છે. આ જોઈને રિયા નારાજ થઈ ગઈ હતી અને તેણે બે હાથ જોડીને કહ્યું હતું, 'ફૂલ ખરીદ રહી હૂં, જાઓ ના.' રિયાએ દુકાનદાર પાસે ગુલાબના ફૂલો માગ્યા હતા. ઉલ્ખનીય છે કે 21 જાન્યુઆરીના રોજ સુશાંત સિંહનો 35મો જન્મદિવસ હતો.

રાજીવ લક્ષ્મણની પાર્ટીમાં જોવા મળી હતી

મિત્રો સાથે રિયા ચક્રવર્તી (પહેલી હરોળમાં જમણી બાજુ સૌથી પહેલી)
મિત્રો સાથે રિયા ચક્રવર્તી (પહેલી હરોળમાં જમણી બાજુ સૌથી પહેલી)

રિયા ચક્રવર્તી પોતાના ખાસ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. સુશાંતના મોતના છ મહિના બાદ રિયા આ રીતે પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. રાજીવ લક્ષ્મણે સોશિયલ મીડિયામાં રિયા સાથેની તસવીર શૅર કરી હતી. રિયાને સુશાંત કેસમાં આરોપી બનાવવામાં આવી છે અને તેથી જ સુશાંતના ચાહકોને આ તસવીર પસંદ આવી નહોતી. તેમણે રાજીવને ટ્રોલ કર્યો હતો. ત્યારબાદ રાજીવે આ તસવીરો ડિલીટ કરી નાખી હતી.

ગયા વર્ષે રિયા નવું ઘર શોધતી હતી
ગયા વર્ષે રિયા ચક્રવર્તી ભાઈ શોવિક સાથે ઘર શોધતી જોવા મળી હતી. આ પહેલાં તેના પેરેન્ટ્સ ઘર શોધતા જોવા મળ્યા હતા. પૂછપરછ, જેલ અને જામીન પછી આ પહેલી વખત હતું જ્યારે બંને ભાઈ-બહેન એક સાથે જોવા મળ્યા હોય. રિયા તેના ઘરેથી બહાર નીકળતા જોવા મળી. સુશાંત કેસમાં જે રીતે રિયાને ટાર્ગેટ કરવામાં આવી તેનાથી તે ઘણી જ ગુસ્સામાં છે. મીડિયા કવરેજ પર રિયાનો ગુસ્સો હજી પણ શાંત નથી થયો. જ્યારે ફોટોગ્રાફર્સે રિયાને ફોટો લેવા માટે તેના નામથી બોલાવી તો તે ગુસ્સે થઈને કહેતી જોવા મળી હતી કે હવે તેનો પીછો ના કરવામાં આવે.

રિયાને એક અને શોવિકને ત્રણ મહિના પછી જામીન મળ્યા હતા
રિયા અને શોવિકને સુશાંત ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતાં. રિયા એક મહિના સુધી જેલમાં રહી હતી.. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટે તેને જામીન આપ્યા હતા. શોવિકને ત્રણ મહિના પછી બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા હતા. બંને પાસે એક બોન્ડ સાઈન કરાવવામાં આવ્યો હતો.

'જેલમાં રહ્યા બાદ અંદરથી તૂટી ગઈ છે રિયા'
ફિલ્મમેકર રૂમી જાફરીએ વેબ પોર્ટલ સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'જેલમાં રહ્યા બાદ રિયા અંદરથી સાવ તૂટી ગઈ છે. તેના માટે 2020નું વર્ષ ઘણું જ ખરાબ રહ્યું છે. રિયા પૂરી રીતે ભાંગી પડી છે. તે એકદમ શાંત થઈ ગઈ છે. તે બહુ બોલતી નથી.'

અન્ય સમાચારો પણ છે...