તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ડ્રગ્સ કેસમાં નવો દાવો:રિયા ચક્રવર્તી ડ્રગ્સ અંગેની વાત કરવા માટે માતાનો ફોન વાપરતી, NCBએ કહ્યું, જાણકારી કોઈ તથ્યો પર આધારિત નથી

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NCBને રિયા ચક્રવર્તીના ઘરમાંથી તેની માતાનો ફોન મળ્યો
  • એક્ટ્રેસે માતાના ફોનમાં અનેક વ્હોટ્સએપ ગ્રુપ બનાવીને રાખ્યા હતા

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે. હવે આ કેસમાં નવો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કહેવામાં આવી રહ્યું છે કે રિયા ડ્રગ્સની વાતચીત માટે માતા સંધ્યા ચક્રવર્તીનો મોબાઈલ ફોન વાપરતી હતી. EDએ જ્યારે રિયાને ફોન જમા કરાવવાનું કહ્યું ત્યારે તેણે આ ફોન આપ્યો નહોતો. જોકે, NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા મુજબ આ જાણકારી વેરિફાઇડ નથી અને તપાસના કોઈ ફેક્ટ પર આધારિત નથી.

NCBને રિયાના ઘરેથી આ ફોન મળી આવ્યો
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, NCBને રિયાની માતાનો ફોન ઘરમાંથી મળી આવ્યો હતો. આ ફોનથી રિયા પોતાના મિત્રો તથા અન્ય લોકોના સંપર્કમાં હતી. આ જ ફોનમાં રિયાએ અનેક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી રાખ્યા હતા. આ ગ્રુપના અનેક સભ્યો NCBના રડાર પર છે.

ડ્રગ્સ એંગલ EDની તપાસમાં સામે આવ્યો હતો
EDને મની લૉન્ડરિંગ કેસની તપાસ દરમિયાન રિયા ચક્રવર્તીના મોબાઈલ ફોનને સીઝ કર્યા હતા. તપાસ દરમિયાન એજન્સીએ એક્ટ્રેસની ઘણી ચેટ રિલીઝ કરી હતી. વ્હોટ્સએપ પર જયા સાહા, શ્રુતિ મોદી, સેમ્યુઅલ મિરાન્ડા તથા ગૌરવ આ્યાની સાથે રિયાની ચેટથી ડ્રગ્સ કોન્ટ્રોવર્સીની શંકા ગઈ હતી. ત્યારબાદ NCBએ રિયા વિરુદ્ધ કેસ કરીને તપાસ શરૂ કરી હતી. રિયાની સુશાંત માટે ડ્રગ્સ એરેન્ડ કરવાના આક્ષેપમાં ધરપકડ કરવામાં આવી હતી.

રિયા હાલમાં ભાયખલા જેલમાં બંધ
રિયા ચક્રવર્તી 9 સપ્ટેમ્બર સુધી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. લોઅર તથા સેશન્સ કોર્ટમાં રિયાની જામીન અરજી નામંજૂર થઈ ગઈ છે. એક્ટ્રેસના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે તેઓ બોમ્બે હાઈકોર્ટમાં જામીનની અપીલ માટે બહુ ઉતાવળ કરશે નહીં. આ દરમિયાન એવી પણ ચર્ચા છે કે ED રિયા વિરુદ્ધ નવો કેસ દાખલ કરી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો