સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી પર ગાળિયો મજબૂત કરવા માટે NCBએ 55 સવાલની યાદી તૈયાર કરી હતી. આ સવાલોના ચક્રવ્યૂહમાં રિયા ફસાઈ ગઈ અને હાલમાં જેલમાં બંધ છે. NCBએ સતત ત્રણ દિવસ રિયાની પૂછપરછ કરી હતી.
NCBએ રિયાને પૂછેલા 55 સવાલ
1. રિયા તમારા તથા તમારા પરિવાર અંગે જણાવો?
2. તમારો મોબાઈલ નંબર કહો અને તમે કેટલા સમયથી આ ફોનનો ઉપયોગ કરો છો?
3. શું તમે જૈદ વિલાત્રાને ઓળખો છો? જો હા તો વિસ્તાર સાથે પૂરી માહિતી આપો.
4. શું તમે કૈઝાનને ઓળખો છો? જો હા તો વિસ્તાર સાથે પૂરી માહિતી આપો.
5. શું તમે અબ્દુલ બાસિત પરિહારને ઓળખો છો? જો હા તો વિસ્તાર સાથે પૂરી માહિતી આપો.
6. તમે સેમ્યુઅલ મીરાન્ડાને ઓળખો છો, તેના વિશે વિગતવાર વાત કરો?
7. તમે દીપેશ સાવંતને ઓળખો છો, તો તેના વિશે જણાવો?
8. શોવિક સાથે તમારે કેવું બનતું? તમે શોવિકના અંગત જીવન અંગે કેટલું જાણતાં હતાં?
9. શોવિકની સુશાંત સાથે કોણે મુલાકાત કરાવી હતી અને કેમ?
10. શું તમે, તમારા પિતા, શોવિક તથા સુશાંત ડ્રગ્સનું સેવન કરતા હતા, જેમ કે બડ?
11. તમારી પાવના ટ્રિપ અંગે જણાવો, તમે અનેકવાર સુશાંત સાથે ત્યાં ગયાં છો. ત્યાં ડ્રગ્સ પાર્ટીનો પૂરો ઘટનાક્રમ શું હતો, એ જણાવો?
12. ડ્રગ્સની ખરીદી કોણ-કોણ કરતું હતું? તમને કોણ વ્યવસ્થા કરી આપતું હતું, ડ્રગ્સ અંગેની તમામ માહિતી આપો?
13. પહેલીવાર સેમ્યુઅલ મીરાન્ડાને ક્યાં અને કેવી રીતે મળ્યાં?
14. તમે કેટલીવાર સુશાંતના ફ્લેટ કેપ્રી હાઈટ્સમાં ગયાં હતાં અને કેટલીવાર ત્યાં રોકાયાં હતાં? તમે ત્યાં ડ્રગ્સ સંબંધિત કંઈક જોયું હતું? તો એના વિશે જણાવો.
15. સેમ્યુઅલ મીરાન્ડાના નિવેદન પ્રમાણે, રિયા જ સુશાંતના ઘરનો તમામ ખર્ચ જોતી હતી. આ અંગે વિગતવાર જણાવો.
16. જો તમે કહો છો કે સુશાંત ડ્રગ્સ લેતો હતો તો તમે કેમ તેને માટે ડ્રગ્સની વ્યવસ્થા કરી આપતાં હતાં? કેમ ડ્રગ્સની ખરીદીમાં સામેલ થયાં?
17. એવું ઘણીવાર બન્યું છે કે ડ્રગ્સની ખરીદીમાં તમે પોતાના કાર્ડનો ઉપયોગ કર્યો હોય. આ વાત સમજાવો અને કાર્ડની ડિટેલ્સ આપો.
18. સુશાંત સિંહના કહેવાથી તમે સેમ્યુઅલ મીરાન્ડાને નોકરીમાંથી કેમ કાઢી મૂક્યો હતો?
19. તમારા વિશે સેમ્યુઅલ મીરાન્ડાએ નિવેદન આપ્યું છે. મીરાન્ડાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે તેણે રિયાને સુશાંતના કૂક અશોક અંગે વાત કરી કે તે સસ્તી ક્વોલિટીનું ડ્રગ્સ વધુ પૈસા આપીને ખરીદી રહ્યો છે તો રિયાએ આ વાત સુશાંતને કહી હતી. ત્યાર બાદ રિયાએ અશોકને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ડ્રગ્સ ખરીદીનો તમામ કંટ્રોલ રિયાએ પોતાના હાથમાં લઈ લીધો હતો?
20. તમે તમારી તથા સુશાંતની સાથે શોવિકને ગોવા, લદાખ, દિલ્હી તથા યુરોપ ટૂર પર કેમ લઈ ગયાં હતાં? શું શોવિક આ ટ્રિપમાં એક અઠવાડિયા પછી અને એક અઠવાડિયા પહેલાં જ જતો રહ્યો હતો?
21. શોવિકના નિવેદન પ્રમાણે, તમે સુશાંતને ડ્રગ્સ ઉપલબ્ધ કરાવવા માટે શોવિકને આદેશ આપતા હતા? તમે કહો કે આવું કેમ અને કેવી રીતે કરતાં હતાં?
22. રિયાને 15 એપ્રિલ, 2020થી 17 એપ્રિલ, 2020 દરમિયાનની સેમ્યુઅલ મીરાન્ડા તથા શોવિકની વ્હોટ્સએપ ચેટ્સ રેકોર્ડ બતાવવામાં આવ્યો હતો અને સવાલ કરવામાં આવ્યો હતો કે આ ચેટ્સ અંગે વાત કરો કે આ બંનેના ઈરાદાઓ શું હતા?
23. એક ચેટમાં તમે શોવિકને સલાહ આપી હતી કે ડ્રગ્સ ખરીદવામાં શોવિકે પોતાની રીતે થોડા પૈસા આપે, આવું કેમ કહ્યું?
24. તમે ડ્રગ્સ ખરીદવા માટે મીરાન્ડાને કેમ પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા દીધો?
25. શું તમે બડ, હૈશ, વીડનું સેવન કરતાં હતાં?
26. તમારી ચેટ્સ પ્રમાણે, તમે સુશાંત માટે ડ્રગ્સનો સ્ટોક મેનેજ કરતાં હતાં, આ વાતને વિસ્તારથી જણાવો.
27. એપ્રિલમાં વીડનો સ્ટોક જૈદની મદદથી મીરાન્ડાએ ખરીદ્યો અને તેણે શોવિકને આ સ્ટોક લેવા માટે કહ્યું હતું?
28. પોતાના બેંક અકાઉન્ટ અંગે જણાવો અને તમારી આવકના સ્ત્રોત અંગે જણાવો?
29. 16 એપ્રિલ, 2020થી લઈ 17 એપ્રિલ, 2020 સુધી તમારી તથા શોવિકની વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ્સને એક્સપ્લેન કરો?
30. સુશાંતે કેટલીવાર ડ્રગ્સનું સેવન કર્યું અને તમે સુશાંત માટે ડ્રગ્સ મગાવવામાં કેટલીવાર મદદ કરી હતી?
31. 17 એપ્રિલ, 2020ના રોજ સુશાંત માટે શોવિક તથા બાસિતની મદદથી ડ્રગ્સ હૈશ ખરીદવામાં આવ્યું હતું. આ અંગે તમારા શોવિક સાથેના વ્હોટ્સએપ ચેટ બતાવું છું, તમે આને એક્સપ્લેન કરો?
32. 16, 17 એપ્રિલ, 2020ની ચેટ્સ પ્રમાણે, તમે શોવિકને સૂચના આપી હતી કે ડ્રગ્સના સ્ટોક અંગે માહિતી મેળવે. પછી મીરાન્ડા તથા દીપેશ સાથે વાત કરીને તેમને મળીને બાસિત-કૈઝાન દ્વારા હૈશ અરેન્જ થયું હતું. ત્યાર બાદ જ્યારે ડ્રગ્સની ડિલિવરી થઈ ત્યારે દીપેશે તમારા કહેવા પર એ કલેક્ટ કર્યું હતું. આને વિગતે સમજાવો. તમે હૈશ માટે કેમ તૈયાર થયાં, કારણ કે સુશાંત તો માત્ર બડ્સ તથા વીડ લેતો હતો?
33. આ તમામ ડ્રગ્સ ખરીદવાના પૈસા કોણે અને કેવી રીતે આપ્યા? કેશ, કાર્ડ કે UPI?
34. શું તમે ક્યારેય બાસિતને બડ, હૈશ તથા વીડ ડ્રગ્સ લેતા જોયો હતો? તે કેટલીવાર તમારા ઘરે આવ્યો હતો?
35. વર્ષ 2019ના પહેલા તથા છેલ્લા અઠવાડિયામાં જ્યારે સુશાંત તમારા ઘરમાં રોકાયો હતો ત્યારે સુશાંતને કેટલીવાર ડ્રગ્સની વ્યવસ્થા કરી આપી હતી? તમે આ સમય દરમિયાન ખરીદી કરી હતી? કોણે તમારા ઘર સુધી ડ્રગ્સ પહોંચાડ્યું હતું?
36. યુરોપ ટૂરથી પરત આવ્યા બાદ સુશાંત રિયાના ઘરમાં જ રોકાયો હતો. રિયાના ઘરેથી પછી સુશાંત વોટર સ્ટોન ક્લબમાં શિફ્ટ થયો હતો. પછી ત્યાંથી હિંદુજા હોસ્પિટલ અને પછી તમારા ઘરે શિફ્ટ થયો હતો. આ તમામ માહિતી સુશાંતના પરિવારને આપવામાં આવી હતી? કારણ કે આ સમય દરમિયાન બહુ બધી વાર ડ્રગ્સની ડિલિવરી તમારા ઘર પર થઈ હતી, જવાબ આપો?
37. એવું ઘણીવાર બન્યું છે કે મીરાન્ડાએ સુશાંત માટે ડ્રગ્સની ડિલિવરી તમારા ઘરે કરી હતી તો તમે કેમ તમારા ઘરે ડ્રગ્સની ડિલિવરી કરવાની પરવાનગી આપી?
38. સપ્ટેમ્બર, 2019 તથા નવેમ્બર, 2019માં જ્યારે તમે સુશાંત સાથે વોટર સ્ટોન ક્લબમાં રોકાયાં હતાં ત્યારે ક્લબમાં ડ્રગ્સની ડિલિવરી થઈ હતી. આ ડિલિવરી મીરાન્ડાને કરમજિતની મદદથી કરવામાં આવી હતી અને પછી મીરાન્ડાએ જ આ ડ્રગ્સ ફરી રિયાને આપ્યું અને પછી તે ક્લબમાં પહોંચડવામાં આવ્યું હતું, આનો જવાબ આપો?
39. શું આ વાત સાચી છે કે સુશાંત પોતાની કારમાં ડ્રગ્સ JOINTS રાખતો હતો અને તમે પણ તમારી સાથે ડ્રગ્સ JOINTS રાખતા હતા?
40. શું તમે જયા સાહા અંગે જાણો છો, કારણ કે તમારી જયા સાહા સાથે BUD સંબંધિત કેટલીક ચેટ્સ છે, તેને સમજાવો?
41. જયા સાહાના ઈમેલ ID તથા કમર્શિયલ શોપિંગ વેબસાઈટ અંગે જણાવો?
42. તમારી પાસે કેટલાં બેંક અકાઉન્ટ છે? ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ કેટલાં છે? કેટલાં ઈમેલ ID છે?
43. સુશાંત માટે તમે કઈ રીતે અને કેવી રીતે ડ્રગ્સ ખરીદતાં હતાં?
44. જ્યારે તમે તથા સુશાંત યુરોપ ટ્રિપથી ભારત પરત આવ્યાં ત્યારે એરપોર્ટ પર તમને જે વાહન પિક કરવા આવ્યું હતું, એમાં વીડ JOINTS હતા. સુશાંતે એરપોર્ટથી તમારા ઘરે ગયા ત્યારે રસ્તામાં ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ અંગે વિગતે કહો?
45. યુરોપ ટ્રિપ બાદ જ્યારે સુશાંત તમારા ઘરે રોકાયો હતો ત્યારે સેમ્યુઅલ મીરાન્ડા તમારા ઘરે કેમ આવ્યો હતો?
46. તમે તમારા ભાઈ શોવિકની સાથે ડ્રગ્સની ખરીદી શરૂ કરી, જેથી તમારે ભાઈને ડ્રગ્સ ડીલિંગમાં ફાયદો થાય?
47. સુશાંત જ્યારે તમારા ઘરે રોકાયો હતો ત્યારે સૂર્યદીપ મલ્હોત્રા કેમ તમારા ઘરે આવ્યો હત?
48. KJ ઉર્ફે કરમજિતે જે BUD મીરાન્ડાને ડિલિવર કર્યું હતું. રિયાના અપાર્ટમેન્ટની સામે આવેલી BANANA LEAF રેસ્ટોરાંમાં પછી આ જ BUD મીરાન્ડાએ શોવિકને આપ્યું હતું. આ બધું જે થયું તેની તમને જાણ હતી? શું તમે શોવિકને આની પરવાનગી આપી હતી? જો હા તો કેમ આપી હતી?
49. દીપેશ સાવંતના નિવેદન પ્રમાણે, ડ્રગ્સની જે પણ ડિલિવરી થઈ એ અંગે તમને ખબર હતી? જો હા તો કહો.
50 .શું તમે સેમ્યુઅલ મીરાન્ડા તથા નીરજ સિંહને ઓળખો છો અને તે સુશાંત સિંહના ઘરમાં શું કરતા હતા?
51. શું તમે સિદ્ધાર્થ પિઠાણી, આયુષ શર્મા, આનંદી ધવન, રોહિણી અય્યર, શ્રુતિ મોદી, રજત મેવાતી, સાહિલ સાગર, કેશવ તથા અશોક અંગે શું જાણો છો?
52. તમે WEED, BUD અને HASHના ઉપયોગ અંગે શું કહેશો? સુશાંત તથા તેના મિત્રો અંગે વિસ્તારથી જણાવો?
53. શું તમને ખ્યાલ હતો કે સુશાંત પાર્ટી ઓર્ગેનાઈઝ કરતો હતો? ત્યાં ઉપયોગ કરવામાં આવતા ડ્રગ્સ અંગે તમે શું જાણો છો?
54. શું તમને ખ્યાલ નથી કે ડ્રગ્સની ખરીદી કરવી ગેરકાયદે છે?
55. તમે તપાસ એજન્સીને તમારી તરફથી કંઈક કહેવા માગો છો?
17 કલાકમાં રિયાને 55 સવાલ પૂછવામાં આવ્યા
NCBએ રિયા ચક્રવર્તીની પહેલા દિવસ અંદાજે 6 કલાક, બીજા દિવસે 8 કલાક તથા ત્રીજા દિવસે 3 કલાક એટલે કે કુલ 17 કલાકમાં 55 સવાલ પૂછ્યા હતા. આ સવાલોના ચક્રવ્યૂહમાં તે ફસાઈ ગઈ અને તેની ધરપકડ કરી હતી. હાલમાં રિયા મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. કોર્ટે બેવાર રિયાની જામીન અરજી નામંજૂર કરી હતી. માનવામાં આવે છે કે રિયાના વકીલ હવે હાઈકોર્ટમાં અરજી કરશે.
રિયાના નિવેદનથી NCB સંતુષ્ટ હતી
રિયાની ધરપકડ બાદ એક પ્રેસ-કોન્ફરન્સમાં NCBએ ડેપ્યુટી ડિરેક્ટર એમ એ જૈને કહ્યું હતું, 'અમે પૂછપરછ દરમિયાન રિયાએ આપેલા જવાબોથી સંતુષ્ટ છીએ. જો રિયાના વકીલ જામીનની અરજી કરે છે તો અમે જામીનનો વિરોધ કરીશું. અમે જ્યુડિશિયલ કસ્ટડીની માગ કરીશું.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.