સેલેબ્સનું કમબેક:'ચેહરે'થી રિયા ચક્રવર્તી ફિલ્મમાં પરત ફરી, સલમાન-સંજય સહિતના સેલેબ્સે જેલમાંથી બહાર આવ્યા બાદ હિટ ફિલ્મ આપી હતી

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી ચર્ચામાં આવેલી રિયા ચક્રવર્તી ટૂંક સમયમાં આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરેલી તથા રૂમી જાફરીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ 'ચેહરે'માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં રિયાની નાનકડી ઝલક જોવા મળી હતી. સુશાંતના મોતમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં રિયા એક મહિના સુધી જેલમાં રહી હતી. સુશાંતના મોત બાદ રિયાની આ પહેલી ફિલ્મ છે. રિયા પહેલાં બોલિવૂડના કેટલાંક સેલેબ્સે જેલમાંથી બહાર આવ્યા બાદ હિટ ફિલ્મ આપીને ધમાકેદાર કમબેક કર્યું હતું.

સંજય દત્ત

1992માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બોલિવૂડ સ્ટાર સંજય દત્તનું નામ સામે આવ્યું હતું. પૂછપરછમાં સંજયે ગેંગસ્ટર અબુ સલેમ પાસેથી હથિયાર મંગાવ્યા હતા. તપાસમાં સંજયના ઘરેથી AK 47 મળી આવી હતી. TADA એક્ટ હેઠળ સંજય દત્ત 1993માં જેલમાં ગયો હતો. જામીન પર છૂટ્યા બાદ સંજય દત્તની ફિલ્મ 'ખલનાયક' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી હતી. ફિલ્મમાં માધુરી દીક્ષિત તથા જેકી શ્રોફ લીડ રોલામં હતા. ફિલ્મ રિલીઝના થોડાં મહિના બાદ સંજયના જામીન રિજેક્ટ થયા હતા અને તે ફરીવાર જેલમાં ગયો હતો.

સલમાન ખાન

1998માં કાળિયાર હરણ શિકાર કેસમાં સલમાન ખાને વર્ષ 2007માં એક અઠવાડિયું જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ 2009માં સલમાન 'વોન્ટેડ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરડુપર હિટ ગઈ હતી.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને બેદરકારીથી કાર ચલાવી હતી અને તેને કારણે 2006માં 15 દિવસ સુધી જેલમાં રહ્યો હતો. જોકે, પછી સૈફને જામીન મળી ગયા હતા. તે જ વર્ષે સલમાન 'બીંગ સાયરસ'માં જોવા મળ્યો હતો. ફિલ્મને સારી પ્રતિક્રિયા મળી હતી. ત્યારબાદ તે 'ઓમકારા'માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી હતી.