તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોટો સ્ટોરી:રિયા ચક્રવર્તી નિવેદન આપવા EDની ઓફિસ પહોંચી, ભાઈ શોવિક મીડિયાથી બચાવતો જોવા મળ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી પર મની લોન્ડરિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી પર મની લોન્ડરિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસની તપાસ હવે ED દ્વારા કરવામાં આવી રહી છે, જેના માટે રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી અને તેમના માતા-પિતા સહિત અન્ય કેટલાક લોકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે EDએ રિયાને પૂછપરછ મુલતવી રાખવાની અરજી નામંજૂર કરી દીધી છે, ત્યારબાદ અભિનેત્રી અને તેનો ભાઈ નિવેદન આપવા માટે EDની ઓફિસ પહોંચ્યા છે.

મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તી સાથે લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી, ત્યારબાદ આ પહેલીવાર છે જ્યારે રિયા પોતાનું નિવેદન આપવા માટે EDની ઓફિસ આવી છે.

રિયાએ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી આ પૂછપરછને મુલતવી રાખવાની અરજી કરી હતી પરંતુ ડિપાર્ટમેન્ટ દ્વારા અરજી રદ કરવામાં આવી આજે તેને બોલાવવામાં આવી છે. રિયાના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટમાં તેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી નિવેદન લેવામાં ન આવે.

રિયા પર સુશાંતના ખાતામાંથી 15 કરોડ ઉપાડવાનો અને પોતાની કંપનીમાં રોકાણ કરાવવાનો આરોપ છે. આ અંગે જોડાયેલા ઘણા સવાલ આજે પૂછવામાં આવશે. તે ઉપરાંત રિયા પર આરોપ છે કે, ઓછી આવક હોવા છતાં તેણે બે મોટી પ્રોપર્ટી ખરીદી છે.

રિયા સિવાય આ કેસમાં તેમના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, તેમના બિઝનેસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, પર્સનલ મેનેજર શ્રુતિ મોદી અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. સુશાંતના હાઉસ કીપિંગ મેનેજર સેમ્યુઅલનું ગુરુવારે નિવેદન નોંધવામાં આવ્યું છે.

(ફોટો ક્રેડિટ-ANI,વિરલ ભયાણી, માનવ મંગલાની)

અન્ય સમાચારો પણ છે...