તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંતને યાદ કરીને રિયા ઇમોશનલ:એક્ટ્રેસે સો.મીડિયામાં કહ્યું- 'હું રોજ તારી રાહ જોઉં છું...પાછો આવી જા'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 જૂન, 2021ના રોજ સુશાંતની ફર્સ્ટ ડેથ એનિવર્સરી
  • રિયાએ ભાવુક થઈને સુશાંતને યાદ કર્યો

છેલ્લાં એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ સહન કરતી રિયાએ એક્ટરની પહેલી ડેથ એનિવર્સરી પર ઇમોશનલ પોસ્ટ લખી છે. રિયાએ કહ્યું હતું, 'એવી કોઈ ક્ષણ નથી, જ્યારે હું વિશ્વાસ કરું કે તું અહીંયા નથી. લોકો કહે છે કે સમય બધું જ ઠીક કરી દેશે. જોકે, મારો સમય અને બધું જ તું હતો. મને ખ્યાલ છે કે તું હજી પણ મારો ગાર્ડિયન એન્જલ છે. મને ચંદ્રમાંથી ટેલિસ્કોપથી તું મને જોતો હોઈશ અને મારી રક્ષા કરતો હોઈશ.'

વધુમાં રિયાએ કહ્યું હતું, 'હું રોજ રાહ જોઉં છું કે તું મને લેવા આવીશ. હું તને દરેક જગ્યાએ જોઉં છું. મને ખ્યાલ છે કે તું મારી સાથે છો. આ દર્દ મને રોજ તોડી નાખે છે. પછી હું વિચારું છું કે તું મને કહે છે કે તને આ મળી ગયું બેબુ. હું બીજા દિવસે આ જ ચાલુ રાખું છું. જ્યારે પણ મને લાગે કે તું અહીંયા નથી તો મારી અંદર ભાવનાઓ ઉમટી પડે છે. આ લખવામાં મારું દિલ દુઃખે છે. આ ફીલ કરવામાં મારું દિલ દુઃખે છે.'

પ્લીઝ મારી પાસે પરત આવી જા
રિયાએ કહ્યું હતું, 'તારા વગર જીવન નથી. તું જીવનનો અર્થ તારી સાથે લઈ ગયો. આ ખાલીપો કોઈ ભરી શકે તેમ નથી. હું તારા વગર ઊભી છું. મારા સ્વીટ સનશાઈન બોય, હું તને રોજ માલપુઆ આપવાનું તથા ક્વૉન્ટમ ફિઝિક્સની તમામ બુક્સ વાંચવાનું વચન આપું છું. પ્લીઝ મારી પાસે આવી જા. હું તને હંમેશાં યાદ કરું છું, મારા સૌથી સારા મિત્ર, માય મેન, માય લવ, બેબુ અને પુટપુટ.'

રિયા ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થઈ હતી
14 જૂન, 2020માં સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત પોતાના ભાડાના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ કહ્યો હતો. ઘટનાસ્થળ પરથી એક પણ સુસાઈટ નોટ મળી નહોતી. 25 જુલાઈના રોજ સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં FIR કરીને રિયા પર દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો.

કે કે સિંહે એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે રિયા, તેના પિતા, માતા, ભાઈ, સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ, હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાએ સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી છે. જ્યારે પટના પોલીસની SIT તપાસ માટે મુંબઈ ગઈ હતી. આ સમયે રિયાએ પોતાના વકીલ સતીશ માનશિંદેની મદદથી કેસ પટનાથી મુંબઈ શિફ્ટ કરવાની અપીલ કરી હતી.

CBI તથા ED પાસે આ કેસ ગયો હતો. EDએ રિયાના બે ફોનને ક્લોન કરીને ડિલિટ ડેટા રિકવર કર્યો હતો. ત્યારબાદ ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. 26 ઓગસ્ટના રોજ NCBએ રિયા તથા અન્ય વિરુદ્ધ ક્રિમિનલ કેસ કર્યો હતો. પૂછપરછ બાદ NCBએ 8 સપ્ટેમ્બર, 2020ના રોજ રિયાની ધરપકડ કરી હતી અને 7 ઓક્ટોબર, 2020ના રોજ હાઇકોર્ટે જામીન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...