'સ્પાઇડર મેન' ફ્રેન્ચાઇઝીની આ નવી સિરીઝમાં એન્ટરટેઇનમેન્ટ તથા મેસેજનો ટ્રિપલ ડોઝ છે. આથી જ આમાં અલગ અલગ એરાના સ્પાઇડરમેન તથા ત્યારના પાવરફુલ વિલનનો રોમાંચ જોવા મળે છે. ખરી રીતે આવો કોન્સેપ્ટ આઇડિયા લેવલ પર જ ઘણો જ રસપ્રદ છે. આ કોન્સેપ્ટનું ડિરેક્ટર, રાઇટરે ઘણી જ સારી રીતે પિક્ચરાઇઝેશન કર્યું છે. હાલના સ્પાઇડર મેન એટલે કે પીટર પાર્કરના રોલને ટોમ હોલેન્ડ અલગ જ ઊંચાઈ પર લઈ ગયો છે. આ કામમાં જૂના પીટર પાર્કર્સ એટલે કે ટોબ મેગ્વાયર અને એન્ડ્ર્યૂ ગારફીલ્ડે પણ ઘણી જ મદદ કરી છે. આ ત્રણેયે સાથે મળીને એક્શન, એડવેન્ચર તથા ઇમોશનથી ભરપૂર ફિલ્મ બનાવી છે.
ટોબ મેગ્વાયર તથા એન્ડ્ર્યૂ ગારફીલ્ડના સમયના વિલન પાત્રો એટલે કે ડૉક્ટર ઓક્ટોપસ, ધ લિઝાર્ડ, ઇલેક્ટ્રો, સેન્ડમેન, ગ્રીન ગોબ્લિને ફિલ્મમાં ધમાલ મચાવી દીધી છે. આ તમામની વાર્તાને આજે એટલે કે વર્ષ 2021માં લાવવામાં આવી છે. ફિલ્મની શરૂઆત નવા પીટર પાર્કરના જૂના દુશ્મન મિસ્ટીરિયોથી થાય છે. તેણે એક અજાણ્યા વીડિયોના માધ્યમથી નવા પીટર પાર્કરની ઓળખ આખી દુનિયા સામે રિવીલ કરી છે કે અંતે પીટર પાર્કર કોણ છે. મિસ્ટીરિયોએ આ સાથે જ નવા પીટર પાર્કર પર ખૂનનો આરોપ પણ મૂક્યો છે.
આમ દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ. પીટર પાર્કર પર કેસ પણ ચાલવાનો છે. આથી જ પીટર પાર્કરે ડૉક્ટર સ્ટ્રેન્જની મદદ લેવી પડે છે. ડૉક્ટર સ્ટ્રેન્જ સમયનો એક એવો પ્રયોગ કરે છે કે આ પીટર પાર્કના જૂના દુશ્મનો આજના સમયમાં આવવા લાગે છે. હવે નવા સમયનો સ્પાઇડર મેન અને જૂના તથા પાવરફુલ દુશ્મન સામે કેવી રીતે લડે છે અને આ સાથે જ સુપર પાવરથી સજ્જ એક વ્યક્તિની ઓળખ પર તે શું નિર્ણય લે છે, તેના પર આ ફિલ્મ છે. આ આખી લડાઈમાં ગર્લફ્રેન્ડ અમઝે તથા સૌથી નિકટનો મિત્ર નેડ સતત પીટર પાર્કરને સપોર્ટ કરે છે.
'સ્પાઇડર મેન' ફ્રેન્ચાઇઝી પોતાના કમર્શિયલ સ્કેલની સાથે સાથે દુનિયાને સૌથી શક્તિશાળી દુશ્મનથી બચાવનાર નાયક તરીકે લોકપ્રિય રહી છે. આથી જ ફિલ્મના ડિરેક્ટર, કેમેરાપર્સનથી લઈ VFX આર્ટિસ્ટ બધાએ એક અલૌકિક ફિલ્મ ક્રિએટ કરી છે. સુપરહીરોની સુપરવિલન સાથે પાણી, જમીન, આકાશ અને અંતરિક્ષ સુધીની લડાઈ છે. વિઝ્યુઅલી આ ફિલ્મ હાઇ બેંચમાર્ક સેટ કરે છે.
ફિલ્મનું રાઇટિંગ પણ ઘણું જ સારું છે. અહીંયા માત્ર હીરો પોતાને તથા દુનિયાને બચાવવા માટે માત્ર એક્શન નથી કરતો, પરંતુ તેના સાથીઓ તથા દુશ્મનો સુધી પોતાની ફિલોસોફી તથા હાજરજવાબીપણું બતાવે છે. પીટર પાર્કરની વિચારધારામાં ગાંધીવાદ પણ છે. નફરત ગુનાથી હોવી જોઈએ, ગુનેગારોથી નહીં. ફિલ્મનું એડિટિંગ શાર્પ છે. આ ફિલ્મ કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેઇનર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.