આશ્રમ, વેબ સિરીઝ રિવ્યૂ:બોબી દેઓલ બાબાના નેગેટિવ રોલમાં ન જામ્યો, લોડ આપે તેવી અને નીરસ છે પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટાર: 2/5
સ્ટાર્સ: બોબી દેઓલ, અનુપ્રિયા ગોયન્કા, અદિતિ પોહણકર, ચંદન રોય સાન્યાલ, તુષાર પાંડે
ક્યા જોવાની: MX પ્લેયર

આ જોઈને દુઃખ થાય છે કે આશ્રમ પ્રકાશ ઝા જેવા ટેલેન્ટેડ મેકરની રજૂઆત છે. ક્લાસ ઓફ 83થી કમબેક કરનાર બોબી દેઓલ જ આ સિરીઝમાં છે. રસપ્રદ વાત એ છે કે આ નવ એપિસોડ વાળી પહેલી સીઝન પછી સીઝન 2ની જાહેરાત થઇ છે. મેકર્સે ખુદને ઘણા દૂર રાખ્યા છે કે આશ્રમ બાબા રામ રહીમ સિંહથી પ્રેરિત નથી, જે જેલમાં છે. પરંતુ હકીકતમાં સ્ટોરી તેને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે.

જોકે આ શૂટ ફૈઝાબાદ, ગોંડા અને અયોધ્યામાં થયું છે પણ તેનું લોકલ કાલ્પનિક રાખવામાં આવ્યું છે. મેરઠની પમ્મી દલિત વર્ગથી આવે છે, પહેલવાની કરે છે પરંતુ વિસ્તારના સર્વણ આવું થવા નથી દેતા તે પણ પૂર્વ મુખ્યમંત્રી હુકુમ સિંહની સામે થઇ રહેલા મેચ દરમ્યાન.

પમ્મીના ભાઈના મિત્રને ઘોડે ચડીને લગ્ન કરવા હતા પરંતુ તે અરમાન પણ વિસ્તારના સર્વણ પૂરા નથી થવા દેતા અને અને લડાઈ થતા પમ્મીના ભાઈને લોહીલુહાણ કરી દે છે. સ્થાનિક પોલીસના પ્રમુખ ઉજાગર સિંહ છે, તે પણ પમ્મીને સપોર્ટ નથી કરતા ત્યારે બાબા નિરાલાની એન્ટ્રી થાય છે. તે બધું સરખું કરી દે છે.

ત્યારબાદ પમ્મીના વિસ્તારના લોકો બાબાના ભક્ત બની જાય છે અને ત્યાંથી જ પ્રદેશના CM અને બાબા નિરાલા વચ્ચે મહાભારત શરૂ થાય છે. તેમાં પપેટ બને છે તે વિસ્તારની પોલીસ, એક્સ CM, પમ્મી, તેનો ભાઈ અને અન્ય કેરેક્ટર.

પ્રકાશ ઝા સરખી ટ્રીટમેન્ટ ન આપી શક્યા
ગંગાજલ, રાજનીતિ જેવી ફિલ્મોમાં પોલીસ, નેતાઓની કરતૂત ખૂબ સારી રીતે દેખાડનારા પ્રકાશ ઝા અહીંયા થાપ ખાઈ ગયા. સારી સ્ક્રિપ્ટ સાથે ફિલ્મો બનાવનારા ડિરેક્ટરે અહીંયા તેના વેબ શોને ડેલી સોપ જેવી ટ્રીટમેન્ટ આપી દીધી. અમુક જગ્યાએ તો એક-એક સીન ચારથી પાંચ મિનિટના બન્યા છે. જ્યારે તે દોઢ મિનિટના થઇ શકતા હતા. આ એન્ગેજીંગ તો જરાપણ નથી.

કુટિલતા અને લુચ્ચાઈ બોબી દેખાડી ન શક્યો
બોબી દેઓલે હાલમાં જ ક્લાસ ઓફ 83માં સારી એક્ટિંગ દેખાડી હતી પરંતુ અહીંયા બાબાના રોલમાં તે જામ્યો નહીં. આ પાત્ર દરેક પ્રકારના ખોટા કામ કરે છે પણ તેની ક્રૂરતાને બોબી સીન્સમાં લાવી શક્યો નથી. તેની સૌમ્યતા બાબા નિરાલાની લુચ્ચાઈ પર હાવી થઇ જાય છે.

અન્ય કેરેક્ટર પણ પ્રભાવિત કરી ન શક્યા
ઉજાગર સિંહ સર્વણ પોલીસ છે અને તે અક્ક્ડ છે. દર્શન કુમારે રોલને ન્યાય આપવા પૂરા પ્રયત્ન કર્યા છે. બાબા નિરાલાના રાઈટ હેન્ડ ભૂપા સ્વામીના રોલમાં ચંદન રોય પણ ઠીક છે.

પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર નતાશાના રોલમાં અનુપ્રિયા ગોયન્કા છે. બાબા પછી આખી સિરીઝમાં પમ્મી અને તેનો ભાઈ દેખાય છે. તેને અદિતિ પોહણકર અને છિછોરે ફેમ તુષાર પાંડેએ પ્લે કર્યો છે. કામ સારું છે પણ રોલ અસરહીન છે.

બધું ફોર્મ્યુલા ફિલ્મમાં જોયેલું છે
ડાયલોગ્સ સંજય માસૂમના છે જે ફની છે, જે તેની તાકાત છે પણ સ્ટોરી હજુ કસાયેલી ન હતી. ક્યાંય પણ રોમાંચનો અનુભવ નથી. જેમ જેમ કેરેક્ટર આવે છે તેમ સ્ટોરીના રાઝ આરામથી ખૂલી જાય છે. નકલી બાબાની તાકાતને પ્રકાશ ઝાએ સારી રીતે દર્શાવી છે, પણ તેને નવ એપિસોડમાં કેમ બનાવ્યા છે તે સમજણની બહાર છે. દરેક કેરેક્ટર અને સ્ટોરીમાં આવતા ટ્વિસ્ટ એકદમ એવા જ છે, જે ફોર્મ્યુલા ફિલ્મમાં દેખાડતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...