તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Revealed In Rihanna's Call Details: The Actress Spoke To Bandra DCP Abhishek Trimukhe Four Times, Sushant Also Made Two Phone Calls To Her House Manager Samuel.

સુશાંત આત્મહત્યા કેસ:રિયાના કોલ ડીટેલ્સમાં ખુલાસો- બાંદ્રાના DCP અભિષેક ત્રિમુખે સાથે ચાર વાર એક્ટ્રેસે વાત કરી હતી, સુશાંતથી પણ બમણા ફોન તેના હાઉસ મેનેજર સેમ્યુઅલને કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક વર્ષમાં સુશાંત અને રિયા વચ્ચે માત્ર 147 વખત ફોન પર વાત થઇ - Divya Bhaskar
એક વર્ષમાં સુશાંત અને રિયા વચ્ચે માત્ર 147 વખત ફોન પર વાત થઇ
  • રિયા ચક્રવર્તીની કોલ ડિટેલ્સ બહાર આવી, સૌથી વધુ વાત તેના પિતા અને ભાઈ સાથે કરી
  • કોલ ડીટેલ્સના રેકોર્ડ મુજબ, રિયા બે સાઈકાયટ્રિસ્ટના સંપર્કમાં હતી, મહેશ ભટ્ટ સાથે પણ તેની ઘણીવાર વાત થઇ હતી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ED રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની તેમની પ્રોપર્ટી અને કમાણી વિશે પૂછપરછ કરી રહી છે. એક્ટ્રેસની એક વર્ષની કોલ ડીટેલ્સ બહાર આવી છે. એક રિપોર્ટમાં કોલ ડીટેલનો હવાલો આપીને દાવો કરવામાં આવ્યો છે કે, રિયા ચક્રવર્તી બાંદ્રા DCP અભિષેક ત્રિમુખેના સંપર્કમાં હતી. આટલું જ નહીં, બંને વચ્ચે એક મેસેજ પણ એક્સચેન્જ થયો હતો.

સુશાંતથી વધારે સેમ્યુઅલ અને શ્રુતિ સાથે વાત
ટાઈમ્સ નાવના રિપોર્ટ મુજબ, એક વર્ષમાં એક નંબર પરથી રિયા અને સુશાંત વચ્ચે 147 વખત વાત થઇ હતી. તેમાં 94 વખત રિયાએ તેને ફોન કર્યો હતો અને 51 વખત સુશાંતે ફોન કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આનાથી પણ વધુ વખત ફોન રિયાએ સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને તેની એક્સ મેનેજર શ્રુતિ મોદીને કર્યા હતા. બંને વચ્ચેની કોલ ડીટેલ્સનું બ્રેકઅપઃ

નામઈનકમિંગ કોલની સંખ્યાઆઉટગોઈંગ કોલ નંબરની સંખ્યાકુલ કોલ્સ (SMS સહિત)
સેમ્યુઅલ મિરાન્ડા28259289
શ્રુતિ મોદી222569808

પિતા તથા ભાઈ સાથે સૌથી વધુ વાતો થઈ
રિયાએ એક વર્ષમાં એક જ નંબરથી સૌથી વધુ વાત પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી તથા ભાઈ શોવિક ચક્રવર્તી સાથે કરી હતી. પિતા સાથે 890 વાર તથા ભાઈ સાથે 886 વાર વાત કરી હતી. બંનેની સાથે રિયાના ફોન કોલ્સનું બ્રેકઅપઃ

નામઈનકમિંગ કોલની સંખ્યાઆઉટગોઈંગ કોલ નંબરની સંખ્યાકુલ કોલ્સ (SMS સહિત)
ઈન્દ્રજીત ચક્રવર્તી203660890
શોવિક ચક્રવર્તી243629886

રિયા બે ડોક્ટર્સના સંપર્કમાં હતી
ફેમિલી તથા મેનેજર ઉપરાંત રિયા ચક્રવર્તી બે સાઈકાયટ્રિસ્ટ ડો.કેરસી ચાવડા તથા ડો.પરવીન દાદાચાંજીના સંપર્કમાં હતી. ફિલ્મમેકર મહેશ ભટ્ટ તથા સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાણી સાથે થયેલા કોલની ડીટેલ પણ આ રિપોર્ટમાં આપવામાં આવી છે. રિયા તથા આ ચાર વચ્ચે થયેલા કોલ્સનું બ્રેકઅપઃ

નામઈનકમિંગ કોલની સંખ્યાઆઉટગોઈંગ કોલ નંબરની સંખ્યાકુલ કોલ્સ (SMS સહિત)
ડો.કેરસી ચાવડા51015
ડો.પરવીન દાદાચાંજી156
સિદ્ધાર્થ પીઠાણી1684101
મહેશ ભટ્ટ7916