તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિલ્પાના પતિનો પ્લાન B:નવી WhatsApp ચેટમાં ઘટસ્ફોટ, 'ડર્ટી પિક્ચર'માં માહેર રાજ કુંદ્રા મોડલ્સ-એક્ટ્રેસિસ પાસે લાઇવ ટેલિકાસ્ટ કરાવતો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • રાજ કુંદ્રા જૂના કન્ટેન્ટને વેચી દેવા માગતો હતો
  • રાજ કુંદ્રા પોર્ન ફિલ્મના શૂટિંગને અટકાવીને લાઇવ સ્ટ્રીમિંગ પર ભાર મૂકતો હતો

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. રાજને ભાયખલ્લા જેલમાં રાખવામાં આવ્યો છે. રાજ કુંદ્રાની નવી વ્હોટ્સએપ ચેટ સામે આવી છે. આ વ્હોટ્સએપ ચેટમાં રાજ કુંદ્રાને પ્લાન B તૈયાર કરીને રાખ્યો હતો. રાજ કુંદ્રાની 'હોટશોટએપ' સસ્પેન્ડ થયા બાદ તેણે પ્રદીપ બક્ષી સાથે વ્હોટ્સએપ પર 'પ્લાન B'નો ઉલ્લેખ કર્યો હતો.

રાજ તથા પ્રદીપ વચ્ચેની વાતચીત.
રાજ તથા પ્રદીપ વચ્ચેની વાતચીત.

'કોઈ વાત નહીં, પ્લાન B શરૂ થઈ ગયો છે'
મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાના પૂર્વ PA ઉમેશ કામતનો મોબાઈલ તપાસ્યો હતો અને એમાં રાજની અનેક ચેટ્સ મળી આવી હતી. રાજને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે પોર્ન ફિલ્મ લાંબો સમય ચાલી શકશે નહીં. તેણે વ્હોટ્સએપ પર 'H Accounts' નામનું ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં પાંચ લોકો સામેલ છે. નવી આવેલી ચેટમાં પ્રદીપ બક્ષીએ કહ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બરમાં હોટશોટએપને ગૂગલે સસ્પેન્ડ કરી દીધી છે. તેણે એમ પણ કહ્યું હતું કે આવા નિયમોની અવગણના કરવાને કારણે આમ થયું છે. આના પર રાજે કહ્યું હતું, 'કોઈ વાત નહીં, પ્લાન B શરૂ થઈ ગયો છે. વધુમાં વધુ 2થી 3 અઠવાડિયાંમાં નવી એપ્લિકેશન લાઇવ થઈ જશે.

કોર્ટમાં હાજરી આપવા ગયો એ સમયની રાજની તસવીર.
કોર્ટમાં હાજરી આપવા ગયો એ સમયની રાજની તસવીર.

'સારું થયું આપણે બોલિફેમની તૈયારી કરી'
રાજ કુંદ્રાના પ્લાન Bનું નામ બોલિફેમ હતું. ઉમેશ કામત તથા રાજ કુંદ્રાની અન્ય એક ચેટ સામે આવી છે, જેમાં રાજ કુંદ્રા પોતાના પૂર્વ PAને એક ન્યૂઝ આર્ટિકલ શૅર કરે છે, જેમાં લખ્યું હોય છે કે પોર્ન વીડિયો પ્રસારિત કરતા 7 OTT પ્લેટફોર્મ માલિકને પોલીસ સમન્સ મોકલી શકે છે. આ અંગે રાજે જવાબ આપ્યો હતો, 'બહુ જ સરસ. આપણે બોલિફેમની તૈયારી કરી' ઉમેશ કામતે આના જવાબમાં કહ્યું હતું, 'આપણે ઓફિસ આવીને વાત કરીએ. આપણે ત્યાં સુધી એક્સ્ટ્રીમ બોલ્ડ કન્ટેન્ટ હટાવી દેવું જોઈએ.' આના પર રાજે વળતો જવાબ આપ્યો, 'મને શંકા છે કે આનાથી ફરક પડશે.' જવાબમાં કામતે કહ્યું, 'આ આટલું ગંભીર નથી. તે લોકો માત્ર આપત્તિજનક કન્ટેન્ટ દૂર કરવાનું કહેશે.'

'જૂના કન્ટેન્ટને જલદીથી વેચી નાખો'
ઉમેશ કામતે આગળ રાજ કુંદ્રાને કહ્યું હતું કે અત્યારે ફિલ્મમાંથી રોજ મુશ્કેલથી 15-20 હજાર રેવન્યુ થાય છે. આના પર રાજ કુંદ્રા કહે છે કે આગામી ભવિષ્ય લાઇવ કન્ટેન્ટનું છે, કારણ કે એમાં સ્ક્રીન રેકોર્ડિંગ થઈ શકતું નથી, આથી વધુ ફરક પડશે નહીં. રાજ ઉમેશને કહે છે કે જલદીથી જૂનું કન્ટેન્ટ વેચી દો, જેથી 50 લાખ રૂપિયાની ભરપાઈ થઈ શકે.

'બોલિફેમ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવાનું હતું'
ક્રાઇમ બ્રાંચ માને છે કે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મનું શૂટિંગ અટકાવવા માગતો હતો અને એને બદલે તે મોડલ્સ તથા એક્ટ્રેસિસને લાઇવ સ્ટ્રીમિંગ કન્ટેન્ટ પર ભાર આપતો હતો. રાજ કુંદ્રાએ આ અંગે તૈયારી પણ કરી હતી, કારણ કે અશ્લીલ ફિલ્મને વેબસાઇટ્સ તથા એપ્સમાંથી હટાવી દેવામાં આવે તોપણ લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ રહે છે. ખાસ વાત એ છે કે આ બધું તે 'બોલિફેમ' પર બતાવવાનો હતો અને આ જ તેનો પ્લાન B હતો.