તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Revati, A Well known Actress In The Malayalam Film Industry, Has Revealed The Names Of 14 People, From Actors To Directors inspectors Who Allegedly Harassed Her

યૌન શોષણના આક્ષેપથી ખળભળાટ:મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ રેવતીએ એક્ટરથી લઈ ડિરેક્ટર-ઈન્સ્પેક્ટર સહિત 14 લોકોના નામ ઉજાગર કર્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેવતીએ આ નામોની યાદી સોશિયલ મીડિયામાં યાદી જાહેર કરી
  • કહ્યું, 'મારું શારીરિક, માનસિક તથા ભાવનાત્મક રીતે શોષણ કર્યું'

જાણીતી મલયાલમ એક્ટ્રેસ રેવતી સંપતે પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં 14 લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટ બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. રેવતીએ આ 14 લોકોનું લિસ્ટ જાહેર કરીને આક્ષેપ મૂક્યો છે કે આ તમામ લોકોએ તેનું શોષણ કર્યું છે. આ લિસ્ટમાં જાણીતા એક્ટર, ડિરેક્ટર તથા એક સબ ઈન્સ્પેક્ટર સામેલ છે.

પોસ્ટ શૅર કરીને શું કહ્યું?
એક્ટ્રેસે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હું અહીંયા પ્રોફેશનલ, વ્યક્તિગત, સાઇબર સ્પેસના માધ્યમથી દુર્વ્યવહાર કરનારા અપરાધીઓના નામનો ઘટસ્ફોટ કરી રહી છું. તેમણે અત્યાર સુધી મારું શારીરિક, માનસિક તથા ભાવનાત્મક રીતે શોષણ કર્યું છે.'

કયા 14 લોકો પર આક્ષેપ મૂક્યો?
1. રાજેશ ટચરિવર (ડિરેક્ટર)
2. સિદ્દીકી (એક્ટર)
3. આશિક માહી (ફોટોગ્રાફર)
4. શિજુ એ આર (એક્ટર)
5. અભિલ દેવ (કેરળ ફેશન લીગ, ફાઉન્ડર)
6. અજય પ્રભાકર (ડૉક્ટર)
7. એમ. યસયસયસ
8. સૌરભ કૃષ્ણન (સાઇબર બુલી)
9. નંદુ અશોકન (DYFI યુનિટ કમિટીના સભ્ય, નેદુમકાડ)
10. મેક્સવેલ જોસ (શોર્ટ ફિલ્મના ડિરેક્ટર)
11. શાનુબ કરુવથ તથા ચાકોસ કેક (એડ ડિરેક્ટર)
12. રાકેંટ પાઈ (કાસ્ટિંગ ડિરેક્ટર)
13. સરુન લિયો (ESAF બેંક એજન્ટ, વલિયાથુરા)
14. સબ ઈન્સ્પેક્ટર બીનુ (પુનથુરા પોલીસ સ્ટેશન, ત્રિવેદન્દ્રમ)

'પટનાગઢ' ફિલ્મની એક્ટ્રેસ રેવતીએ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર સિદ્દીકી પર પણ યૌન શોષણનો આક્ષેપ મૂક્યો છે. એક્ટ્રેસે પોતાની સો.મીડિયા પોસ્ટમાં ઘટસ્ફોટ કર્યો છે કે સિદ્દીકી પર આ પહેલાં પણ યૌન શોષણનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી. રેવતીની પોસ્ટ ઘણી જ વાઇરલ થઈ છે. આ પોસ્ટ પર અનેક યુઝર્સ વિવિધ કમેન્ટ્સ કરી છે. કેટલાંક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ માને છે તો કેટલાંકે આ 14 લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે.

કોણ છે રેવતી?
27 વર્ષીય રેવતીએ 2019માં ફિલ્મ 'પટનાગઢ'થી મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2018માં 'વૉફ્ટ' ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શિજુ જ્હોન, આશિષ શિશધર હતા. એક્ટ્રેસ હોવા ઉપરાંત સપંત એક્ટિવિસ્ટ તથા સાયકોલોજિસ્ટ પણ છે.