તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિક્રેટ વેડિંગ:રિપોર્ટમાં દાવો- પ્રભુદેવાએ મુંબઈની ફિઝિયોથેરપિસ્ટ સાથે બીજા લગ્ન કર્યા

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાન્સર, કોરિયોગ્રાફર, એક્ટર તથા ડિરેક્ટર પ્રભુદેવાએ ગુપચુપ રીતે બીજા લગ્ન કર્યા હોવાની ચર્ચા છે. રિપોર્ટ પ્રમાણે પ્રભુદેવાએ મુંબઈની ફિઝિયોથેરપિસ્ટને પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે. થોડાં દિવસ પહેલાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રભુદેવાના સંબંધો ભત્રીજી શોભા સાથે છે અને બંને લગ્ન કરવાના છે. જોકે, હાલના રિપોર્ટમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

દોઢ મહિના પહેલા લગ્ન કર્યા
ઈન્ડિયા ટુડેના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું, 'લગ્નના સમાચાર ખોટા નહોતા. પ્રભુદેવાએ ભત્રીજી નહીં પરંતુ ફિઝિયોથેરપિસ્ટ સાથે લગ્ન કર્યા છે. હાલમાં તે ચેન્નઈમાં છે.' કહેવામાં આવી રહ્યું છે કે પ્રભુદેવા થોડાં સમય પહેલા પીઠના દુખાવાની સારવાર કરાવવા માટે ફિઝિયોથેરપિસ્ટને મળ્યો હતો. આ દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં પ્રભુદેવાએ પોતાના ઘરમાં જ લગ્ન કર્યા હતા.

પહેલા લગ્ન મુસ્લિમ યુવતી સાથે
પ્રભુદેવાની પ્રોફેશનલ લાઈફ જેટલી સારી અને સરસ દેખાય છે, તેટલી જ પર્સનલ લાઈફ અપ્સ-ડાઉન્સવાળી રહી છે. પ્રભુદેવાએ 1995માં રામલતા સાથે લગ્ન કર્યાં હતાં. રામલતા મુસ્લિમ હતી અને ક્લાસિકલ ડાન્સર હતી. લગ્ન બાદ રામલતાએ હિંદુ ધર્મ અપનાવ્યો. બંનેના ત્રણ બાળકો થયાં, જેમાં મોટા દીકરા વિશાલનું કેન્સરને કારણે 2008માં મૃત્યુ થયું હતું.

નયનતારા સાથે પ્રભુ લિવ ઇનમાં રહ્યો
પ્રભુદેવા તથા સાઉથ એક્ટ્રેસ નયનતારા વચ્ચે અફેર હતું. પ્રભુએ તમિળ ફિલ્મ 'વિલ્લુ'માં નયનતારાને કોરિયોગ્રાફ કરી હતી. આ દરમિયાન બંને રિલેશનમાં આવ્યા, પરંતુ શરૂઆતમાં બંનેએ રિલેશન ના તો સ્વીકાર્યા ના તો નકાર્યા. 2010માં પ્રભુએ નયનતારા સાથેના રિલેશનની વાત માની અને લગ્ન કરવાની વાત કરી હતી.

ડિવોર્સને 9 વર્ષ થયા
નયનતારા અને પ્રભુના રિલેશનની આ વાત રામલતાને ખબર પડી અને તેણે ડિવોર્સ આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ 2011માં રામલતાએ 16 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને પ્રભુદેવાને ડિવોર્સ આપી દીધા હતા. જોકે, 2012માં નયનતારાએ પ્રભુદેવા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

પ્રભુદેવાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
પ્રભુ હાલ સલમાન ખાન, દિશા પટની અને રણદીપ હૂડા સ્ટારર ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ડિરેક્ટ કરી રહ્યો છે. આ ઉપરાંત સાઉથની ઘણી ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે. એક્ટર તરીકે 'પોન મનિકવેલ' તેની 50મી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે પહેલીવાર પોલીસના રોલમાં જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો