તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમો ડિસોઝાનું દુઃખ:'ABCD' જેવી ફિલ્મોના ડિરેક્ટરે કહ્યું- ડાર્ક સ્કિન ટોનને કારણે મારે રેસિઝમનો સામનો કરવો પડ્યો છે

25 દિવસ પહેલા

કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝાએ જણાવ્યું કે તેણે રેસિઝમનો સામનો કરવો પડ્યો હતો. રેમોએ જણાવ્યું હતું કે ડાર્ક સ્કિન ટોન હોવાને કારણે તેના ઘણા નામ રાખવામાં આવતા હતા અને આનો સામનો તેણે ભારતની સાથે- સાથે વિદેશમાં પણ કરવો પડ્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન રેમોએ જણાવ્યું કે આ બધું તે ઇગ્નોર કરતા હતા પણ હવે તેને ઘણો અફસોસ થાય છે કે તે પોતાના માટે સ્ટેન્ડ ન લઇ શક્યા.

રેમોએ રેસિઝમ પર વાત કરી
રેમોએ કહ્યું, 'મેં નાનપણથી જ મારી ડાર્ક સ્કિનને કારણે રેસિઝમનો સામનો કર્યો છે. આ એક એવો વિષય છે જેને મેં મારી વિદેશ યાત્રાઓ દરમ્યાન ઘણો નજીકથી અનુભવ્યો છે. જ્યારે હું નાનો હતો ત્યારે લોકો મને ઘણા અલગ- અલગ નામથી બોલાવતા હતા. હું માત્ર એટલા માટે ઇગ્નોર કરતો હતો કારણકે મને લાગતું હતું કે કદાચ તે આવું એટલા માટે કહી રહ્યા છે કારણકે હું કંઈક અલગ દેખાઉં છું. આખરે જ્યારે હું મોટો થયો ત્યારે મને સમજાયું કે આ ખોટું હતું અને એનાથી પણ વધુ ખોટું એ હતું કે હું તેમને એ નામોથી બોલાવવા દેતો હતો. પણ હવે હું આના માટે ઊભો છું અને આ કોઈને પણ નહીં કરવા દઉં. મારી સ્કિન ટોન પરની કમેન્ટે મને તે બનવા પ્રેરિત કર્યો જે હું આજે છું જેથી કોઈપણ મને તે નામથી ફરીથી ન બોલાવી શકે. પણ રેસિઝમ આજે પણ નાના ગામડા અને શહેરોમાં છે.'

રેમો ડિસોઝાનું કરિયર
રેમો ડિસોઝાનો જન્મ 2 એપ્રિલ 1974ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તે તેનું સ્ટડી પૂરું કરીને સીધો મુંબઈ જતો રહ્યો હતો અને ત્યાં જઈને તે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર બની ગયો. તેણે ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે જેમ કે 'બાજીરાવ મસ્તાની', 'કલંક', વગેરે. સાથે જ તે ઘણા ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે પણ દેખાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો