બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની માતા તથા એક્ટ્રેસ અનન્યા પાંડેની દાદી સ્નેહલતાનું 10 જુલાઈના રોજ અવસાન થયું હતું. સ્નેહલતાએ 10 જુલાઈએ 12 વાગે મુંબઈના ખાર સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે સાડા પાંચ વાગે સાંતાક્રૂઝ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અનન્યા પાંડેને દાદીના નિધનના સમાચાર મળ્યા બાદ તે શૂટિંગ પૂરું કરીને તરત જ ઘરે આવી ગઈ હતી. અનન્યા પાંડે દાદીની ઘણી જ નિકટ હતી અને તે પરિવારના સભ્યોને ભેટીને રડી પડી હતી. હવે, અનન્યા પાંડેએ સો.મીડિયામાં દાદીની તસવીરો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ લખી હતી.
શું કહ્યું અનન્યાએ?
અનન્યાએ દાદી સાથેની નાનપણની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'રેસ્ટ ઇન પાવર મારી પરી.' જ્યારે તેમનો જન્મ થયો હતો ત્યારે ડૉક્ટર્સે કહ્યું હતું કે તેમના હૃદયનો વાલ્વ ખરાબ હોવાથી તે થોડાંક જ વર્ષ જીવશે, પરંતુ તેમણે 85 વર્ષ સુધી રોજ કામ કર્યું. તે રોજ સવારે સાત વાગી ઉઠીને પોતાની બ્લોક હિલ્સ પહેરીને લાલવાળ સાથે ઓફિસ જતા. મારે જે કરવું છે તે કરવાની મને રોજ પ્રેરણા આપતા. મને આનંદ છે કે હું તેમની એનર્જી સાથે મોટી થઈ.'
વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'તેમના હાથ એકદમ કોમળ હતા. તેઓ પગમાં સારો મસાજ કરી આપતા હતા. તે જાતે જ હાથની રેખાઓ જોઈને ભવિષ્ય કથન કરતા. (જે પોલિટિકલી હંમેશાં ખોટું પડતું) તે મને હસાવવા માટેની એક તક પણ છોડા નહીં. અમારો પરિવારનું જીવન. તમારી પાસેથી એટલો પ્રેમ મળ્યો કે તમને ક્યારેય ભૂલી શકીશું નહીં. હું તમને બહુ જ પ્રેમ કરું છું દાદી.'
ઉલ્લેખનીય છે કે 85 વર્ષીય સ્નેહલતાનું નિધન થયું ત્યારે અનન્યા પાંડે એક ટોક શોના શૂટિંગમાં વ્યસ્ત હતી. જ્યારે તેને આ સમાચાર મળ્યા તો તે તરત જ ખાર સ્થિત દાદીના ઘરે આવી ગઈ હતી. ચંકી પાંડે તથા ચિક્કા પાંડે અને તેનો દીકરો અહાન પાંડે ઘરમાં જ હતી. ચંકી પાંડેએ માતાના અંતિમ સંસ્કારની તમામ વિધિ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.