કંગનાના આઝાદીના નિવેદન પર આક્રોશ:ભગત સિંહને યાદ કરીને સંગીતકાર વિશાલે કહ્યું, ફરી ક્યારેય ભૂલવાની હિંમત ના કરે

મુંબઈ2 મહિનો પહેલા
  • કંગનાના આઝાદીના નિવેદન અંગે દેશભરમાં વિરોધ થયો છે

કંગના રનૌતે હાલમાં જ આઝાદી અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ જ કારણે ચારેબાજુ તેનો વિરોધ થઈ રહ્યો છે. અત્યાર સુધી ભારતના અનેક શહેરોમાં તેના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. હવે સિંગર-મ્યૂઝિક ડિરેક્ટર વિશાલ દદલાણીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કંગનાનું નામ લીધા વગર તેના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો છે. આ પોસ્ટના માધ્યમથી વિશાલે કંગનાને એ વાત યાદ અપાવી છે કે આપણને આઝાદી 'ભીખ'માં મળી નથી.

શું કહ્યું વિશાલે?
વિશાલે પોસ્ટમાં પોતાની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં વિશાલે બ્લેક રંગની ટી શર્ટ પહેરી છે અને ટી શર્ટ પર શહીદ ભગત સિંહની તસવીર છે અને તેમાં લખ્યું છે, 'જિંદાબાદ.' આ તસવીરના કેપ્શનમાં વિશાલે કહ્યું હતું, 'જે મહિલાએ કહ્યું હતું કે 'આપણી આઝાદી 'ભીખ'માં મળી હતી, તેને યાદ અપાવો. મારી ટી સર્ટ પર શહીદ સરદાર ભગત સિંહ છે. તેઓ નાસ્તિક, કવિ, દાર્શનિક, સ્વતંત્રતા સેનાની, ભારતના પુત્ર તથા ખેડૂતનો દીકરા છે.'

પછી ક્યારેય ભૂલવાની હિંમત ના કરે
વધુમાં વિશાલે કહ્યું હતું, 'તેમણે 23 વર્ષની ઉંમરમાં આપણી તથા ભારતની આઝાદી માટે પોતાનો જીવ ગુમાવ્યો. પોતાના હોઠ પર હાસ્ય તથા ગીત સાથે ફાંસી પર ચઢી ગયા. તેને યાદ અપાવો કે સુખદેવ, રાજગુરુ, અશફાકઉલ્લાહ તથા તેમના હજારો લોકોની, જેમણે માથું ઝૂકાવવાની તથા ભીખ માગવાની ના પાડી દીધી હતી. તેને વિનમ્રતા યાદ આપાવો, પરંતુ દૃઢતાથી વધુ તે ફરી ક્યારેય ભૂલવાની હિંમત ના કરે.' વિશાલની આ પોસ્ટ સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

કંગનાનું વિવાદિત નિવેદન
નેશનલ મીડિયા નેટવર્કની એન્યુઅલ શિખર સમિટમાં કંગના ગેસ્ટ સ્પીકર હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે 1947માં આઝાદી નહોતી, પરંતુ ભીખ હતી. દેશને અસલી આઝાદી 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર સત્તામાં આવી હતી. કંગનાના નિવેદન બાદ હંગામો થયો છે. દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકોએ પદ્મશ્રી સન્માન પરત લેવાની માગણી કરી છે.

કંગનાએ પોતાના નિવેદન પર ચોખવટ આપી
કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાના નિવેદન અંગે ચોખવટ કરી હતી. તેણે કહ્યું હતું કે જો કોઈ એ કહી દે કે 1947માં શું થયું હતું તે તો પોતાનું પદ્મશ્રી સન્માન પરત આપશે. તેણે સો.મીડિયામાં કહ્યું હતું, 'આ ઇન્ટરવ્યૂમાં તમામ વાતો સ્પષ્ટ રીતે કહેવામાં આવી હતી કે 1857માં આઝાદી માટે પહેલી સંગઠિત લડાઈ લડવામાં આવી હતી..સાથે જ સુભાષચંદ્ર બોઝ, રાની લક્ષ્મીબાઈ તથા વીર સાવરકરજીના બલિદાન અંગે પણ વાત કરવામાં આવી છે. 1857ની મને ખબર છે, પરંતુ 1947માં કઈ લડાઈ લડવામાં આવી હતી, તેની મને ખબર નથી. જો કોઈ આ અંગે મારું જ્ઞાન વધારશે તો હું મારું પદ્મશ્રી પરત કરીને માફી માગી લઈશ..મહેરબાની કરીને મારી મદદ કરો.'