તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'તૂફાન' પર કોરોનાની અસર:ફરહાન અખ્તરની ફિલ્મની રિલીઝ ડેટ ફરીથી પાછી ઠેલાઈ, 21 મેના રોજ OTT પર રિલીઝ થવાની હતી

2 દિવસ પહેલા

ફરહાન અખ્તરની ફિલ્મ 'તૂફાન' આ મહિને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે ફરીથી તેને પોસ્ટપોન કરવામાં આવી છે. મેકર્સે કોરોનાનાં કારણે દેશમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં લખ્યું છે કે, તેઓ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર સાથે છે. જ્યાં સુધી પરિસ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી તૂફાનની રિલીઝ ડેટ પાછી ઠેલવવામાં આવશે.

આ સ્ટેટમેન્ટ વધુમાં કહેવામાં આવ્યું છે કે, મેકર્સ દ્વારા નવી રિલીઝ ડેટની જાહેરાત સમયની અનુકૂળતા પ્રમાણે કરવામાં આવશે. મેકર્સે અપીલ કરી છે કે કોરોનાથી બચવા બનાવવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરો. વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવો અને તમારો વારો આવે ત્યારે રસી લઈ લો. ટીમ તૂફાનની તરફથી અમારા બધાની વિનંતી છે કે, સુરક્ષિત રહો અને યુનાઈટેડ રહો.

પહેલા આ રીતે રિલીઝનું પ્લાનિંગ હતું
ફિલ્મના પ્રમોશનલ સ્ટ્રેટેજીના અનુસાર, મે મહિનાની શરૂઆતથી ટ્રેલર લોન્ચ, એક્ટરના ઈન્ટરવ્યુ, વગેરે લેવાના હતા જો કે, હવે આ પ્લાનને પોસ્ટપોન કરવામાં આવ્યા છે. અત્યારે દેશમાં કોવિડના કારણે પરિસ્થિતિ ઘણી ખરાબ છે, તેમને એ વાતની પણ ચિંતા છે કે આવી સ્થિતિમાં તેમની ફિલ્મ કોઈ જોવા આવશે કે નહીં. સ્વાભાવિક છે કે, તેઓ અત્યારે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા નથી માગતા.

ફરહાન ‘તૂફાન’ની સાથે બોક્સિંગ રિંગમાં એન્ટ્રી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાના ડાયરેક્શનમાં બનેલી છે. ફરહાન સિવાય ફિલ્મમાં મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, અને વિજય રાજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો