તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાવાઈરસ તથા લૉકડાઉનને કારણે થિયેટર છેલ્લાં 11 મહિનાથી બંધ હતા. જોકે, ત્રણ ચાર દિવસ પહેલાં જ બોલિવૂડના બિગ પ્રોડક્શન હાઉસે નવી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. યશરાજ, ટી સિરીઝ, જેકી ભગનાની, દિનેશ વિજન, ધર્મા પ્રોડક્શન, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ તથા આનંદ એલ રાયે પોતાની ફિલ્મ રિલીઝની નવી તારીખોની જાહેરાત કરી છે. ટ્રેડ એનાલિસ્ટના મતે, આ ફિલ્મથી બોક્સ ઓફિસને 1500 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન થાય તેવી શક્યતા છે.
ફિલ્મનું લિસ્ટ તથા રિલીઝ ડેટ
નંબર | ફિલ્મ | રિલીઝ ડેટ | સ્ટાર કાસ્ટ | ડિરેક્ટર | બેનર |
1 | સંદીપ ઔર પિંકી ફરાર | 19 માર્ચ | અર્જુન કપૂર, પરિણીતી ચોપરા | દિબાકર બેનર્જી | યશરાજ ફિલ્મ |
2 | બંટી ઔર બબલી 2 | 25 એપ્રિલ | સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી | વરુણ શર્મા | યશરાજ ફિલ્મ |
3 | બેલબોટમ | 28 મે | અક્ષય કુમાર, વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરૈશી | રંજીત તિવારી | પૂજા એન્ટરટેઈનમેન્ટ |
4 | 83 | 4 જૂન | રણવીર સિંહ, દીપિકા પાદુકોણ | કબીર ખાન | રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, ફેન્ટમ ફિલ્મ્સ |
5 | ઝુંડ | 18 જૂન | અમિતાભ બચ્ચન | નાગરાજ મંજુલે | ટી સિરીઝ |
6 | શમશેરા | 25 જૂન | રણબીર કપૂર, વાણી કપૂર, સંજય દત્ત | કરણ મલ્હોત્રા | યશરાજ ફિલ્મ્સ |
7 | શેરશાહ | 2 જુલાઈ | સિદ્ધાર્થ મલ્હોત્રા, કિઆરા અડવાણી | વિષ્ણુવર્ધન | ધર્મા પ્રોડક્શન |
8 | ચંદીગઢ કરે આશિકી | 9 જુલાઈ | આયુષ્માન ખુરાના, વાણી કપૂર | અભિષેક કપૂર | ટી સિરીઝ |
9 | અતરંગી રે | 6 ઓગસ્ટ | અક્ષય કુમાર, સારા અલી ખાન, ધનુષ | આનંદ એલ રાય | ટી સિરીઝ |
10 | જયેશભાઈ જોરદાર | 27 ઓગસ્ટ | રણવીર સિંહ, શાલિની પાંડે, બમન ઈરાની રત્ની પાઠક | દિવ્યાંગ ઠક્કર | યશરાજ ફિલ્મ્સ |
11 | પૃથ્વીરાજ | 5 નવેમ્બર | અક્ષય કુમાર, સોનુ સૂદ, સંજય દત્ત, માનુષી છિલ્લર | ચંદ્રપ્રકાશ દ્વિવેદી | યશરાજ ફિલ્મ્સ |
સલમાન-યશરાજને કારણે ફિલ્મ રિલીઝની ડેટ અનાઉન્સ થઈ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું, ‘થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવાની શરૂઆત સલમાન ખાન તથા યશરાજ સ્ટૂડિયોએ કરી હતી. એક્ઝિબિટર્સે સલમાન ખાનને પત્ર લખીને થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. ત્યારબાદ સલમાન ખાને પોતાની ફિલ્મ ‘રાધે’ ઈદ પર થિયેટરમાં રિલીઝ થશે તેવી જાહેરાત કરી હતી. પછી યશરાજ બેનરે પાંચ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી હતી. ત્યારબાદ અન્ય પ્રોડ્યુસર્સને હિંમત મળી હતી અને પછી એક પછી એક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી.’
બોકસ ઓફિસની રોનક પાછી આવી
વધુમાં તરણ આદર્શે કહ્યું હતું, ‘કોરોનાવાઈરસ તથા લૉકડાઉનને કારણે બોક્સ ઓફિસને તાળાં વાગી ગયા હતા. જોકે, હવે દિવાળી પાછી આવી હોય એમ લાગે છે. માત્ર 11 ફિલ્મથી 1500 કરોડથી વધુ બિઝનેસ શક્ય બનશે. આ રકમ નાની છે, કારણ કે તમામ ફિલ્મ મોટી છે. બધામાં બિગ સ્ટાર કાસ્ટ છે. સ્ટાર પાવર દર્શકોને થિયેટર સુધી લાંબા કરશે.’
અક્ષયની બે ફિલ્મનો મેજર ક્લેશ
ટ્રેડ પંડિતોના મતે, ‘અક્ષય કુમારની 5 ફિલ્મ આ વર્ષે આવી રહી છે, જેમાં ‘સૂર્યવંશી’, ‘બેલબોટમ’, ‘પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’ તથા ‘અતરંગી રે’ સામેલ છે. ‘બેલબોટમ’ તથા ‘પૃથ્વીરાજ’ની બીજી ફિલ્મ સાથે ટક્કર થશે તેમાં કોઈ બેમત નથી. ‘બેલબોટમ’ હોલિવૂડની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિસ 9’ સાથે ટકરાશે અને ‘પૃથ્વીરાજ’ શાહિદની ફિલ્મ ‘જર્સી’ની સાથે રિલીઝ થશે. આવતા અઠવાડિયે હજી છ નવી ફિલ્મ રિલીઝની જાહેરાત કરવામાં આવશે.’
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.