વાઇરલ વીડિયો:'ગાંધી ગોડસે..'ના સ્ક્રીનિંગમાં રેખાનો ઠસ્સો, સો.મીડિયા યુઝર્સે કહ્યું- 'દુનિયાની સૌથી સુંદર મહિલામાંથી એક'

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ગાંધી ગોડસઃ એક યુદ્ધ' 26 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ હાલમાં જ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગમાં બોલિવૂડ એક્ટ્રેસ રેખા પણ સામેલ થઈ હતી. વ્હાઇટ સાડીમાં રેખા ઘણી જ સુંદર લાગતી હતી.

તનીષા સંતોષી પગે લાગી
સ્ક્રીનિંગના વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. એક વીડિયોમાં રેખા જ્યારે સ્ક્રીનિંગમાં આવે ત્યારે રાજકુમાર સંતોષીની દીકરી તનીષા એક્ટ્રેસને પગે લાગે છે અને આશીર્વાદ લે છે. જોકે, રેખા તરત જ ગળે લગાવી છે અને પ્રેમ કરે છે. ત્યારબાદ રેખાએ 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'ની ટીમ સાથે પોઝ આપ્યો હતો.

સો.મીડિયા યુઝર્સે રેખાની સુંદરતાના વખાણ કર્યા
સો.મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં રેખાની સુંદરતાના ચાહકો કાયલ થયા છે. એક યુઝરે કહ્યું હતું કે રેખા મેમ ફોરએવર ગોર્જિયસ છે. અન્ય એકે કહ્યું હતું કે તેમના ચહેરા પરનો ગ્લો તો જુઓ. ત્રીજાએ એવી કમેન્ટ કરી હતી કે તે ભારતીય દેવી જેવા છે. અન્ય એકે કહ્યું હતું કે દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ છે.

નોંધનીય છે કે 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'થી રાજકુમાર સંતોષીએ નવ વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું છે. છેલ્લે તેમણે 'ફટા પોસ્ટર નિકલા હીરો' ડિરેક્ટ કરી હતી. 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'માં દિપક અંતાણીએ ગાંધીજીનો રોલ પ્લે કર્યો છે અને ચિન્મય માંડલેકરે નાથુરામ ગોડસેની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ફિક્શનલ વાર્તા પર આધારિત છે, જેમાં મહાત્મા ગાંધી હુમલા બાદ બચી જાય છે અને જેલમાં નાથુરામ ગોડસેને મળે છે અને તેમની વચ્ચે ચર્ચા થાય છે.

સો.મીડિયા યુઝર્સે તનીષાને કિઆરા અડવાણી કહી
તનીષા ફિલ્મ સ્ક્રીનિંગમાં મરુન લહેંગામાં જોવા મળી હતી. તેને જોઈને સો.મીડિયા યુઝર્સે તેની તુલના એક્ટ્રેસ કિઆરા અડવાણી સાથે કરી હતી. તનીષાએ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે.

જાહન્વીની ખાસ ફ્રેન્ડ
તનીષા બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરની ખાસ મિત્ર છે. જાહન્વી અને તનીષા નાનપણના મિત્રો છે. બંને અવાર-નવાર સાથે જોવા મળે છે. તનીષાના પિતા રાજકુમાર સંતોષી બોલિવૂડના જાણીતા ડિરેક્ટર છે. 1990માં તેમની પહેલી ફિલ્મ 'ઘાયલ' આવી હતી. ત્યારબાદ તેમણે 'બરસાત', 'દામિની', 'અંદાજ અપના અપના', 'ચાઇના ગેટ', 'અજબ પ્રેમ કી ગજબ કહાની', 'ફટા પોસ્ટર નિકલા હીરો' જેવી ફિલ્મ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...