હેપ્પી બર્થડે રેખા:મેકઅપ એકેડેમીમાં રેખાની સુંદરતા કોર્સમાં ભણાવવામાં આવે છે, 65 પાર હોવા છતાં 35 જેવી લાગે છે

મુંબઈ6 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • આજે પણ રેખા પોતાનો મેકઅપ જાતે કરે છે
  • લંડનમાં મેકઅપનો કોર્સ કર્યો છે
  • રેખાની સ્કિનને ગ્લાસ સ્કિન કહેવામાં આવે છે

આજે, 10 ઓક્ટોબરના રોજ રેખાનો 67મો જન્મદિવસ છે. ઉંમરના આ પડાવ પર પણ તેની સુંદરતા એક મિસાલ છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે અનેક મેકઅપ એકેડેમીમાં રેખાની સુંદરતા કોર્સ તરીકે ભણાવવામાં આવે છે. આની પાછળનું કારણ એ છે કે તેની સ્કિન સામાન્ય નથી. તેની સ્કિનને ગ્લાસ સ્કિન કહેવામાં આવે છે, આ સ્કીન સૌથી સારી માનવામાં આવે છે. 65+ની ઉંમરમાં પણ તેની સ્કિન 35 વર્ષની મહિલા જેવી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખા હંમેશાં એક રહસ્ય રહી છે. રેખા પોતાનો મેકઅપ જાતે કરે છે. તેણે લંડનમાં આ અંગેનો કોર્સ પણ કર્યો છે. લંડનમાં કોર્સ કરવા પાછળના કારણ અંગે વાત કરતાં હોલિવૂડ-બોલિવૂડ ઇન્ટરનેશનલ મેકઅપ એન્ડ હેર એકેડમી મુંબઈના MD (મેનેજિંગ ડિરેક્ટર) વિવેક ભારતીએ કહ્યું હતું કે રેખાના સમયમાં ભારતમાં મેકઅપ એકેડેમી શરૂ થઈ નહોતી અને દુબઈ પણ ત્યારે ડેવલપ નહોતું.

સારો કોર્સ કરવા માટે લોકો લંડન કે લોસ એન્જલસ જતા હતા. રેખાએ કહ્યું હતું કે બોલિવૂડમાં માત્ર મેકઅપ મેન મેલ (પુરુષ) જ રહેતા હતા. આજે પણ તેમનું વર્ચસ્વ છે. વિવેક ભારતીએ આગળ કહ્યું હતું કે અમારા જેવી તમામ એકેડેમીમાં રેખાના મેકઅપને કોર્સની જેમ ભણાવવામાં આવે છે, કારણ કે રેખા સિવાય મેકઅપમાં આજે પણ કોઈ સારી મિસાલ નથી.

જો સુંદર પેઇન્ટિંગ બનાવવું હોય તો દીવાલ, કેનવાસનું સુંદર હોવું જરૂરી છે. ખબરચડા કેનવાસ પર સુંદર પેઇન્ટિંગ બનાવી શકાય નહીં. આ જ ફોર્મ્યુલા રેખાના મેકઅપની છે. રેખાની સ્કિન આજે પણ એટલી સારી છે કે તેના પર મેકઅપ વધુ સુંદર લાગે છે. નિયમ છે કે સુંદર સ્કિન પર જ મેકઅપ સુંદર લાગે છે.

રેખાની ઓળખ, કાંજીવરમની સાડી
હવે વાત કરીએ રેખાની કાંજીવરમ સાડીઓની. તો કાંજીવરમ સિલ્ક સાડી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન, કાંચીપુરમના સચિવ સુંદરમે કહ્યું હતું કે રેખાએ કાંજીવરમ સાડીને માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય કરી છે. રેખા જે રીતે ફૂલ ગોલ્ડ-સિલ્વર જરીવાળી કાંજીવરમ સાડી પહેરે છે, તેની કિંમત દોઢથી બે લાખ રૂપિયા છે.

સુંદરમે કહ્યું હતું કે રેખાની કાંજીવરમ સાડી પહેરવા પાછળ કારણ છે, એક તો તે તમિળનાડુની છે અને બીજું તે કાંજીવરમ સિલ્કને પ્યોર માને છે. આ સિલ્ક સ્કિન માટે ઘણું જ સારું હોય છે. જ્યાં સુધી ખરીદી વાત છે તો કાંજીવરમ સાડીના મોટા સ્ટોર ચેન્નઈમાં જ છે.

હેડલુમ સિલ્ક સાડી, કાંચીપરુમના ટ્રેઝરાર રાજેન્દ્રમે કહ્યું હતું કે આ રીતની સાડી બનાવવામાં એકથી દોઢ મહિનાનો સમય થાય છે. આ સાડી હાથ વણાટથી બનાવવામાં આવે છે. આ સાડીનો 500 વર્ષ જૂનો ઈતિહાસ છે.