તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

OTT પર ભાષાની મગજમારી:લોકલ કનેક્ટના દમ પર નેટફ્લિક્સ-એમેઝોન સાથે રીજનલ OTT પ્લેટફોર્મે બાથ ભીડી, રીજનલ કન્ટેન્ટની ડિમાન્ડ-લોકપ્રિયતા વધી

મુંબઈ20 દિવસ પહેલાલેખક: હિરેન અંતાણી
  • ભરપૂર કન્ટેન્ટ, પ્રાઈસ વૉર, નાના શહેર-ગામડાના દર્શકો પર ફોકસ રીજનલ પ્લેટફોર્મના પક્ષમાં

દેશમાં OTT ગ્રોથની વાત હવે ભારતીય ભાષાઓમાં પણ લખવામાં આવી રહી છે. નેટફ્લિક્સ તથા એમેઝોન પ્રાઇમ જેવા મલ્ટીનેશનલ પ્લેયર્સ પોતાની લાઇબ્રેરીમાં રીજનલ કન્ટેન્ટને વધારી રહ્યા છે તો બીજી તરફ રીજનલ પ્લેટફોર્મ લોકલ કન્ટેન્ટની મદદથી આગળ વધી રહ્યાં છે. મનોરંજનની આ મનોરંજક સ્પર્ધામાં આખરે વિજેતા તો દર્શક જ બનશે, તે નક્કી છે.

મલ્ટીનેશનલ પ્લેયર્સની પાસે કન્ટેન્ટ ખરીદવા તથા પ્રોડ્યૂસ કરવા માટે બહુ મોટું બજેટ છે. મોબાઇલ કંપનીઓ તથા ISP પાસેથી બંડલ સબસ્ક્રિપ્શન માટે સારી ડીલ કરવાની સ્થિતિમાં છે. બીજી બાજુ રીજનલ પ્લેટફોર્મ પોતાના સ્થાનિક કનેક્ટના દમ પર નિર્ભર છે. તેને ખ્યાલ છે કે દર્શકો શું જોવા ઈચ્છે છે.

નાના શહેરમાં સ્થાનિક ફ્લેવરની ડિમાન્ડ
શેમારુ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડના CEO હિરેન ગડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગયા વર્ષે અમારી રીજનલ ભાષાની વ્યૂઅરશિપ 100%થી વધી છે. નાના શહેર તથા ગામમાં પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સાથે સાથે ડેટા યુઝ વધી રહ્યો છે. આ એ દર્શકો છે, જે પોતાની ભાષા-સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ ધરાવે છે અને તેમને આ પ્રકારનું કન્ટેન્ટ જોઈએ છીએ.

રીજનલ સ્ટાર્સ
નેટફ્લિક્સના ટોપ ફાઇવ શોમાં ધનુષની તમિળ ફિલ્મ 'જગમે થંડીરામ' છે. એમેઝોન પર મલયાલમ સ્ટાર પૃથ્વીરાજની 'કોલ્ડકેસ'એ ધૂમ મચાવી છે. 'સ્કેમ 92' ચારેબાજુ ચર્ચામાં છે. પ્રતિક ગાંધીની બીજી વેબ સિરીઝ 'વિઠ્ઠલ તિડી' ઓહો ગુજરાતી પર આવી. બંગાળી પ્લેટફોર્મ હોઈચોઈ પર તો બાંગ્લાદેશના સ્ટાર મુશર્ફ કરીમ પણ જોવા મળ્યો.

યુઝરની જરૂરિયાતના હિસાબથી કન્ટેન્ટ 'પ્લેટનેટ મરાઠી' પ્લેટફોર્મના ફાઉન્ડર અક્ષય બર્દાપુરકરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વિશ્વભરમાં મરાઠી જાણતા લોકો માત્ર ફિલ્મ તથા વેબ શો જોવા નથી માગતા, પરંતુ મરાઠી ડ્રામા પણ જોવા માગે છે. તેમની જરૂરિયાત પ્રમાણે કન્ટેન્ટ આપીએ છીએ.

લોકલાઈઝેશન મહત્ત્વ
પોતાની આર્થિક શક્યતાઓ અંગે અક્ષયે કહ્યું હતું કે ભારતમાં બોલાતી ભાષામાં મરાઠી ત્રીજા નંબરે છે. અંદાજે 30 કરોડ લોકો મરાઠી જાણે છે, તેમાંથી માની લઈએ કે અમે માત્ર 2 કરોડ એવા લોકો પર ફોકસ કરીએ કે જેમની પાસે નેટ કનેક્ટિવિટી છે. વર્ષે 365 રૂ.ના પ્લાનથી જો અમે 2 કરોડ સબસ્ક્રાઇબરને ટાર્ગેટ કરીએ તો વર્ષે સબસ્ક્રિપ્શન રેવન્યૂ 720 કરોડ રૂપિયા થશે. 'રાધે' 249 રૂપિયા પ્રતિ વ્યૂ હિસાબે લૉન્ચ કરવામાં આવી હતી. અમારી પ્રતિ વ્યૂ કિંમત 50 રૂ. જ છે. આ પે પર વ્યૂ મોડલ પર અમારું ફોકસ છે.

બોર્ડ પારથી કન્ટેન્ટ જનરેશન
પોલીસ સ્ટેશનની અંદરની ગતિવિધિઓ વાત કહેતી વેબ સિરીઝમાં બંગાળી 'મોહનગરી' પણ સામેલ થઈ ગઈ છે. 'હોઈચોઈ'ની આ સિરીઝની સૌથી ખાસ વાત એ છે કે આ ઢાકા પોલીસ સ્ટેશનની અંદરની પરિસ્થિતિની વાત કરે છે. બાંગ્લાદેશ સ્ટાર મુશર્રફ કરીમ મહત્ત્વના રોલમાં છે.

હોઈચોઈના બિઝનેસ હેડ સૌમ્ય મુખર્જીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે બંગાળ અથવા ભારતમાં રહેતા બંગાળીમાં જ નહીં, બાંગ્લાદેશમાં પણ હોઈચોઈ પોપ્યુલર થઈ ચૂક્યો છે. બીજા પ્લેટફોર્મ અન્ય દેશમાં દર્શકો શોધે છે, પરંતુ અમે તો અહીંયાથી કન્ટેન્ટ જનરેશન પણ શરૂ કરી દીધું છે. હોઈચોઈની પેરેન્ટ કંપની 25 વર્ષથી એન્ટરટેઇનમેન્ટ સેક્ટરની સૌથી મોટી પ્લેયર છે. 600 મૂવી ટાઇટલ તથા 85 વેબ શોની સાથે હોઈચોઈની પાસે સૌથી મોટી સમૃદ્ધ કન્ટેન્ટ લાઇબ્રેરી છે.

ગુજરાતી સૌથી ટફ માર્કેટ
એવું નથી કે બધા માટે આ સરળ છે. બે મહિના પહેલાં લૉન્ચ થયેલા ગુજરાતી પ્લેટફોર્મ 'ઓહો ગુજરાતી'ના ફાઉન્ડર અભિષેક જૈને દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે સાઉથ ઇન્ડિયા અથવા તો બંગાળમાં હિંદીના દર્શકો ભાગ્યે જ છે, આથી ત્યાં રીજનલ એન્ટરટેઇનમેન્ટ સેક્ટર સ્ટ્રોંગ છે. જોકે, ગુજરાતીમાં લોકો હિંદી કન્ટેન્ટ વધુ જુએ છે. અહીંયા ગુજરાતી કન્ટેન્ટ માર્કેટ ક્રિએટ કરવું પડકાર છે. અભિષેકની 'કેવી રીતે જઈશ' ફિલ્મથી મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાનું શરૂ થયું હતું. અર્બન ગુજરાતી ફિલ્મ ટ્રેન્ડમાં છે. હવે અભિષેકે ગુજરાતી OTTની ડિમાન્ડ ક્રિએટ કરવાનો પડકાર ઉઠાવ્યો છે.

વધુમાં અભિષેકે કહ્યું હતું કે પાયરસી સૌથી મોટો ઇશ્યૂ છે. રૂરલ બેકગ્રાઉન્ડ પર બનેલી 'વિઠ્ઠલ તિડી' નાના શહેરો તથા ગામમાં બહુ જોવાઈ, પરંતુ મોટાભાગના લોકોએ પાયરેટેડ વર્ઝન જ જોયું.

અભિષેકને આશા છે કે આગામી સમયમાં રીજનલ પ્લેટફોર્મની વચ્ચે કન્ટેન્ટ ઈન્ટગ્રેશનનો રસ્સો ખુલ્લો છે. આને કારણે દરેક ભાષાના OTTને મોટું માર્કેટ મળશે અને મલ્ટીનેશનલ પ્લેયર્સ સાથે સ્પર્ધા રાખવામાં સરળતા રહેશે.

ઓરિજિનલની લાઇબ્રેરી વધારવાનો વ્યૂહ
શેમારુના હિરેન ગડાનએ કહ્યું હતું કે તેમણે ગુજરાતી માર્કેટનો અભ્યાસ કર્યો અને તેમાં શું કરવું જોઈએ તે શોધ્યું છે. ત્યારબાદ ઓરિજિનલ કન્ટેન્ટ પર ફોકસ કર્યું. 'સ્વાગતમ' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ સાથે જ 'વાત વાતમાં', પોલિટિકલ થ્રિલર 'ષડયંત્ર' જેવા શો શેમારુ લઈને આવ્યું છે. શેમારુ પાસે ગુજરાતી ફિલ્મ, વેબ શો તથા ડ્રામાના 500થી વધુ ટાઇટલ છે.

નેટફ્લિક્સ પોતાના નેટવર્કનો ફાયદો લઈ રહ્યું છે
બીજી બાજુ નેટફ્લિક્સ ઇન્ડિયાની કન્ટેન્ટ એક્વિઝિશન ડિરેક્ટર પ્રતીક્ષા રાવે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અમે રીજનલ ભાષામાં ઓરિજિનલ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ. આ સાથે જ અમારા હિંદી તથા અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓનું બેસ્ટ કન્ટેન્ટ પણ રીજનલ ભાષામાં લાવીશું.

ભારતમાં 9 ભાષામાં એમેઝોન પ્રાઇમ
પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના કન્ટેન્ટ હેડ તથા ડિરેક્ટર વિજય સુબ્રમનિયમે કહ્યું હતું કે અમે ભારતમાં પાંચ ભાષા સાથે લૉન્ચ કર્યું હતું. હવે હિંદી ઉપરાંત મરાઠી, તમિળ, ગુજરાતી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ તથા પંજાબી સહિત 9 ભાષામાં અમારું કન્ટેન્ટ અવેલેબલ છે.

મલયાલમની 'દૃશ્યમ 2', 'વી એક મિની કથા' (તેલુગુ), 'સુરારુ પોતરુ મારા' (તમિળ), 'ફોટોફ્રેમ' (મરાઠી), 'પિકાસો' (મરાઠી) પ્રાઇમ વીડિયો પર ડાયરેક્ટ રિલીઝ થઈ હતી.

સાઉથમાં સનની ટક્કરે કોઈ નહીં
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ કહ્યું હતું કે સાઉથની ચાર ભાષાના મોટા પ્લેયર સન ગ્રુપથી જ પોતાના ટાઇટલ્સના ડિજિટલ રાઇટ્સ અંગે જાગૃત છે. આ જ કારણે આજે સન નેકસ્ટ પાસે ભરપૂર કન્ટેન્ટ છે.

તેલુગુમાં અલ્લુ અરવિંદ ગ્રુપનું 'અહા' પ્લેટફોર્મ ઝડપથી વધી રહ્યું છે. OTTની સંભાવના જોતા રામગોપાલ વર્મા પણ 'સ્પાર્ક' પ્લેટફોર્મ લઈને આવ્યા છે. બાલાએ કહ્યું હતું કે અનેકવાર ટાઇટલની સંખ્યા નહીં, ક્વોલિટી મહત્ત્વની બની જાય છે, જેમ કે મલયાલમ પ્લેટફોર્મ 'ની સ્ટ્રીમ' એક જ ફિલ્મ 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન'થી ક્લિક થઈ ગયું. 'ફેમિલી મેન' સિરીઝથી એ વાત સાબિત થઈ કે પ્રાઇમ વીડિયો તમિળ માર્કેટ પર ફોકસ કરે છે. આથી દર્શકોને ફાયદો જ ફાયદો છે.

અન્ય સમાચારો પણ છે...