તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Regarding Aditya Shweta's Marriage, Father Udit Narayan Said, "Both Have Been In A Live in For 10 Years, Now It's Time To Make The Relationship Official."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:આદિત્ય-શ્વેતાના લગ્ન અંગે પિતા ઉદિત નારાયણે કહ્યું- બંને 10 વર્ષથી લિવ ઈનમાં હતા, હવે આ રિલેશનને ઓફિશિયલ કરવાનો સમય આવી ગયો હતો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્યે પહેલી ડિસેમ્બરના રોજ લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યો હતો. બંનેના લગ્ન અંગે ઉદિત નારાયણે વાત કરી હતી. ઉદિતે કહ્યું હતું કે આદિત્ય તથા શ્વેતા છેલ્લાં 10 વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેમને લાગ્યું કે હવે આ સમય આવી ગયો છે કે બંનેના રિલેશનને ઓફિશિયલ કરી દેવામાં આવે.

વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં ઉદિતે કહ્યું હતું, 'હું ઈચ્છતો હતો કે મારા દીકરાના લગ્નમાં તમામ મિત્રો આવે. જોકે, કોરોનાને કારણે આવું શક્ય ના બન્યું. મેં કહ્યું હતું કે કોવિડ 19 પછી લગ્ન રાખીએ, પરંતુ શ્વેતાનો પરિવાર તથા આદિત્ય ઈચ્છતો હતો કે લગ્ન અત્યારે થાય. જોકે, જ્યારે પરિસ્થિતિ સારી થશે ત્યારે તે તમામ મિત્રોને નિમંત્રણ આપશે.'

વડાપ્રધાને શુભેચ્છા આપી તે ગર્વની વાત
ઉદિતે કહ્યું હતું, 'આદિત્યના લગ્નનું નિમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું હતું. તેઓ હાજર ના રહી શક્યા પરંતુ પત્ર લખીને આદિત્યને નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છા આપી હતી. આ આનંદની વાત છે કે મને વડાપ્રધાન તરફથી પત્ર મળ્યો હતો. અમિતાભ બચ્ચને પણ પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તરફથી પણ ફોન આવ્યો હતો. મહારાષ્ટ્રના ગર્વનરે પણ શુભેચ્છા પાઠવી હતી. મારા માટે આ શુભેચ્છા મહત્ત્વની છે.'

વહુ શ્વેતા અંગે આ વાત કહી
ઈન્ટરવ્યૂમાં ઉદિતે કહ્યું હતું કે તેમની વહુ શ્વેતા ઘણી જ પ્રેમાળ છે. તે ભાગ્યે જ વાત કરે છે. જ્યારે બોલે ત્યારે તેઓ બહુ ધ્યાનથી તેનો અવાદ સાંભળે છે. આદિત્ય માટે લગ્નના ઘણાં માગા આવ્યા હતા. જોકે, આદિત્યે પોતાની માતાને કહ્યું હતું કે તે શ્વેતા સાથે લગ્ન કરવા માગે છે. તે આ સંબંધથી ખુશ છે.

લગ્નની ડેટ પ્લાન કરીને ફિક્સ નહોતી કરી
પહેલી ડિસેમ્બરના રોજ ઉદિત નારાયણનો જન્મદિવસ હોય છે. આ અંગે સિંગરે કહ્યું હતું કે પહેલી ડિસેમ્બરે તેમનો જન્મદિવસ હોય છે પરંતુ તેમણે લગ્નની ડેટ આ વાત ધ્યાનમાં રાખીને ફિક્સ કરી નહોતી. જ્યારે જ્યોતિષી પહેલી ડિસેમ્બરનું મુહૂર્ત આપ્યું તો તેમને ઘણો જ આનંદ થયો હતો. હવેથી તેઓ આ દિવસે બે સેલિબ્રેશન કરશે.

બહુ ઓછા મહેમાનો સામેલ થયા હતા
આદિત્ય તથા શ્વેતાએ જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. કોરોનાને કારણે પરિવારના સભ્યો, નિકટના સંબંધીઓ તથા ખાસ ફ્રેન્ડ્સને લગ્નમાં બોલાવવામાં આવ્યા હતા. બીજી ડિસેમ્બરના રોજ વેડિંગ રિસેપ્શન આપવામાં આવ્યું હતું, જેમાં ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, ગોવિંદા સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

શ્વેતા તથા આદિત્યે ફિલ્મ 'શાપિત'માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી જ તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બંને છેલ્લાં 10 વર્ષથી રિલેશનશિપમાં હતાં. શ્વેતાએ અનેક ફિલ્મ તથા ટીવી સિરિયલમાં કામ કર્યું છે. શ્વેતાએ પ્રભાસ તથા સુદીપ જેવા સાઉથ સુપરસ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો