તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી સ્પેશિયલ:આજના સમયમાં હોળીના ગીતો લખાતા નથી, હોળી સોંગ્સ દિલોને જોડવાનું કામ કરતાં હતાં

મુંબઈ2 મહિનો પહેલાલેખક: રાજેશ ગાબા
 • કૉપી લિંક

હોળી હોય અને ફિલ્મની વાત ના થાય તે શક્ય નથી. હોળીના રંગ મોટાભાગે રૂપેરી પડદે જોવા મળે છે. બોલિવૂડના અનેક ડિરેક્ટર્સે ફિલ્મમાં હોળીનો રંગ ઉમેર્યો છે. અનેક ફિલ્મમાં હોળીના ગીતો એટલા લોકપ્રિય થયા કે આજે પણ હોળીના દિવસે આખો દિવસ તે ગીતો સાંભળીએ છીએ. હવે જે રીતની ફિલ્મ બને છે, તેમાં હોળીની પરિસ્થિતિ હોતી નથી અને ના હોળીના મસ્તી ભરેલાં ગીતો.

ફિલ્મનો શોખ ધરાવતા યુવા વર્ગની રૂચિ બદલાઈ રહી છે. કદાચ આ જ કારણ છે કે ફિલ્મથી હોળી દૂર થઈ ગઈ છે. દિવ્ય ભાસ્કરે આ હોળી પર ઈન્ડસ્ટ્રીના નામી ગીતકાર, લેખક, ગાયકો પાસેથી આનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

હોળી સોંગ્સ ટર્નિંગ પોઈન્ટ બનતા હતા
હોળી સાથે જોડાયેલું રસપ્રદ પહેલું એ પણ છે કે કેટલાંક ફિલ્મકારો ફિલ્મની વાર્તાને આગળ વધારવા માટે ગીતોનો ઉપયોગ કરતાં તો કેટલાંક ટર્નિંગ પોઈન્ટ માટે. કેટલાંક માત્ર મોજમસ્તી માટે પણ ગીતનો ઉપયોગ કરતા હતા. ફિલ્મમેકર રાજકુમાર સંતોષીએ પોતાની ફિલ્મ 'દામિની'માં હોળીના દૃશ્યનો ઉપયોગ ફિલ્મમાં ટર્નિંગ પોઈન્ટ માટે કર્યો હતો. જ્યારે 'આખિર ક્યો'નું ગીત 'સાત રંગ મેં ખેલ રહી હૈ, દિલ વાલો કી હોલી' તથા 'કામચોર'માં 'મલ દે ગુલાલ મોહે'માં ડિરેક્ટરે આ ગીતોના માધ્યમથી ફિલ્મની વાર્તાને આગળ વધારી હતી.

હોળીનો રંગ ફિલ્મી ગીતોને સંગ

 • અનેક ફિલ્મમાં હોળીના દૃશ્યો તથા ગીત ફિલ્મની મસ્તી માટે જ ઉમેરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સૌ પહેલું નામ 'મધર ઈન્ડિયા'નું આવે છે. આ ફિલ્મનું ગીત 'હોલી આઈ રે' આજે પણ યાદ છે. આ ઉપરાંત 'નવરંગ'નું 'જા રે નટખટ', 'ફાગુન'નું 'પિયા સંગ હોલી ખેલૂં રે' તથા 'લમ્હે'નું 'મોહે છેડો ન નંદ કે લાલા' ગીતો પણ હોળી સોંગ્સ છે. દિલીપ કુમારની પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા'માં હોળી જોવા મળી હતી. ફિલ્મના ડિરેક્ટર અમિત ચક્રવર્તીએ 1944માં હોળીનું દૃશ્ય શૂટ કરીને ઈતિહાસ સર્જ્યો હતો. ફિલ્મમાં હોળીનો રંગ બતાવવામાં ફિલ્મમેકર યશ ચોપરાએ તમામ ડિરેક્ટર્સને પાછળ મૂકી દીધા હતા. યશ ચોપરાએ 'સિલસિલા'માં 'રંગ બરસે ભીગે ચુનર વાલી'માં બોલિવૂડનું લોકપ્રિય હોળી ગીત જોવા મળ્યું. ત્યારબાદ 'મશાલ'માં 'હોલી આઈ, હોલી આઈ..', 'ડર'માં 'અંગ સે અંગ લગાના' પછી આદિત્ય ચોપરાની ફિલ્મ 'મોહબ્બતે'માં 'સોની સોની અંખિયો વાલી..'માં હોળીના અનેક રંગ જોવા મળ્યા હતા.
 • ફિલ્મમાં હોળીના રંગબેરંગી રંગો ઉડાવનાર એક્ટર્સમાં સૌ પહેલાં અમિતાભ બચ્ચનનું નામ આવે છે. રેખાની સાથે 'સિલસિલા'માં 'રંગ બરસાને' પછી અમિતાભે 'બાગબાન'માં હેમા માલિની સાથે 'હોલી ખેલે રઘુવીર'ના માધ્યમથી રૂપેરી પડદાને ફરી એકવાર રંગીન કર્યો હતો. અમિતાભનું ડિરેક્ટર વિપુલ શાહની ફિલ્મ 'વક્ત'માં અક્ષય કુમાર તથા પ્રિયંકા ચોપરાની સાથે 'ડૂ મી અ ફેવર, લેટ્સ પ્લે હોલી' ગીત પણ સામેલ છે.
 • બોલિવૂડની અન્ય એક જોડી ધર્મેન્દ્ર તથા હેમાએ હોળીને ફિલ્મમાં ઐતિહાસિક બનાવી છે. આ જોડીએ 'શોલે'ના ગીત 'હોલી દે દિન દિલ..' આજે પણ હોળીની મસ્તીમાં ચાર ચાંદ લગાવે છે. ત્યારબાદ આ જોડીએ 'રાજપૂત'માં 'ભાગી રે ભાગી રે..' ગાઈને ભરપૂર હોળી રમી. હોળીની સાથે હોળીનું આયોજનનું નિમિત્ત બનેલા ભક્ત પ્રહલાદને પણ અનેક વાર ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. ભક્ત પ્રહલાદ પર પહેલી વાર 1942માં તેલુગુ ફિલ્મ 'ભક્ત પ્રહલાદ'ના નામથી બની. આ ફિલ્મને ચિત્રપુ નારાયણ મૂર્તિએ ડિરેક્ટ કરી હતી. ત્યારબાદ 1967માં આ જ નામ પરથી હિંદી ફિલ્મ બની હતી. બોલિવૂડમાં 'હોળી'ના નામ પરથી બે તથા 'હોલી આઈ રે' નામ પરથી એક તથા 'ફાગુન' પરથી બે ફિલ્મ બની છે.
 • અનેક ફિલ્મમાં હીરો રંગોના માધ્યમથી હીરોઈનના જીવનમાં રંગ ભરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મ 'ધનવાન'માં રાજેશ ખન્નાએ રીના રોય માટે 'મારો ભર ભર પિચકારી' ગાયું હતું તો 'ફૂલ ઔર પત્થર'માં ધર્મેન્દ્ર, મીના કુમારી માટે 'લાઈ હૈ હજારો રંગ હોળી' ગીત ગાતો જોવા મળ્યો હતો. આ જ રીતે 'કટી પતંગ'માં રાજેશ ખન્નાએ 'આજ ન છોડેગે' ગાઈને આશે પારેખને ભૂતકાળની યાદ અપાવી હતી.
 • અનેક ફિલ્મ એવી પણ રહી, જેમાં હોળીના માત્ર થોડાંક જ સીન બતાવવામાં આવ્યા. કેતન મહેતાની 'મંગલ પાંડે'માં આમિર ખાન હોળી રમતો જોવા મળ્યો તો વિજય આનંદની 'ગાઈડ'માં પિયા તોસે નૈના લાગે રે' ગીતમાં 'આઈ હોલી આઈ' શબ્દ લેવામાં આવ્યા હતા.

હિંદી ફિલ્મના લોકપ્રિય હોળી સોંગ્સ

 • મધર ઈન્ડિયાઃ હોલી આઈ રે
 • નવરંગઃ જા રે હટ નટખટ
 • કટી પતંગઃ આજ ન છોડેંગે હમજોલી
 • ફાગુનઃ ફાગુન આયો રે
 • નમક હરામઃ નદિયા સે દરિયા
 • શોલેઃ હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ
 • દિલ્લગીઃ કર ગઈ મસ્ત
 • સિલસિલાઃ રંગ બરસે ભીગે ચુનર વાલી
 • રાજપૂતઃ ભાગી રે ભાગી બ્રજ બાલા
 • મશાલઃ હોલી આઈ, હોલી આઈ
 • ડરઃ અંગ સે અંગ લગના સજન હમેં એસે રંગ
 • મોહબ્બતેઃ સોની સોની અંખિયો વાલી
 • બાગબાનઃ હોલી ખેલે રઘુવીરા
 • વક્તઃ ધ રેસ અગેઈન્સ્ટ ટાઈમઃ ડૂ મી અ ફેવર લેટ્સ પ્લે હોલી
 • યે જવાની હૈ દિવાનીઃ બલમ પિચકારી
 • રામલીલાઃ લહૂ મુંહ લગ ગયા
 • રાંઝણાઃ તુમ તક
 • પદ્માવતઃ હોલી આઈ રે
 • ટોયલેટઃ એક પ્રેમકથાઃ ગોરી તુ લઠ્ઠ માર

હોળીએ હવે સિનેમાને બદલે ટીવીમાં જગ્યા બનાવી લીધી છે

'ડુ મી અ ફેવર..' જેવા અનેક સુપરહિટ ગીત ગાનાર પ્લેબેક સિંગર સુનિધી ચૌહાણે કહ્યું હતું, 'ફિલ્મની સ્ટોરીમાં આજકાલ હોળી સોંગ્સ મને ભાગ્યે જ ગાવા મળશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે રીતે ગીતો બની રહ્યાં છે અથવા જે પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે, તેમાં તહેવાર પર ફોકસ નથી. જોકે, આજની પરિસ્થિતિ, માહૌલ તથા સમયના હિસાબે વાર્તા તથા ગીતો લખવામાં આવી રહ્યાં છે. આમ તો હોળીએ સિનેમામાંથી નીકળીને ટીવીમાં જગ્યા બનાવી છે. હું કોરોના ટાઈમમાં એટલી વિનંતી કરીશ કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે. આ સમય પણ પસાર થઈ જશે.'

હવે તો એવા ડિરેક્ટર પણ નથી અને સ્ક્રિપ્ટ રાઈટર પણ નથી

મ્યૂઝિક કમ્પોઝર અનુ મલિકે કહ્યું હતું, 'સમય બદલાયો છે, લોકો બદલાયા છે અને વિચાર પણ બદલાયા છે. જોકે, તહેવાર બદલાતા નથી. મારું સૌભાગ્ય છે કે મને વિપુલ શાહ જેવા ડિરેક્ટર મળ્યા. તે સમયે અમિતાભ બચ્ચનના ગીતો લોકપ્રિય હતા. હું ડરી ગયો હતો. ગોળીનો તહેવાર છે અને શું અલગ કરું? મને તે સમયે લાઈન યાદ આવી કે 'ડૂ મી અ ફેવર...લેટ્સ પ્લે હોલી.' મેં એક નવો જ રંગ નાખીને ગીત બનાવ્યું. ચાહકોને આ ગીત પસંદ આવ્યું. આ ગીત લોકપ્રિય થયું. હું તમામને અપીલ કરીશ કે હોળી છે, પરંતુ કોરોના પણ છે. હોળી બીજીવાર આવશે.'

ફિલ્મમાંથી પારિવારિક કૉન્સેપ્ટ જ ગાયબ

'પદ્માવત' ફિલ્મમાં 'હોલી આઈ રે..' ગીત ગાનાર પ્લેબેક સિંગર ઋચા શર્માએ કહ્યું હતું, 'હું ઘણી જ ભાગ્યશાળી હતી કે મને 'પદ્માવત'માં હોળીનું ગીત ગાવાની તક મળી. આપણાં દેશના તહેવારો પ્રેમનો મેસેજ આપે છે. ખુશીઓ ફેલાવે છે. હોળીમાં નારાજ લોકો પણ ગળે મળે છે. ફિલ્મ બની રહી છે, પરંતુ પારિવારિક ફિલ્મના કૉન્સેપ્ટ જ ઓછા થઈ રહ્યાં છે. કોવિડ 19 તો છે જ. હોળી પરિવાર સાથે મનાવો. ફૂલ તથા ચંદનથી હોળી રમો. મેં ફરીદાબાદમાં મારા પેરેન્ટ્સની યાદમાં મંદિર બનાવ્યું છે, તે મંદિરના આંગણામાં હોળી રમીશ. માત્ર પરિવારના લોકોની સાથે જ રમીશ. સેનિટાઈઝેશનનું ધ્યાન રાખો, માસ્ક પણ પહેરો.'

હવે વેબ વર્લ્ડના દબાણમાં હોળી ગીત બનતા નથી

'ચમેલી', 'જબ વી મેટ', 'લવ આજ કલ', 'અજબ પ્રેમ કી ગજબ કહાની', 'કોકટેલ', 'હાઈવે' જેવી ફિલ્મમાં ગીત લખનાર ઈર્શાદ કામિલે કહ્યું હતું, 'આજે જે હિસાબે ફિલ્મ બની રહી છે, તેમાં કોઈ પણ તહેવાર જોવા મળતો નથી. પહેલાં હોળી, દિવાળીમાં હિન્દુસ્તાનની સંસ્કૃતિ જોવા મળતી. ગીત કમર્શિયલ એન્ગલથી નહીં, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે લખાતા હતા. હવે વેબ વર્લ્ડનું દબાણ છે. અલગ પ્રકારનું ગીત-સંગીત જોઈએ. આજકાલ ગીતમાં નવો નવો પ્રયોગ થઈ રહ્યો છે. બજારના દબાણમાં આવીને આવા ગીતો બનતા નથી. તહેવારના માધ્યમથી આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ છીએ. ધર્મથી ઉપર પ્રેમની ભાષા હોય છે અને તે તહેવાર છે.'

દર્શકોનો ફિલ્મ જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો

'પાન સિંહ તોમર', 'સાહબ બીવી ગેંગસ્ટર' તથા 'આઈ એમ કલામ' જેવી ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર સંજય સિંહ ચૌહાણે કહ્યું હતું કે વાર્તામાં સ્કોપ છે કે નહીં. બળજબરીથી હોળીનું ગીત ઉમેરી શકાય નહીં. આકાલ મોટા ભાગના તહેવારો હોળી, દિવાળી, કરવાચૌથી અને ઈદ ટીવી પર શિફ્ટ થઈ ગયા છે. તેમના એપિસોડ ડેટિકેટેડ હોય છે. 'દામિની' તથા 'ડર'ની પરિસ્થઇતિમાં હોળીના ગીતો બહુ જ મહત્ત્વના હતા. આજકાલના દર્શકોનો ફિલ્મ જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. સ્ક્રિપ્ટ તથા સ્ક્રીનપ્લે લખવાનો અંદાજ પણ બદલાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો