PCનું માફીનામું:રિયાલિટી શો 'ધ એક્ટિવિસ્ટ'ને લોકોએ અસંવેદનશીલ કહ્યો, તેની હોસ્ટ પ્રિયંકા ચોપરાએ કહ્યું- તમારા અવાજે મને હચમચાવી નાખી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ શોને જજ કરવા જઈ રહેલી પ્રિયંકા ચોપરાએ લોકોની માફી માગી
  • રિયાલિટી શોમાં મારા સામેલ થવાથી ઘણા લોકો નિરાશ થયા છે અને હું તેના માટે માફી માગુ છું.

CBCના નવા રિયાલિટી શો 'ધ એક્ટિવિસ્ટ'નો સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ શોમાં વિશ્વભરના પસંદ કરેલા એક્ટિવિસ્ટ અને પ્રખ્યાત હસ્તીઓને પાર્ટિસિપન્ટ બનાવવામાં આવશે. શો દ્વારા પારખવામાં આવશે કે એક્ટિવિસ્ટ જે કારણ અથવા હેતુ માટે લડી રહ્યા છે તે યોગ્ય છે કે નહીં. લોકોનું કહેવું છે કે એક્ટિવિસ્ટની આ રીતે કસોટી કરવી અસંવેદનશીલ છે.

આ શોને જજ કરવા જઈ રહેલી પ્રિયંકા ચોપરાએ લોકોની માફી માગી છે. તેને સોશિયલ મીડિયા પર લખ્યું કે તમારા અવાજની તાકાતે મને હચમચાવી નાખી.

CBC પર આ શો ગ્લોબલ સિટિઝન્સ લઈને આવ્યા છે. આ રિયાલિટી શોના વિજેતાનો હેતુ જો શોના જજને યોગ્ય લાગે છે તો તે હેતુને પૂર્ણ કરવા માટેનું સંપૂર્ણ ફંડિંગ આપવામાં આવશે. શોમાં પ્રિયંકા સિવાય જુલિયન હ્યુઝ અને સિંગર અશર પણ જજ છે.

'ઘણા લોકો મારાથી નિરાશ થયા'
પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું, છેલ્લા એક સપ્તાહથી તમે લોકો જે રીતે તમારો અવાજ ઉઠાવી રહ્યા છો તેનાથી હું હચમચી ગઈ છું. એક્ટિવિઝ્મ એક હેતુથી ચાલે છે. જ્યારે કોઈ હેતુથી લોકો સાથેમળીને અવાજ ઉઠાવે છે તો તેની અસર થાય છે. રિયાલિટી શોમાં મારા સામેલ થવાથી ઘણા લોકો નિરાશ થયા છે અને હું તેના માટે માફી માગું છું.

'એક્ટિવિસ્ટ પરિવર્તન લાવવા માટે ઘણી મહેનત કરે છે'
તેને કહ્યું- અમારો હેતુ એવા લોકોને લાવવાનો હતો જે કોઈ હેતુ માટે લડી રહ્યા છે. વિશ્વભરમાં એક્ટિવિસ્ટ છે જે નક્કર પરિવર્તન લાવવા માટે દરરોજ મહેનત કરે છે, લડે છે. મોટાભાગના લોકોને તેમની આ લડાઈ દેખાતી નથી અને સમજાતી નથી. તેમનું કામ ઘણું મહત્ત્વપૂર્ણ છે અને તેમને પણ ઓળખ મળવી જોઈએ, કામની પ્રશંસા થવી જોઈએ. એવા લોકો જે આ કામ કરી રહ્યા છે તેમનો આભાર.

શોનું ફોર્મેટ બદલાઈ જશે
પ્રિયંકા ચોપરાનું આ માફીનામું ગ્લોબલ સિટિઝન્સના માફીનામા બાદ આવ્યું છે. ગ્લોબલ સિટિઝન્સે વચન આપ્યું છે કે આ રિયાલિટી શોનું ફોર્મેટ બદલવામાં આવશે. આ શોના વિવાદાસ્પદ ભાગોને ફરીથી શૂટ કરવામાં આવશે અને તેની નવી રિલીઝ ડેટ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.