રણબીર-અયાન બપ્પાનાં દ્વારે:‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મની સફળતા માટે પહોંચ્યા ‘લાલબાગ ચા રાજા’નાં દર્શને,રણબીરે બપ્પાના ચરણોમાં ટેકવ્યું માથું

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર અને અયાન મુખર્જી પોતાની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સફળતા માટે ગુરુવારે ‘લાલબાગ રાજા’નાં ગણેશજીનાં દર્શન માટે પહોંચ્યા હતા. રણબીરની એક ઝલક મેળવવા માટે ત્યાં હજારો ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસને પણ ભીડ કંટ્રોલ કરતાં નાકે દમ આવી ગયો હતો. હજુ ગઈકાલે જ રણબીર-આલિયા મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાળેશ્વર મહાદેવનાં દર્શન માટે ગયાં હતાં. પરંતુ ત્યાં પહેલેથી જ અમુક હિંદુ સંગઠનોએ તેમની વિરુદ્ધમાં કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કર્યો હતો. દરઅસલ, તેઓ રણબીરે અગિયાર વર્ષ પહેલાંના એક ઇન્ટરવ્યૂમાં બીફ વિશે કરેલી કમેન્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધની જાણ થતાં જ રણબીર-આલિયા અને ડિરેક્ટર અયાન મુખર્જી મહાકાળેશ્વરનાં દર્શન કર્યા વિના જ પાછા ફરી ગયાં હતાં.

‘લાલબાગ ચા રાજા’નાં દર્શને રણબીરને સોનુ સૂદની પણ મુલાકાત થઈ હતી
‘લાલબાગ ચા રાજા’નાં દર્શને રણબીરને સોનુ સૂદની પણ મુલાકાત થઈ હતી

​​રણબીર-આલિયા ગઈકાલે, એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈન આવ્યાં હતાં. જોકે હિંદુ સંગઠનોના વિરોધને કારણે તેઓ દર્શન કર્યાં વગર જ પરત ફર્યાં હતાં. અલબત્ત, તેમની સાથે આવેલા ડિરેક્ટર અયાન મુખર્જીએ મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન તથા પૂજા કરી હતી. હિંદુ સંગઠને કાળા ઝંડા બતાવ્યા હતા.

માત્ર અયાને પૂજા કરી
'બ્રહ્માસ્ત્ર' માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ તથા અયાન મુખર્જી ઉજ્જૈન આશીર્વાદ લેવા આવ્યાં હતાં, પરંતુ મંદિરમાં વિરોધ તથા હોબાળો થવાના સમાચાર મળ્યા, એટલે તેઓ પરત ફર્યાં હતાં. આ દરમિયાન રસ્તામાં ઉજ્જૈનના કલેક્ટર આશિષસિંહનો ફોન આવ્યો હતો. આશિષસિંહ તથા અયાન મુખર્જી મિત્રો છે. ત્રણેય ઉજ્જૈન કલેક્ટર બંગલે ગયા હતા. હોબાળો શાંત થયા બાદ માત્ર ડિરેક્ટર અયાને મંદિરમાં જઈ દર્શન કર્યાં હતાં. આલિયા પ્રેગ્નન્ટ હોવાથી તેને ધક્કો વાગી જાય એવા ડરથી તે મંદિરે ના ગઈ અને પછી રણબીર પણ ના ગયો.

પોલીસનો હળવો લાઠીચાર્જ
રણબીર-આલિયા મંદિરે આવવાનાં છે એવા સમાચાર મળતાં જ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ મંદિરની બહાર કાળા ઝંડા સાથે ભેગા થઈ ગયા હતા. જોકે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓને ભગાડ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે રણબીરે ભૂતકાળમાં કહ્યું હતું કે તેને બીફ (ગોમાંસ) પસંદ છે, આથી બીફ ખાતા લોકોને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપી શકાય?

સાંજે ઈન્દોર આવ્યાં હતાં અને પછી ઉજ્જૈન ગયાં હતાં
રણબીર-આલિયા 6 સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા છએ ઈન્દોર એરપોર્ટ આવ્યાં હતાં અને અહીંથી ઉજ્જૈન ગયાં હતાં.

11 વર્ષ પહેલાંનો વીડિયો વાઇરલ થયો
'બ્રહ્માસ્ત્ર' રિલીઝ પહેલાં રણબીરનો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક્ટરે કહ્યું હતું કે તેને બીફ પસંદ છે. આ ઇન્ટરવ્યુ રણબીરે 2011માં આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને મટન, પાયા, બીફ, રેડ મીટ પસંદ છે. તેને બીફ ઘણું જ ભાવે છે.' જોકે એવો દાવો કરવામાં આવે છે કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.