તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રવિ કિશને બોલિવૂડમાં ડ્રગ્સની વાત સંસદમાં કહી ત્યારે જયા બચ્ચન આ વાતથી નાખુશ થયાં. આ આખા વિવાદને સમજવાના પ્રયત્નો કર્યા તો રવિએ કહ્યું કે, એક રેગ્યુલેશન થઇ ગયું છે, પરંતુ અમારી સાથે આખો દેશ ઉભો થઇ ગયો છે. આપણે આપણી આવનારી પેઢીને શું આપીને જઈ રહ્યા છીએ?
રવિ કિશને કહ્યું કે, દેશના સ્વચ્છતા અભિયાનમાં દરેક પ્રકારની ગંદકીની સફાઈ થવી જોઈએ. માણસ શરુઆત પોતાના ઘરેથી કરે છે. જો અમને કોઈ વસ્તુની ખબર પડે છે તો અમે બોલીશું. લોકોએ અમને ચૂંટીને કેમ મોકલ્યા છે? અમને મૂંગા-બહેરા રહેવા માટે સંસદમાં મોકલ્યા નથી. આ વાત પર એક આંદોલન શરુ થઇ ગયું છે. તે પણ એક કલાકારે ચાલુ કર્યું છે. આની પહેલાં આવું ક્યારેય થયું નથી.
તમે તમારી વાત મૂકી હતી, તમે વિસ્તારપૂર્વક શું કહેવા માગો છો?
રવિ: હું સુંદર ભારત ઈચ્છું છું, જે દેશના પીએમ મોદી સહિત અન્ય લોકો પણ ઈચ્છે છે. દેવોની ભૂમિ હોય તેવું ભારત ઈચ્છું છું. તેની પર નશા માફિયાઓનું કરોળીયાનું જાળુ છે, જેમાં દેશના યુવાનોનો નાશ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેમાં પાડોશી દેશ પણ સામેલ છે. એટલું ડ્રગ્સ આપી દો કે યુવાન વર્ગ જ નષ્ટ થઇ જાય. આપણા દેશમાં 65 ટકા યુવા વર્ગ છે. વિશ્વમાં સૌથી વધારે યુવા વર્ગ આપણા દેશમાં છે. આ એક વિચારીને નક્કી કરેલું કાવતરું છે અને તેમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે. ઇન્ટરનેશનલ માફિયા પણ છે, ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકર પણ છે. તેઓ નાશ કરવા ઈચ્છે છે.
જયા બચ્ચનની વાત પર શું કહેશો?
રવિ: હું ઈચ્છતો હતો કે તેઓ મને આશીર્વાદ આપશે. મારો સપોર્ટ કરશે, કારણ કે અમારા બધાના બાળકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા બાળકો માટે સારું વાતાવરણ હોય. આ બધું અમિતજીના સમયે તો નહોતું. 8-10 વર્ષમાં આ જે વધ્યું છે, તે ચરસ-ગાંજો નથી પણ તે કેમિકલ ડ્રગ્સ છે તે ઝેર છે. અમે તેની વાત કરી રહ્યા છીએ. ચરસ-ગાંજો પણ ખરાબ નશો છે, પણ તેનાથી જોખમી કેમિકલ ડ્રગ્સ છે. તેને કોકિન કહેવાય છે, એલર્જી કહેવાય છે, MG કહેવાય છે, તેના ઘણા નામ છે.
તમને શું લાગે છે કે તમારા વિરોધમાં તેમણે આ વાત કેમ કહી?
રવિ: તેઓ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા છે. આ તેમના વિચાર છે, મને લાગે છે કે તેમને ખબર નથી પડી. સમાજવાદી પાર્ટી એકબાજુ બ્રાહ્મણોના પક્ષમાં પરશુરામનું મંદિર બનાવવાની વાત કરી રહ્યા છે અને તે જ પાર્ટીના વરિષ્ઠ નેતા જયા બચ્ચન એક બ્રાહ્મણના દીકરા રવિ કિશનનું અપમાન કરી રહ્યા છે. છેવટે આ બે મોઢાંવાળું રાજકારણ શું છે?
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.