તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અચિવમેન્ટ:રવીના ટંડનની દીકરી રશાએ તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો, સર્ટિફિકેટ શેર કરતાં એક્ટ્રે્સે લખ્યું- તારા પર ગર્વ છે

7 મહિનો પહેલા
  • રશાએ 15 વર્ષની ઉંમરે બ્લેક બેલ્ટ મેળવ્યો, તે બોક્સિંગની ટ્રેનિંગ પણ લઈ રહી છે
  • રવીનાએ પોસ્ટ શેર કરતાં જ ફ્રેન્ડ્સ અને ફેન્સના અભિનંદન સંદેશનો ઢગલો થયો

રવીના ટંડનની દીકરી રશાએ માર્શલ આર્ટ્સના એક પ્રકાર તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. કોરિયન માર્શલ આર્ટ્સમાં આ એક પ્રકારની ડિગ્રી હોય છે. આ અચિવમેન્ટ પર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રશા અને તેના સર્ટિફિકેટ સાથે ફોટો શેર કરી ખુશી વ્યક્ત કરી છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું કે, મારી દીકરી બ્લેકબેલ્ટ! રશા થડાની તારા પર ગર્વ છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે અભિનંદન પાઠવ્યા
રવીનાના ફોટો પર કમેન્ટ કરી તેના ફ્રેન્ડ્સ અને ફેન્સે રશાને અભિનંદન પાઠવ્યા છે. એક્ટર સમીર સોનીએ લખ્યું કે, ખૂબ સરસ, મારા મતે તમામ યંગ છોકરીઓએ સેલ્ફ ડિફેન્સ શીખવું જોઈએ. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે, જેવી મા તેવી દીકરી. ગૌરવાંતિત કરતી પળ. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘મેમ દરેક માતાએ તેની દીકરીની બ્લેકબેલ્ટની આશા પૂરી કરવી જોઈએ. પોતાનો અને સૌનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. ભગવાનનો આશીર્વાદ રહે.’

રશાએ 15 વર્ષની ઉંમરે બ્લેકબેલ્ટ મેળવ્યો
રવીના ટંડને ફેબ્રુઆરી 2004માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. જુલાઈ 2005માં દીકરી રશાનો જન્મ થયો હતો. માર્શલ આર્ટ સાથે રશા બોક્સિંગની ટ્રેનિંગ પણ લઈ રહી છે. જાન્યુઆરી 2019માં રવીનાએ સોશિયલ મીડિયા પર રશાની બોક્સિંગની પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો હતો. રવીના 13 વર્ષના દીકરા રણવીરવર્ધનની પણ માતા છે. આ સિવાય તેણે લગ્ન પહેલાં 1995માં પૂજા અને છાયાને દત્તક લીધી હતી.